ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ: રિસર્ચ સ્કોલર હિરેનભાઈ
ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે, હિરેનભાઈએ તેમની પીએચ.ડી પૂર્ણ એ એક સફળતા સાથે મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
આ પીએચ.ડી. થીસીસની યાત્રા પડકારજનક અને ફળદાયી રહી છે. હિરેનભાઈએ તેમના સંશોધન દરમિયાન સાથ અને સમર્થન આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો છે.
તેમણે તેમના સંશોધન માર્ગદર્શક, પ્રો. (ડૉ.) સોનલ આર. પંડ્યાનો આભાર માન્યો હતો સાથે અમૂલ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને અડગ સમર્થન આ સફરમાં મહત્વપૂર્ણ રહ્યું છે.
હિરેનભાઈએ ડૉ.મનીષ દોશીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો, જેમનું દરેક પગલે સાથ અને સતત પ્રોત્સાહન આ શૈક્ષણિક યાત્રામાં આત્મવિશ્વાસ જાળવવામાં મદદરૂપ રહ્યું છે.
હિરેનભાઈનું રિસર્ચ પત્રકારત્વ શ્રેત્રે શૈક્ષણિક અને વિશેષ સંશોધનમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપે છે.