એક નઈ સોચ કાર્યક્રમનું ભવ્ય લોન્ચીંગઃ હવે બાળકો ભણશે સતર્કતા,સાવધાની,સુરક્ષા અને સલામતીના પાઠ
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યંત મહત્વપુર્ણ એક નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ કરાયો છે..અમદાવાદની નિશાન સ્કુલમાં જેસીપી એન.એન.ચૌધરીના વરદ હસ્તે એક નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે.અમદાવાદની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર શનિવારે ટ્રાફિક પોલીસ દ્વારા વિધ્યાર્થીઓને ટ્રાફિક અવરનેશ,ટ્રાફિકના નિયમનોનું પાલન,સતર્કતા,સુરક્ષા,સલામતી અને સાવધાનીના પાઠ ભણાવવામાં આવશે.જેનાથી બાળકોમાં શિસ્તબધ્ધતા કેળવાય, તો માર્ગ અકસ્માત તથા ગુનાખોરીના આંકમાં ઘટાડો થઈ શકે.
*એક નઈ સોચ કાર્યક્રમ શા માટે ?*
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓને દર શનિવારે બેગલેસ ડે જાહેર કરાયો છે.શનિવારના દિવસે શાળામાં બાળકોને વિવિધ પ્રેરણાદાયી પ્રવ્રુત્તિઓ કરાવીને બાળકોના માનસિક અને શારિરીક વિકાસ કરવાના પ્રયાસો કરાશે.જે અંતર્ગત અમદાવાદ શહેર પોલિસ કમિશનર જ્ઞાનેન્દ્રસીંગ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક એન.એન.ચોધરીની પ્રેરણાથી એક નઈ સોચ નામના પ્રેરણાદાયી અને અત્યંત મહત્વપુર્ણ પ્રોજેક્ટ શરુ કરવાનો સંકલ્પ કરાયો હતો.એક નઈ સોચ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે એક નઈ સોચ કાર્યક્રમ ટ્રાફિક પોલીસ દ્વારા આયોજીત કરવામાં આવશે.
*ભવ્યતાથી કરાયું લોન્ચીંગ*
અમદાવાદની નિશાન સ્કુલ ખાતે વિવિધ બેનર્સ અને પ્લેકાર્ડથી સજાવટ કરાયેલા હોલમાં એક નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.જેસીપી એન.એન.ચોધરી,ડીસીપી નીતાબેન દેસાઈ,એસીપી એસ જે મોદીના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરાયું હતું. નિશાન સ્કુલના બાળકોએ તાલીઓના ગડગડાટ સાથે એક નઈ સોચ પ્રોજેક્ટને વધાવી લીધો હતો. નિશાન સુકલના સંચાલક,મેનેજીંગ ટ્રસ્ટી,પ્રિન્સીપાલ,શિક્ષકો દ્વારા જેસીપી એન.એન.ચોધરી સહિત પોલીસ અધિકારીઓનું ભવ્ય સન્માન કરાયું હતું.
*બાળકોએ લીધી પ્રતિજ્ઞા*
એસીપી એસ જે મોદીએ બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી.શિસ્તબધ્ધ રીતે બાળકોએ સાવધાન સ્થિતિમાં જમણો હાથ આગળ કરીને પ્રતિજ્ઞા લીધી હતી.માતાપિતાને હેલ્મેટ પહેરવા-સીટબેલ્ટ પહેરવા,રેડ સિગ્નલનું પાલન કરવા અને સાવધાનીથી વાહન ચલાવવા સમજાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.જે બાળકો તેમના માતાપિતાને ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા કટિબધ્ધ બન્યા હતા.
*સારા ભવિષ્ય નું નિર્માણ કરજો:ડીસીપી નિતાબેન દેસાઈ*
અમદાવાદના ટ્રાફિક ડીસીપી નિતાબેન દેસાઈએ બાળકોને સમજ આપતાં કહ્યું હતું કે જો તમારે ઉચ્ચ પોલિસ અધિકારી બનવું હોય તો પહેલાં સાવધાની રાખવાનું શિખવું પડશે. જો તમે ટ્રાફિકના નિયમનું પાલન કરતા હશો તો ચોક્કસ સલામતી રહી શકશો. તમે અત્યારથી જ તમારા માતાપિતા ને ટ્રાફિક નિયમનું પાલન કરવા સમજાવશો તો તમે ભવિષ્યમાં પોલિસ અધિકારી બની શકશો. જીવનને સુરક્ષિત સલામત બનાવવા ટ્રાફિક નિયમોનું પાલન કરતા શિખવવું જોઈએ.
*તો મોટા અકસ્માતોથી બચી શકાય:જેસીપી એન એન ચૌધરી*
એક નઈ સોચ પ્રોજેક્ટની મહત્વતા અંગે જેસીપી એન એન ચૌધરીએ તેમના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે સતર્કતા ગ્રુપ દ્વારા સંચાલીત અને ટ્રાફિક પોલીસ દ્વારા આયોજીત કાર્યક્રમ દ્વારા નવી પેઢી શિસ્તબધ્ધ બનશે.આજના બાળકોમાં સતર્કતા,સુરક્ષા,સાવધાની અને સલામતીની સમજ આપવી જરુરી અને હિતાવહ છે.અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે સંકલ્પબધ્ધ છે.જેથી વાહન દુર્ઘટનાઓ નિવારી શકાય.બાળકોને ટ્રાફિક નિયમનની સમજ આપતાં કહ્યું હતું કે નાની નાની લાગતી વાતો જીવનમાં ખુબ મહત્વની હોય છે.નાના નાના ટ્રાફિક નિયમોનું પાલન કરીએ તો મોટા અકસ્માતોથી બચી શકીએ.કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને અનુરોધ કરતાં જેસીપી એન એન ચૌધરીએ કહ્યું હતું કે તમે તમારા સગા સંબંધી,પડોશીઓ કે વડીલોને નિયમોનું પાલન ન કરતા હોય તો તેમને નિયમોનું પાલન કરવા સમજાવજો,જે આપણા જીવન માટે સાારા છે.ટ્રાફિક નિયમો આપણી સુરક્ષા અને સલામતી માટે છે.
*બાળકોએ કરાવ્યા સ્વયંશિસ્તના દર્શન*
નિશાન સ્કુલના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બાળકોએ કાર્યક્રમમાં સ્વયંશિસ્તના દર્શન કરાવ્યા હતા.જે બાળકોએ ટ્રાફિક નિયમનનું પાલન કરવા વ્યક્ત કરેલી કટિબદ્ધતા નિહાળી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત તમામ લોકો પ્રભાવિત થયા હતા.કાર્યક્રમમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર,પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.દર શનિવારે અમદાવાદ શહેરની વિવિધ શાળાઓમાં એક નઈ સોચ કાર્યક્રમો યોજાશે. નિશાન સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટી જૈમિન પટેલ,ડાટરેક્ટર વિષ્ણુભાઈ પટેલ,આચાર્ય દિપીકા શર્મા,સંગીતા દેવડા સહિતના શિક્ષકોએ જેસીપી એન એન ચૌધરી,ડીસીપી નિતાબેન દેસાઈ,એસીપી એસ જે મોદીને બુકે તથા મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.