એનવિઝન દ્વારા ‘પ્રોજેક્ટ જીવન સેતુ’નોગુજરાતમાં પ્રારંભ
પોષણ અને સમુદાય કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રિત કાર્યક્રમો
આ પહેલ અમરેલી જિલ્લા પ્રશાસન સાથેના સહકારથી શરૂ કરવામાં આવી
ગુજરાતભરમાં 50 આંગણવાડી કેન્દ્રોને દત્તક લઈને પ્રારંભિક બાળ સંભાળ મજબૂત બનાવવાનો નિશ્ચય
અમરેલી, ગુજરાત | 13 સપ્ટેમ્બર, 2025 – ઇન્સ્ટિટ્યૂટ ફૉર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, રિસર્ચ એન્ડ રિફૉર્મ્સ (ISDRR) એ એનવિઝન એનર્જી ઇન્ડિયા અને અમરેલી જિલ્લા પ્રશાસનના સહકારથી બબરા, અમરેલી ખાતે તાલુકા પંચાયત પરિસરમાં ‘પ્રોજેક્ટ જીવન સેતુ સ્વાસ્થ્ય અને કલ્યાણ તરફનું એક પુલ’ નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમનો હેતુ બબ્રા બ્લૉક તથા આસપાસના વિસ્તારોમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, સ્વચ્છતા અને સમુદાય સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્ય માટે આઇસીડીએસ, આરોગ્ય, શિક્ષણ અને પંચાયતી રાજ વિભાગો સાથે ઘનિષ્ઠ સહકારથી કામગીરી કરવામાં આવશે.
આ વિશેષ અભિયાન “૮મો રાષ્ટ્રીય પોષણ મહ 2025” સાથે સંકલિત છે, જે કુપોષણ સામે લડવા અને સર્વાંગી બાળ આરોગ્ય તથા પોષણને પ્રોત્સાહન આપવા માટે દેશવ્યાપી પહેલ તરીકે અમલમાં મૂકાયું છે.
‘પ્રોજેક્ટ જીવન સેતુ’ની મુખ્ય પહેલોમાં સામેલ છે:
આંગણવાડી કેન્દ્રોમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ (ECCE) કાર્યક્રમો
શાળાઓમાં આરોગ્ય અને સ્વચ્છતા અભિયાન, જેથી જીવનભર માટે આરોગ્યદાયક આદતો વિકસે
પોષણ શિક્ષણ તથા આયર્ન-ફોલિક એસિડ પૂરક દ્વારા એનિમિયા નિવારણ
મહિલાઓ માટે વિશેષ આરોગ્ય શિબિરો, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્તન અને ગર્ભાશયના કેન્સર માટે સ્ક્રીનિંગ
સ્થાનિક ખાદ્ય પદાર્થ આધારિત પ્રદર્શનોથી સંતુલિત આહાર પ્રોત્સાહન
સ્વચ્છતા અને સફાઈ અભિયાનમાં સમુદાયની સક્રિય ભાગીદારી
પ્રારંભ પ્રસંગે એનવિઝન એનર્જી ઇન્ડિયાના પ્રતિનિધિઓએ કંપનીના CSR પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કંપનીના CFO અને CSR પ્રમુખ જોન શેલ્ટનએ જણાવ્યું હતું કે, “એનવિઝન એનર્જીમાં અમે શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં ટકાઉ હસ્તક્ષેપો દ્વારા સમુદાયને સશક્ત બનાવવા અને જીવનની ગુણવત્તા સુધારવા માટે ગહન પ્રતિબદ્ધ છીએ. પ્રોજેક્ટ જીવન સેતુ એ અમારી આ માન્યતાનું પ્રતિબિંબ છે કે સાચી પ્રગતિ હંમેશા સમુદાય દ્વારા જ આગળ ધપે છે.”
એનવિઝન એનર્જી ઇન્ડિયાએ ભારતમાં પોતાની કામગીરીના નવ વર્ષ પૂરાં કર્યા છે અને પ્રોજેક્ટ જીવન સેતુ અંતર્ગત ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કુલ 99 આંગણવાડી કેન્દ્રોને દત્તક લેવાની જાહેરાત કરી છે.
આ પહેલ કંપનીના વ્યાપક CSR માળખાનો એક ભાગ છે, જેમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા, પર્યાવરણ તેમજ વારસા સંરક્ષણ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સાથે જ, ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશન અને ભારતના નેટ ઝીરો લક્ષ્યોને સહકાર આપવાનું મિશન પણ જોડાયેલું છે.
પ્રારંભ પ્રસંગે પોષણ ગેલેરી વૉકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવેલા પૌષ્ટિક ખોરાકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોષણ ક્ષેત્રે કાર્યરત મહિલાઓના નેતૃત્વને માન્યતા આપવામાં આવી હતી અને સ્થાનિક શાસન પ્રતિનિધિઓએ સંબોધન કરી સમુદાયના આરોગ્ય સુધારવા માટે સામૂહિક પ્રયત્નોની મહત્તા પર ભાર મૂક્યો છે