અમદાવાદ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અને “આંતરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025” અંતર્ગત આત્મનિર્ભર ભારત જન આભાર કાર્યક્રમ યોજાયો.___
રેકોર્ડ તો અનેક થાય પરંતુ ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર “આભાર મોદીજી” પોસ્ટકાર્ડનો વર્લ્ડ રેકોર્ડ ગુજરાત માટે ગૌરવની વાત છે.
___
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ અમદાવાદ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અને “આંતરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025” અંતર્ગત આત્મનિર્ભર ભારત જન આભાર કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં રાજયમાં છેલ્લા 24 વર્ષમા થયેલા વિકાસના કાર્યો તેમજ રાજયના 75 લાખથી વધુ નાગરિકો અને ખેડૂતોએ,પશુપાલક ભાઇ-બહેનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યકત કરતા પત્ર લખ્યા છે. રેકોર્ડ અનેક થાય પરંતુ ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર “આભાર મોદીજી” પોસ્ટકાર્ડનો વર્લ્ડ રેકોર્ડ ગુજરાત માટે ગૌરવની વાત છે. ગુજરાતના સહકારી આગેવાનો દ્વારા અને ગુજરાતની લગભગ ૨૬ હજાર મંડળીઓ દ્વારા, ૧૨ હજાર ગામડાઓમાં, ૫.૫ લાખ કોલેજના યુવાનો દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ પૈકી ૧ લાખથી પણ વધારે બાળકો દ્વારા આભાર મોદીજીના પોસ્ટ કાર્ડ લખ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ કરી અને GST ઘટાડયો અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સેવ્યું છે તે બદલ કુલ મળીને ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજારથી પણ વધારે કાર્ડ “આભાર મોદીજી”ના પોસ્ટ કાર્ડ લખાયા છે.