તારીખ 12 7 2025 શનિવારના રોજ 9 થી 12 સુધી શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ અને મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના સાનિધ્યમાં મુકસેવક શ્રી વીરુભાઈ અલગોતરના આશીર્વાદથી શ્રી સામંતભાઈ ઠુંગાના માર્ગદર્શન ટળે ગુજરાત સરકારશ્રી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેસને અનુલક્ષીને દિવ્યજનો સારી રીતે તૈયારી કરી શકે તે માટે ગુજરાતના વિજ્ઞાન મોટીવેશનલ સ્પીકર અને ખ્યાતનામ શિક્ષણશાસ્ત્રી તજજ્ઞ અને માર્ગદર્શક શ્રી નીરજભાઈ ભરવાડ , આકાશ પટેલ તેમજ બળવંતભાઈ ભરવાડ ની ટીમે ગુજરાત સરકારશ્રીના વર્ગ એક બે અને ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પધારેલ દિવ્યાંગ ભાઈ બહેનોને સમગ્ર પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન આપી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના નામાંકિત અગ્રણીઓ, બિઝનેસમેનો ઉદ્યોગપતિઓ, સીએ , એડવોકેટ શ્રીઓ- ઉપસ્થિત રહી પ્રેરણા પૂરી પાડી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક સેમિનારમાં ઉપસ્થિત દિવ્યાંગજનો અને મહાનુભાવોને સ્વરુચિ ભોજન કરાવવામાં આવ્યું સેમિનારમાં ઉપસ્થિત તમામ દિવ્યાંગજનોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીરજભાઈ ભરવાડ તેમની ટીમ તરફથી સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ સેમિનારમાં સામેલ તમામ દિવ્યજનોએ તેમની ટીમ દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઇન વર્ગમાં ફ્રી તાલીમ આપવા માં આવશે તેમાં જરૂરી તમામ સાહિત્ય પૂરું પાડવાનું વચન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ચૌધરી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સામંતભાઈ અને વીરુ દાદા તરફથી આભાર વિધિ કરવામાં આવી હતી.

પાછલી પોસ્ટ