OTHERગુજરાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થવા સીએમ અને પ્રદેશ અધ્યક્ષ દિલ્હી પ્રવાસે

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ૧૯ જાન્યુઆરીએ નામાંકન અને ૨૦ જાન્યુઆરીએ જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત ભાજપા અગ્રણીઓ બે દિવસના દિલ્હી પ્રવાસે
——-
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ૧૯ જાન્યુઆરીએ નામાંકન અને ૨૦ જાન્યુઆરીએ જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી સહિત ભાજપા અગ્રણીઓ બે દિવસના દિલ્હી પ્રવાસે જશે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે દિલ્હી ઉપસ્થિત રહેનાર આગેવાનોની સૂચિ નીચે મુજબ છે.
રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા માટે પ્રસ્તાવક તરીકે નિમ્નલિખિત મહાનુભાવો દિલ્હી જશે:
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ – માનનીય મુખ્યમંત્રીશ્રી, શ્રી સી. આર. પાટીલ – કેન્દ્રીય મંત્રીશ્રી તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, શ્રી મનસુખભાઈ માંડવિયા – કેન્દ્રીય મંત્રીશ્રી, શ્રીમતી નિમુબેન બાંભણિયા – કેન્દ્રીય મંત્રીશ્રી, શ્રી રાજેન્દ્રસિંહ રાણા – પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, શ્રી પરશોત્તમભાઈ રૂપાલા – સાંસદ તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, શ્રી જીતુભાઈ વાઘાણી – કેબિનેટ મંત્રી તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, શ્રી નિતીનભાઈ પટેલ – પૂર્વ ઉપમુખ્યમંત્રી, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા – પૂર્વ મંત્રી, શ્રી રાજનીભાઈ પટેલ – પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, શ્રી ભરતસિંહ પરમાર – પૂર્વ સાંસદ (રાજ્યસભા), શ્રી જયસિંહ ચૌહાણ – પૂર્વ સાંસદ (રાજ્યસભા), શ્રી વિનોદભાઈ ચાવડા – સાંસદ (લોકસભા), શ્રી જશવંતસિંહ ભાભોર – સાંસદ (લોકસભા), શ્રી શંભુપ્રસાદ ટુંડિયા – ધારાસભ્ય તથા એસ.સી. મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી, શ્રી વેલજીભાઈ માસાણી – ઓબીસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, શ્રી રતનસિંહ રાઠોડ – પૂર્વ સાંસદ (લોકસભા), શ્રીમતી માયાબેન કોડનાની – પૂર્વ ધારાસભ્ય, શ્રી જગદીશભાઈ પટેલ – પૂર્વ ધારાસભ્ય, શ્રીમતી અમીબેન પરીખ – જામનગરના પૂર્વ મેયર
રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા માટે વિશેષ આમંત્રિત સભ્યો તરીકે નિમ્નલિખિત મહાનુભાવો દિલ્હી જશે:
શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા – પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી, શ્રી રત્નાકરજી –  પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી, શ્રી આર. સી. ફળદુ – પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, શ્રી આઈ. કે. જાડેજા – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ, પૂર્વ પ્રદેશ પ્રવક્તા તથા પૂર્વ મંત્રી, શ્રીમતી દર્શનાબેન જરદોશ – પૂર્વ કેન્દ્રીય મંત્રી, શ્રી પ્રદિપસિંહ જાડેજા – પૂર્વ મંત્રી, શ્રીમતી ભાવનાબેન દવે – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પૂર્વ સાંસદ, શ્રીમતી જયશ્રીબેન પટેલ – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પૂર્વ સાંસદ, શ્રી સુરેન્દ્રભાઈ પટેલ – પૂર્વ પ્રદેશ કોષાધ્યક્ષ તથા પૂર્વ સાંસદ, શ્રી ગોરધનભાઈ ઝડફિયા – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પૂર્વ મંત્રી, શ્રી બાબુભાઈ જેબાલિયા – કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તથા કિસાન મોરચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, શ્રી ડો. પરિન્દુ કે. ભગત – પ્રદેશ કોષાધ્યક્ષ
અત્રે ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં પ્રતિનિધિત્વ માટે સ્વિટઝરલેન્ડના પ્રવાસે હોવાથી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા માટે દિલ્હી ખાતે ઉપસ્થિત નહિ રહે.

Related posts

અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

અનંત અંબાણીએ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી

GUJARAT NEWS DESK TEAM

ફિનોવેટ હેક 2025: નાણાકીય ટેકનોલોજીનેસ્માર્ટ બનાવતી હકેથોનનું સફળ આયોજન

GUJARAT NEWS DESK TEAM

સોમનાથ નાતાલના મીની વેકેશનમાં સોમનાથમાં પ્રવાસીઓ ઉમટ્યા

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રીનુ મહાનગરોને વિકાસ વિઝનનો રોડમેપ તૈયાર કરવા આહ્વાન

Leave a Comment