બિઝનેસ

ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું ઉદઘાટન: એફિશિએન્સી, રો મટીરીઅલ્સ અને  નવી  ટેકનોલોજી અપનાવા પર ધ્યાન

ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું ઉદઘાટન: એફિશિએન્સી, રો મટીરીઅલ્સ અને  નવી  ટેકનોલોજી અપનાવા પર ધ્યાન

ગાંધીનગરમાં Indian Ceramics Asia 2026 ની 20માં એડીશનનું ફોકસ રો મટીરીઅલ્સ, ઇન્નોવેટીવ મશીનરી અને સ્માર્ટ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ

ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉદઘાટન થયું હતું. આ વખતે એ સ્પષ્ટ જોવા મળ્યું કે ઉદ્યોગ હવે ઝડપી વિસ્તરણ કરતા વધુ એફિશિન્સી વધારવા, ખર્ચ કાબૂમાં લેવા અને સ્માર્ટ ટેક્નોલોજી ઇમ્પ્લિમેન્ટેશન તરફ આગળ વધી રહ્યો છે.

આ 3-દિવસીય B2B એક્ઝિબિશન, જે મેસે મૂંચેન ઈન્ડિયા અને યુનિફેર એક્ઝિબિશન્સ સર્વિસ કો., લિ. દ્વારા સંયુક્ત રીતે આયોજિત છે, તેમાં 300થી વધુ લીડિંગ બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે. એક્ઝિબિટર્સમાં સીરામીક રો મટીરીઅલ્સ, મશીનરી, પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ અને સંબંધિત ટેક્નોલોજી શામેલ છે. આથી સ્પષ્ટ થાય છે કે હાલ ઉદ્યોગની ચર્ચાઓ મુખ્યત્વે કાર્યક્ષમતા સુધારવા, ઊર્જા ખર્ચ સંભાળવા અને કન્સિસ્ટન્ટ પ્રોડક્ટ ક્વોલિટી પર કેન્દ્રિત છે.

આંતરરાષ્ટ્રીય ભાગીદારી મજબૂત રહી છે, જેમાં આઠ દેશો બેલ્જિયમ, બલ્ગેરિયા, ચીન, જર્મની, ઇટાલી, જાપાન, પોર્ટુગલ અને સ્લોવેનિયાના પ્રદર્શકો સામેલ છે. જર્મની અને ઇટાલી દ્વારા લાવવામાં આવેલા પેવિલિયન યુરોપિયન ટેક્નોલોજી સપ્લાયર્સના ભારત તરફના ઇંટ્રેસ્ટને સ્પષ્ટ દર્શાવે છે.

પ્રેસિડન્ટ –  IMEA, અને  CEO – મેસે મૂંચેન ઈન્ડિયા શ્રી ભૂપિંદર સિંહે જણાવ્યું હતું કે, “ઉદ્યોગ હવે એક શિસ્તબદ્ધ buying phaseમાં પ્રવેશી ગયો છે. ઉત્પાદકો નજર રાખી રહ્યા છે કે કઈ ટેકનોલોજી ઉર્જા, ખર્ચ અને આઉટપુટમાં માપી શકાય તેવો લાભ આપે છે.”

મોરબી સીરામીક એસોસિએશનના પ્રેસિડન્ટ (વોલ ટાઇલ્સ ડિવિઝન) હરેશભાઈ રામજીભાઈ બોપાલિયાએ જણાવ્યું હતું, “મોરબીની MSME યુનિટ્સ માટે આજે ટાઇલનો ખર્ચ ઘટાડવો અને નાણાંકીય જોખમ લીધા વિના સ્થિરતા લાવવી અનિવાર્ય છે. ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026 ઉપયોગી છે કારણકે અહીંયા બતાવવામાં આવતી phased-upgrade માટેની ટેકનોલોજીસ ખૂબ ઉપયોગી છે. આથી મોરબીની કંપનીઓ જે સાવચેત અને ROI આધારિત અપગ્રેડ્સની યોજના બનાવી રહ્યા છે અને બીજી companies માટે પણ આ ટ્રેડફેર ઈમ્પોર્ટન્ટ છે.

2026 એડીશનનું મુખ્ય વિશેષતાઓમાં “ઇનોવેશન એક્સચેન્જ ફોરમ” શામેલ છે, જે “સિરામિક્સ ફોર ટુમોરો: સસ્ટેનેબલ, સ્માર્ટ, એન્ડ એડવાન્સ્ડ” થીમ પર આધારિત છે. તેમાં ઊર્જા વ્યવસ્થાપન, રો મટીરીઅલ્સ ઑપ્ટિમાઇઝેશન, ડિજિટલાઇઝેશન, વિકલ્પ ઇંધણ અને પર્યાવરણ સંબંધિત નિયમન જેવા વિષયો પર સત્રો યોજાય છે, જે હવે રોજિંદી કામગીરી માટે મહત્વપૂર્ણ બની ગયા છે. આ સાથે “લાઇવ ડેમોન્સ્ટ્રેશન એરિયા” પણ છે, જ્યાં મશીનરી અને પ્રોસેસિંગ ટેકનોલોજી વાસ્તવિક ઓપરેટિંગ પરિસ્થિતિમાં બતાવવામાં આવે છે, જેથી ખરીદદારો તે મશીનરીની કામગીરી અને યોગ્યતા આંકી શકે.

મેસ્સે મૂંચેનના ગ્લોબલ ઇન્ડસ્ટ્રી લીડરો રોબર્ટ સ્કોનબર્ગરે જણાવ્યું હતું કે નજીકના ગાળાના પડકારો હોવા છતાં ભારતનો સિરામિક્સ ઉદ્યોગ વૈશ્વિક સપ્લાયર્સનું ધ્યાન આકર્ષિત કરતો રહે છે. તેમણે કહ્યું, “ફોકસ હવે માત્ર ક્ષમતા વધારવા પૂરતો નથી રહ્યો. ઓટોમેશન, ડિજિટલ પ્રોસેસ કંટ્રોલ અને ઊર્જા ઑપ્ટિમાઇઝેશનમાં સ્પષ્ટ રસ છે. આ વિકાસ ભારતીય ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય માપદંડો નજીક લાવે છે અને વૈશ્વિક ટેકનોલોજી પ્રદાતાઓ માટે બજારને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બનાવે છે.”

યુનિફેર એક્ઝિબિશન સર્વિસ કો. લિ.ના જનરલ મેનેજર કેન વોંગે સોર્સિંગ સાથે જ્ઞાન વિનિમયનું મહત્વ વધતું હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું, “ભારતીય કંપનીઓ હવે લાઇફ સાયકલ ખર્ચ, પ્રક્રિયા સ્થિરતા અને લાંબાગાળાના વળતર વિશે વધુ વિગતવાર પ્રશ્નો પૂછે છે. ઇનોવેશન એક્સચેન્જ ફોરમ અને લાઇવ ડેમો એરિયા જેવા પ્લેટફોર્મ ખાસ કરીને મધ્યમકદના ઉત્પાદકો માટે વધુ જાણકારીભર્યા અને સાવચેત રોકાણ નિર્ણયોને ટેકો આપે છે, ખાસ કરીને તેઓ માટે જે ધીમે ધીમે અપગ્રેડ્સ કરવાની યોજના બનાવી રહ્યા છે.”

ઘરેલું માંગ સ્થિર થતી જાય છે અને નિકાસ બજારો હજુ સિલેક્ટિવ છે ત્યારે ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2026 ઉદ્યોગના પરિવર્તનનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. અહીં ફોકસ એફિશિએન્સી, સસ્ટેનેબિલિટી અને માપી શકાય તેવા પરિણામો આપતી સ્માર્ટ ઉત્પાદન પર મજબૂતીથી કેન્દ્રિત છે.

મેસે મૂંચેન ઈન્ડિયા વિશે: 2007માં મેસે મૂંચેન GmbHની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની તરીકે સ્થાપિત મેસે મૂંચેન ઈન્ડિયા દેશની મોટી બી2બી ટ્રેડ ફેર આયોજક કંપનીઓમાંની એક છે. 25થી વધુ મોટાપાયાના બી2બી ટ્રેડફેરના વિવિધ પોર્ટફોલિયો દ્વારા કંપની કન્ઝ્યુમર ગુડ્સ, કેપિટલ ગુડ્સ, ઉદયમાન ટેકનોલોજી, પર્યાવરણીય ઉકેલ અને ઊર્જા ક્ષેત્ર સહિત અનેક ઉદ્યોગોને સેવા આપે છે. electronica India, productronica India, bauma CONEXPO India, IFAT India, analytica Lab India સહિત અનેક ઉદ્યોગ ઇવેન્ટ્સનું આયોજન કરીને કંપની નવીનતા, વ્યવસાયિક વૃદ્ધિ અને વ્યૂહાત્મક નેટવર્કિંગને પ્રોત્સાહન આપે છે.

મેસે મૂંચેન GmbH વિશે:
મેસે મૂંચેન દુનિયાની સૌથી મોટી ટ્રેડફેર કંપનીઓમાંની એક છે અને મ્યુનિખ એક્ઝિબિશન સેન્ટર, ICM – ઇન્ટરનેશનલ કોંગ્રેસ સેન્ટર અને CCN – કોન્ફરન્સ સેન્ટર નોર્થ મેસે મૂંચેન(મ્યુનિખરીમ) તેમજ  MOC – ઇવેન્ટ સેન્ટર મેસે મૂંચેન (મ્યુનિખના ઉત્તરભાગમાં)નું સંચાલન કરે છે. યુરોપ, એશિયા અને દક્ષિણ અમેરિકામાં સહાયક કંપનીઓના નેટવર્ક સાથે અને આશરે 70 વિદેશી પ્રતિનિધિઓ દ્વારા તેની વૈશ્વિક હાજરી 100થી વધુ દેશોમાં ફેલાયેલી છે અને તે વૈશ્વિક વ્યવસાયિક જોડાણો સુવિધાજનક બનાવવા અગ્રેસર છે.

યુનિફેર એક્ઝિબિશન્સ સર્વિસ કો., લિ. વિશે:
1992માં સ્થાપિત યુનિફેર એક્ઝિબિશન સર્વિસ કો., લિ. ચીનની અગ્રણી પ્રોફેશનલ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝિંગ સર્વિસ એન્ટરપ્રાઇઝમાંની એક છે. કંપનીએ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં 40થીવધુ વિશ્વસ્તરીય પ્રદર્શનોનું આયોજન અને સંચાલન કર્યું છે. એક્ઝિબિશન મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝિંગમાં અનુભવી પ્રોફેશનલ્સની મજબૂત અને નવીન ટીમ ઉપરાંત કંપની પાસે વિશાળ ગ્રાહક સંસાધનો છે. શ્રેષ્ઠ માર્કેટિંગ ચેનલ્સ અને પૂર્ણ સેવા સાથે યુનિફેર ગુઆંગઝૌમાં યોજાતું ‘સિરામિક્સ ચાઈના’ પ્રદર્શનનું અધિકૃત આયોજક છે, જે વિશ્વનું સૌથી પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ સીરામીક પ્રદર્શન માનવામાં આવે છે અને ગ્રાહકો તથા ખરીદદારોને વિશાળ વ્યવસાયિક તકો આપે

Related posts

ભારતના સૌથી મૂલ્યવાન પ્રથમ પેઢીના વ્યવસાયીકોમાં અદાણી મોખરે 

GUJARAT NEWS DESK TEAM

શેરધારકોને અદાણી ગૃપના ચેરમેનનો પત્ર

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો, “TTF” અમદાવાદમાં યોજાયો

એસસી બેંકના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિ સહકાર મંત્રી જીતુવાઘાણીએ જીએસસી બેંકની યુપીઆઈ મર્ચન્ટ ઓન-બોર્ડિંગ સેવા અને ભારત બિલ પે સર્વિસનો શુભારંભ કરાવ્યો

GUJARAT NEWS DESK TEAM

બટાકાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર

GUJARAT NEWS DESK TEAM

રિલાયન્સનો નફો વધ્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment