
અખબારો જોગ નિવેદન
અદાણી ગૃપ અને ચીનની કંપનીઓ BYD અને બેઇજીંગ વેલીઓન ન્યુ એનર્જી ટેકનોલોજી વચ્ચે એક
જોડાણ થયું હોવાનો નિર્દેશ કરતા તા.૪થી ઓગસ્ટ ૨૦૨૫ના બ્લુમબર્ગના અહેવાલને અમે સ્પષ્ટ રીતે
રદીયો આપીએ છીએ. આ અહેવાલ આધારહિન,અસ્પષ્ટ અને ગેરમાર્ગે દોરનારો છે
ભારતમાં બેટરી ઉત્પાદન માટે અદાણી સમૂહ BYD સાથે સહયોગ કરવા કોઈપણ પ્રકારની શક્યતા તપાસી
રહ્યું નથી. તે જ પ્રમાણે બેઇજીંગ વેલીઓન ન્યુ એનર્જી ટેકનોલોજી સાથે કોઈ પ્રકારની ભાગીદારી માટે અમે
કોઈપણ વાટાઘાટો સાથે સંકળાયેલા નથી.
…….
પ્રવક્તા- અદાણી સમૂહ