રાષ્ટ્રીય

પાંચ શૂટર્સની ધરપકડ

પંજાબ પોલીસે,  રાજસ્થાનથીપાંચ શૂટર્સની ધરપકડ કરી છે અને હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે.પંજાબ પોલીસના ડિરેક્ટર જનરલ ગૌરવ યાદવે મંગળવારે જણાવ્યું હતું કે, કાઉન્ટર ઇન્ટેલિજન્સની જલંધર ટીમે શહીદ ભગતસિંહ નગર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે પાકિસ્તાન સ્થિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ ઓપરેટર હરવિંદર રિંડાના નિર્દેશ પર વિદેશી ઓપરેટરો મન્નુ અગવાન, ગોપી નવશરિયા અને ઝીશાન અખ્તરના આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પંજાબ પોલીસે રાજસ્થાનના ટોંક અને જયપુર જિલ્લામાંથી પાંચ ઓપરેટરોની ધરપકડ કરી છે. આ મોડ્યુલે તાજેતરમાં એસબીએસ નગરમાં એક દારૂની દુકાનની અંદર હુમલો કરવાની યોજના બનાવી હતી અને તેને સ્વતંત્રતા દિવસના અવસરે સમાન હુમલાઓ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

કે, ધરપકડ કરાયેલા શૂટર્સને વિદેશમાં બેઠેલા ઝીશાન અખ્તર અને બીકેઆઈ ઓપરેટર હરવિંદર રિંડા સાથે મળીને કામ કરતા બીકેઆઈકે કિંગપીન મન્નુ અગવાન તરફથી સીધી સૂચનાઓ મળી રહી હતી. જ્યારે તેમને રિકવરી માટે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એક શૂટરે પોલીસ પર ગોળીબાર કર્યો. જવાબી ગોળીબારમાં એક શૂટર ઘાયલ થયો હતો, જેને એસબીએસ નગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  આરોપીઓ પાસેથી એક 86P હેન્ડ ગ્રેનેડ, એક .30 બોર પિસ્તોલ, બે જીવંત કારતૂસ અને .30 બોરના બે ખાલી શેલ મળી આવ્યા છે.

Related posts

મુસાફરોની સુરક્ષા વધારવા માટે રેલવે, કોચમાં સીસીટીવી કેમેરા લગાવશે

GUJARAT NEWS DESK TEAM

મરાઠી મામલે અભિનેત્રી રાજશ્રી મોરે સાથે મનસેના નેતાના પુત્રની ગેરવર્તણૂંક

GUJARAT NEWS DESK TEAM

પ્રધાનમંત્રી આવતીકાલે બિહારના પ્રથમ છ લેનવાળા ઔંટા-સિમરિયા પુલનું ઉદ્ઘાટન કરશે

GUJARAT NEWS DESK TEAM

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી પી રાધાકૃ્ષણન..

GUJARAT NEWS DESK TEAM

ફ્લાઇટમાંથી વંદો નિકળતાં એર ઇન્ડિયાને માફી માંગવી પડી

ધરાલી દુર્ઘટનાનો આજે આઠમો દિવસઃગુમ થયેલા લોકોની શોધખોળ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment