OTHERબિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે પ્રથમ આગમન અને પ્રસ્થાન ફ્લાઇટ્સ સાથે વાણિજ્યિક કામગીરીનો પ્રારંભ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે પ્રથમ આગમન અને પ્રસ્થાન ફ્લાઇટ્સ સાથે વાણિજ્યિક કામગીરીનો પ્રારંભ

 

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે 25 ડિસેમ્બર 2025 ના રોજ તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ કર્યો છે. વિમાનને આગમન પર ઔપચારિક વોટર કેનન સલામી આપવામાં આવી હતી, જે NMIA ના પ્રથમ વાણિજ્યિક લેન્ડિંગ અને પ્રસ્થાનને ચિહ્નિત કરતી સમય-સન્માનિત ઉડ્ડયન પરંપરા છે.

 

બેંગલુરુથી ઇન્ડિગો ફ્લાઇટે 6E460, સવારે 8:00 વાગ્યે ઉતરાણ કર્યું હતું. પરંપરાગત વોટર કેનન સલામી સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સવારે 8:40 વાગ્યે એરપોર્ટથી હૈદરાબાદ માટેની પ્રથમ ઉડાનનું પ્રસ્થાન ઇન્ડિગો ફ્લાઇટે 6E882 કર્યુ હતું. NMIA ના પ્રારંભિક આગમન અને પ્રસ્થાન સાયકલને તે પરિપૂર્ણ કરે છે.

 

NMIA ખાતે મુસાફરોની કામગીરી શરૂ થવી એ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તો મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માટે તે હવાઈ મુસાફરી ક્ષમતાનો વિસ્તાર કરે છે.

Related posts

IIMA ના ફેકલ્ટી સભ્ય પ્રોફેસર રાજેશ ચંદવાણીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

GUJARAT NEWS DESK TEAM

જુવેનાઇલ જસ્ટિસ ઇન ગુજરાત’’ વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉ.અનામિકા ક્રિસ્ટીને શુભકામનાઓ

GUJARAT NEWS DESK TEAM

શુભ દિપાવલી

GUJARAT NEWS DESK TEAM

રાજ્યના નાગરિકોને શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

GUJARAT NEWS DESK TEAM

ગોપાલ સ્નેક્સ કંપનીએ ત્રણ નવા પ્રોડક્ટ લોન્ચ કરીને પ્રોડક્ટ રેન્જનું વિસ્તરણ કર્યું

GUJARAT NEWS DESK TEAM

વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment