OTHERગુજરાત

મુખ્યમંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી .
I
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા

¤ *અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની ઝાંખી કરાવતી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી*
***********

ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી પ્રદાન કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યશ્રીઓ અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે સદાય કર્તવ્યરત રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીશ્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની ઝાંખી કરાવતી તૈયાર કરેલી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ભાજપ પ્રદેશ મહિલા મોરચાની ટીમ, બ્રહ્માકુમારી તેમજ અન્ય સંસ્થાની બહેનો, વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ, પ્રજ્ઞાચક્ષુ બહેનો, દિવ્યાંગ બહેનો સહિત મોટી સંખ્યામાં બહેનોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધીને આ પાવન પર્વની ઉજવણી કરી

Related posts

ઓઢવમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના

GUJARAT NEWS DESK TEAM

કેશોદ એરપોર્ટ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે

કોંગ્રેસની સડકથી લઇ સંસદ સુધીની લડાઈ : અમિત ચાવડા

પાઠ્યપુસ્તક સગે વગે કરવાનો કારસો ઝડપાયો

પ્રધાનમંત્રી ને ખાસ આમંત્રણ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment