OTHERબિઝનેસ

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની

સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

અમદાવાદ, ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૫: મુંબઈની વીજ વિતરણ પાંખ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ. એ ૧૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ જારી કરાયેલ USD ૩૦૦ મિલિયન ૩.૮૬૭%ની સિનિયર સિક્યોર્ડ નોટ્સ નો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે  ૨૦૩૧માં ડ્યુ થતી તેની USD ૩૦ કરોડની ૩.૮૬૭%ની સિનિયર સિક્યોર્ડ નોટ્સમાંથી USD ૪૪.૬૬૧ મિલિયન રીપરચેજ કરી અને તેને રદ કરી છે. કંપનીએ આંતરિક રોકડ પ્રવાહ દ્વારા પુરા પાડવામાં આવેલા ભંડોળમાંથી બાયબેક કરતા બાકી મુદ્દલ USD ૨૫૫.૩૩૯ મિલિયન સુધી ઘટાડી છે.

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.નું આ પગલું તેની ​​ચાલુ મૂડી વ્યવસ્થાપન યોજનાનો એક ભાગ છે. અગાઉ, કંપનીએ નવેમ્બર 2023માં USD 120 મિલિયનની ટેન્ડર ઓફર પૂર્ણ કરી હતી, અને જૂન 2025 માં USD 49.5 મિલિયનની ઓપન માર્કેટ રિપરચેઝ કરી તેની 3.949%ની USD 1,000 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ 2030માં ડ્યુ હેઠળ પૂર્ણ કરી હતી. આ નાણાકીય પ્રક્રિયાઓ કંપનીની ​​મજબૂત રોકડ ઉત્પાદન અને નાણાકીય સુગમતાની ઝાંખી કરાવે છે.

કંપની બજારની સ્થિતિને આધીન રહી વધુ જવાબદારીભર્યા વ્યવસ્થાપન આયામો પર વિચાર કરવા સાથે પાકતી અવધિ દરમિયાન બાકી દેવું નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

આ ઘોષણા સિક્યોરિટીઝ વેચવા અથવા ખરીદવાની ઓફર નથી.

Related posts

પ્રભાવક પ્રતિભાવ સાથે ટીટીએફ સંપન્ન

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

GUJARAT NEWS DESK TEAM

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન  

GUJARAT NEWS DESK TEAM

અસામાજીક તત્વોને કડક હાથે ડામી દોઃ મુખ્યમંત્રી

એચડીએફસી બેંકે નાગરિકોને એપીકે ફ્રોડ સામે સાવધાન કરવા માટે એક મહત્ત્વનો મેસેજ શૅર કર્યો

GUJARAT NEWS DESK TEAM

લોકોને રંજાડતા-કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા મુખ્યમંત્રીની તંત્રને તાકિદ

Leave a Comment