ગુજરાત

મુખ્યમંત્રીનુ મહાનગરોને વિકાસ વિઝનનો રોડમેપ તૈયાર કરવા આહ્વાન

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે  શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ માં  રાજ્યના મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડ મેપ  તૈયાર કરીને તેના અમલ માટેના ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ માટે   આહ્વાન  કર્યું છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આવા વિકાસ વિઝનની શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ થાય અને ગુજરાતના શહેરો શહેરી વિકાસમાં દેશનું દિશા દર્શન કરનારા બને એવી આપણી નેમ છે.
મુખ્યમંત્રી રાજ્યના પાટનગર ગાંધીનગરના ૬૧ માં સ્થાપના દિવસ અવસરે ગાંધીનગર મહાનગર પાલિકાના વિકાસ વિઝન ના લોન્ચિંગ અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.
મુખ્યમંત્રીએ ગાંધીનગર ને સ્વછતા સર્વેક્ષણમાં  તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવવાના પાયા માં  રહેલા સ્વછતા કર્મીઓ નું સન્માન પણ કર્યું હતું.
તેમણે કહ્યું કે ગાંધીનગરે ગ્રીન સિટી સાથે હવે ક્લીન સિટી નું બિરૂદ મેળવ્યું છે તે જાળવી રાખવાની સૌની સહિયારી જવાબદારી બની  રહે છે.
શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ ની આ ઉજવણીની સફળતાથી રાજ્યના શહેરો પ્રાણવાન અને ઉર્જાવાન બન્યા છે તથા અર્બન ડેવલપમેન્ટ નો નવો નકશો કંડારાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
 ભુપેન્દ્ર પટેલે કહ્યું કે શહેરી વિકાસની બે દાયકા ની સિદ્ધિઓ અને સફળતાને પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ  સિટી ડેવલપમેન્ટની નેમ સાથે  શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ઉજવી રહ્યા છીએ.   આ હેતુસર રાજ્યના અર્બન ડેવલપમેન્ટ બજેટમાં આ વર્ષે ૪૦ ટકાનો વધારો કરીને ૩૦ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે દેશના વિકાસના  આ અમૃત કાળમાં  કેચ ધ રેઇન માટે મોટા પાયે જળ સંચય અને સંગ્રહ માટે  અને અર્બન ફોરેસ્ટ વધારીને તેમજ એક પેડ માં કે નામ દ્વારા ગ્રીન કવર વધારવાની અપિલ કરી  હતી.
પર્યાવરણ જાળવણી સાથેના વિકાસ માટે હિમાયત કરતાં મુખ્યમંત્રીએ સોલાર રુફ્ટોપ અને વધુ ને વધુ ઇ મોબિલીટી  અપનાવવા પણ અનુરોધ કર્યો હતો.

Related posts

નિરવ બક્ષીની આગેવાનીમાં દરિયાપુર વોર્ડમાં વોટ ચોર ગાદી છોડ અભિયાન

GUJARAT NEWS DESK TEAM

ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલનાં ભાવમાં ઘટાડાની માટે માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે

GUJARAT NEWS DESK TEAM

વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત

GUJARAT NEWS DESK TEAM

શપથવિધિની સાથેસાથે

GUJARAT NEWS DESK TEAM

સ્ટાર એરની પૂર્ણિયા (બિહાર) માટે ઉદ્ઘાટન ફ્લાઇટ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment