રાજકોટ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજીત જળ સંમેલન અને 12 હિટાચી મશીનનો શુભારંભ કેન્દ્રીય જળશક્તિમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પ્રેરક સંબોધન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં સી.આર.પાટીલએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત અને દેશમા જળ સંચય માટે લોકો જાગૃત થાય તે માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયાસ કરે છે. આપણે ત્યા અંદાજે 4 હજાર બીસીએમ વરસાદ વરસે છે અને આપણી જરૂરિયાત ફકત 1120 બીસીએમની છે. 2047મા ભારત વિકસીત રાષ્ટ્ર બનશે ત્યા સુઘીમા આપણી જરૂરિયાત 1180 બીસીએમની રહેવાની છે. આપણી પાસે વરસાદી પાણીના સંગ્રહ માટે કોઇ વ્યવસ્થા નથી. આપણે નદી,ડેમ,નાળા મળીને જળસંચય કરવાની કેપેસિટ ફકત 750 બીસીએમની છે. આપણે ત્યા મોટા ભાગે પાણી એગ્રીકલ્ચર ક્ષેત્રમા વપરાય છે અને 2.50 ટકા પાણી ઇન્ડસ્ટ્રી માટે વપરાય છે. વરસાદી પાણીના સંગ્રહ માટે ડેમ કરતા જમીનમા ઉતારવામાં આવે તો પાણીનો સંગ્રહ વધુ કરી શકાય છે. વડાપ્રધાનના સુરતના એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે જળ સંચય એ જન ભાગીદારીથી જન આંદોલનમા પરિવર્તિત થવું જોઇએ.
પાટીલએ વધુમાં જણાવ્યું કે, જમીનમા વરસાદી પાણીના સંગ્રહ કરવા લોકોએ જાગૃત થવુ ખૂબ જરૂરી છે. જળ સંચયથી આપણે ડેમ કરતા વધુ ક્ષમતામા પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. આપણે સૌ ભવિષ્યની પેઢી માટે ઘન ભેગુ કરીએ છીએ પરંતુ જળ ભેગુ કરવુ જોઇએ. નવી પેઢી માટે ધન કરતા જળનો સંચય કરવો જરૂરી છે. આપણે જળ સંચય માટે 31 મે સુધીમા દસ લાખ સ્ટ્રકચર તૈયાર કરવાનો ટાર્ગેટ હતો પણ 31 માર્ચના જ દિવસે દસ લાખ સ્ટ્રકચર પુરા થઇ ગયા અને 31 મે સુધીમાં 32 લાખ સ્ટ્રકચર પુરા થયા. આપણે જળ સંચય માટે ખૂબ કામ કરીએ છીએ પરંતુ આપણા વિરોધીઓને તો કામ પ્રત્યે શંકા કરે આપરેશન સિંદુર માટે સવાલ કરે અને કાલે સવાલ કરશે કે સ્ટ્રકચર બન્યા કે કેમ?. રાજકીય વિરોધી પાર્ટીના લોકો આવા કોઇ સવાલ ન કરે તે માટે મંત્રાલયના પોર્ટલમા જે પણ જગ્યાએ સ્ટ્રકચર બને પછી બિફોર અને આફટરનો ફોટો અપલોડ કરી તેની માહિતી પણ મુકીએ છીએ. આપણે આખા દેશમા 33 રાજ્યોમા 506 જીલ્લાઓમા કેચ ઘ રેઇન હેઠળ 32 લાખ જેટલા સ્ટ્રકટર બનાવ્યા છે.
પાટીલે વધુમાં જણાવ્યું કે, વરસાદી સિઝનમા એક વિઘામા સ્ટ્રકચર તૈયાર કરવાથી 3 થી 4 લાખ લીટર પાણી જમીનમા ઉતારી શકીએ છીએ. વરસાદી પાણી માટે સ્ટ્રકચર તૈયાર કરી પાણીને જમીનમા ઉતારવાથી ઓછી કિમંતે પાછુ લઇ શકાય છે. મુખ્યમંત્રીએ તમામ ધારાસભ્યને પોતાના મત વિસ્તારમાં રેઇન વોટર હાર્વેસ્ટીગ માટે જ 50-50 લાખની ગ્રાન્ટ અલગથી આપી છે તે બદલ તેમનો આભાર માનુ છું. પાણીની જરૂરીયાત અને મુશ્કેલી રાજકોટવાસીઓ વધુ જાણે છે. ગામ અને સોસાયટીમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે વધુમાં વધુ સ્ટ્રકચર બનાવવા સૌ આગળ આવે તેવી વિનંતી.