મારું શહેર

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા hotmix પ્લાન્ટ તૈયાર કરાયો

  • *ચોમાસામાં પણ રસ્તાની ગુણવત્તા જાળવવા AMC સજ્જ: પીપળજ ખાતે ૧૮૦ TPHનો અત્યાધુનિક હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત*
    ***
    *૩૦ જૂનથી આજ સુધી ૮૦૯૨ મેટ્રિક ટન ઉત્પાદન- પ્રતિદિન ૬૦૦ મેટ્રિક ટન ઉત્પાદન સાથે AMCનો હોટમિક્સ પ્લાન્ટ ૨૪/૭ કાર્યરત*
    ***
    *શહેરના રસ્તાઓનું સમારકામ થયુ વધુ ઝડપી*
    ***
    *૫૨,૦૦૦ મેટ્રિક ટન સ્ટોરેજ ક્ષમતા ધરાવતો નવો હોટ મિક્સ પ્લાન્ટ અમદાવાદના રસ્તા માટે ગેમચેન્જર:*
    ***
    *હોટમિક્સ પ્લાન્ટમાં ૧૦,૦૦૦ મે.ટન ડાય મટિરિયલની સગ્રહ ક્ષમતા વાળો શેડ તૈયાર થયો*
    ***
    અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં અતિ વરસાદને પગલે રસ્તાઓને નુકસાન થયું છે, ત્યારે અમદાવાદ શહેરના રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા અમદાવાદ મહાનગરપાલિકા સતત કાર્યશીલ રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપળજ ખાતે સંચાલિત અદ્યતન હોટમિક્સ પ્લાન્ટ એક એવી જગ્યા છે,જ્યાં શહેરના દરેક રસ્તાની તૈયારીની પાછળની મહેનત છુપાયેલી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશનમાં શહેરના રસ્તાઓના સતત નિરીક્ષણ અને ત્વરિત સમારકામને એક ચોક્કસ દિશા આપવામાં આવી છે. શહેરી જનોની સમસ્યાઓ ઓછી થાય અને જન સુખાકારી વધે તે દિશામાં અમદાવાદ મહાન નગરપાલિકા કટિબધ છે.
અમદાવાદ મહાનગરપાલિકાનો હોટ મિક્સ પ્લાન રસ્તાઓના ત્વરિત સમારકામ માટે ગેમ ચેન્જર પુરવાર થયો છે. આ પ્લાન્ટમાં અદ્યતન બેચ મિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોવાથી તેનું ઉત્પાદન ખૂબ જ પ્રમાણભૂત અને ટકાઉ હોય છે.

આ પ્લાન્ટ થકી દરરોજ હજારો ટન મિશ્રણ તૈયાર થાય છે,જે શહેરના વિવિધ વિસ્તારોના માર્ગ મરામત અને નવીન નિર્માણ કાર્ય માટે મોકલવામાં આવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્લાન્ટની ટેકનિકલ વિગતો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી સિટી એન્જિનિયર શ્રી મૌલિક વ્યાસે કહ્યું કે, ચોમાસાની ઋતુ દરમ્યાન પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા તેઓનાં હોટમિક્સ પ્લાન્ટ કાર્યાન્વીત ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડનાં પેચવર્કની કામગીરી થઈ શકતી ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપળજ ખાતે ૧૮૦ TPHનો ગેસ સંચાલિત બેચ મીક્ષ ટાઇપ અદ્યતન હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટ ઈન્ડસ્ટિયલ પી.એન.જી.ગેસ આધારિત કાર્યાન્વીત છે, જેના કારણે વાતાવરણમાં પ્રદુષણ ઓછુ થાય છે.

શ્રી મૌલિક વ્યાસે વધુમાં ઉમેર્યું કે, આ પ્લાન્ટમાં જુદા-જુદા મટિરિયલ જેમ કે, એગ્રીગેટ અને ડામરની ગુણવતા સહિતના અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવે છે.આ પ્લાન્ટમાં ચોમાસાની ઋતુ દરમ્યાન હોટમિક્સ મટિરિયલનું સારી રીતે પ્રોડકશન થઇ શકે તે માટે ૧૦,૦૦૦ મે.ટન ડાય મટિરિયલની સગ્રહ ક્ષમતા વાળો શેડ બનાવવામાં આવ્યો છે. હાલમાં હોટમિક્સ મટિરિયલ સપ્લાય કરવા માટે પ્લાન્ટમાં આશરે ૫૨,૦૦૦ મે.ટન જેટલો રો- મટિરિયલનો જથ્થો ઉપલબ્ધ છે. ડામરનાં સ્ટોરેજ માટે ૧૦૦ ટન ક્ષમતાની ત્રણ ટેન્ક ઉપલબ્ધ છે અને તૈયાર હોટમિક્સ પ્લાન્ટ મટિરિયલનાં સ્ટોરેજ માટે ૧૦૦ ટન કેપેસીટીનો સાઇલો ઉપલબ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૦ જૂન ૨૦૨૫ થી આજદીન સુધીમાં કુલ ૮૦૯૨.૯૦૦ મે.ટન હોટમિક્સ પ્લાન્ટ મટિરિયલનું પ્રોડકશન કરવામાં આવ્યું છે,જેમાં પ્રતિદીન ૬૦૦ મે.ટન જેટલુ હોટમિક્સ પ્લાન્ટ મટિરિયલનો અ.મ્યુ.કો.નાં જુદા-જુદા સાત ઝોનમાં સપ્લાય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થતા ઈજનેરી કામમાં ગુણવત્તાની ચકાસણી માટે આ પ્લાન્ટમાં ૨.૭૪ કરોડના ખર્ચે અદ્યતન લેબોરેટરી પણ ટૂંક સમયમાં કાર્યાન્વીત થશે. આ સિવાય વાતારણમાં થતા પ્રદુષણને અટકાવવા માટે અ.મ્યુ.કો.નાં મિશન મિલિયન ટ્રી કેમ્પેઇન અંતર્ગત પ્લાન્ટ એરીયામાં આશરે ૮૦૦ જેટલા ઝાડ ઉગાડવામાં આવ્યા છે.

આમ, આ પ્લાન્ટના થકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝડપથી શહેરી રસ્તાઓની મરામત કરી શકે છે, ખાસ કરીને વરસાદી મોસમમાં જ્યારે ખાડા સામાન્ય થઇ જાય છે. અહીંથી તૈયાર થતું હોટ મિક્સ માત્ર મટિરિયલ નથી એ AMCની પ્રમાણભૂત કામગીરી, યોજનાત્મક વ્યવસ્થાપન અને શહેરી વિકાસ માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

*બોક્સ મેટર : હોટમિક્સ પ્લાન્ટ શું છે ?*

હોટમિક્સ પ્લાન્ટ એ એવી પ્રોસેસિંગ ફેક્ટરી છે, જ્યાં પથ્થર, રેતી, ફીલર અને બિટુમિનને ચોક્કસ તાપમાને ગરમ કરીને મિક્સ કરવામાં આવે છે, જેને આપણે “હોટ મિક્સ અસ્ફાલ્ટ” કહીએ છીએ. આ મિશ્રણનો ઉપયોગ રોડ બનાવવા અને રીપેર કરવા માટે થાય છે. જે ગુણવત્તાવાળું અને ટકાઉ માર્ગ બનાવવા માટે અત્યંત આવશ્યક છે.

*બોક્સ મેટર : હોટમિક્સ પ્લાન્ટ સંપૂર્ણપણે ઓટોમેટેડ*

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા પીપળજ ખાતે અત્યાધુનિક હોટ મિક્સ પ્લાન્ટ જે કાર્યરત છે એ સંપૂર્ણપણે ઓટોમેટેડ છે. આ પ્લાન્ટમાં એક કંટ્રોલ કેબિન તૈયાર કરવામાં આવી છે, જ્યાં સંપૂર્ણ ડેટા એકવાર નાખ્યા બાદની તમામ પ્રોસેસ સંપૂર્ણ ઓટોમેટેડ થાય છે. આમ આ આખો પ્લાન્ટ બેચ મિક્સ ટાઈપ હોટ મિક્સ મટિરિયલનો છે, જે સંપૂર્ણપણે ઓટોમેટેડ છે અને તેમાં SCADA સિસ્ટમ વિકસાવવામાં આવેલી છે.

*બોક્સ મેટર – કેવી રીતે હોટમિક્સ પ્લાન્ટમાં મિક્ષણ પ્રક્રિયા થાય છે*

સૌપ્રથમ ડ્રાય મટિરિયલને લોડર દ્વારા અલગ અલગ ચાર બિનમાં નાખવામાં આવે છે. ડિઝાઇન મુજબ કન્વેયર બેલ્ટ દ્વારા એગ્રીગેટ અને બીટુમીન અલગથી પ્લાન્ટમાં જાય છે. આ મટિરિયલ ૧૭૦થી ૧૭૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં મિક્સ થાય છે અને ત્યાંથી ડમ્પરમાં આવે છે. ત્યારબાદ આ મટિરિયલને સંબંધિત ઝોન અને વોર્ડમાં સપ્લાય કરવામાં આવે છે.
***

Related posts

લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટોપ ખાતે પાણીની પરબ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી  સોપારીનો ટુકડો બહાર કઢાયો ……

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ખાતે વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે.. 

GUJARAT NEWS DESK TEAM

ભાજપના મીડિયા સેલના વિક્રમ જૈને સૌને નવરાત્રીની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે બદલીનો ગંજીપો ચિપ્યો

GUJARAT NEWS DESK TEAM

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

Leave a Comment