ગુજરાત

બનાસકાંઠાના ચડોતર, પાલનપુર ખાતે AAPની ખેડૂત મહાપંચાયતમાં હજારો ખેડૂતોની હાજરી વચ્ચે આમ આદમી પાર્ટનો હુંકાર

AAP નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, મનોજ સોરઠીયા સહિતના પ્રદેશ નેતાઓએ કિસાન મહાપંચાયતમાં હાજરી આપી
ખેડૂત આગેવાન અમરાભાઇ અને વિસ્તારના ખેડૂતોએ ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાનું પારંપરિક સાફો પહેરાવી સન્માન કર્યું
પશુપાલકોને દૂધના પૂરતા ભાવ નથી મળતા, AAP આવશે તો બનાસ ડેરી લીટરએ ₹10નો વધારો કરી આપશે, એની હું ખાતરી આપું છું: ઈસુદાન ગઢવી
ભાજપે વિવિધ સમાજના આગેવાનોને વિવિધ કોન્ટ્રાક્ટ આપીને પોતાના દલાલ બનાવી દીધા છે: ઈસુદાન ગઢવી
AAPએ તમને તમારા માટે લાઠી ખાય એવા નેતાઓ આપ્યા છે એટલે હવે તમારે જાગી જવાની જરૂર છે: ઈસુદાન ગઢવી
એક વાર AAPને લાવો હું તમને ખાતરી આપું છું 2032માં અમે તમારી પાસે મત માંગવા આવીશું ત્યારે તમે પણ ફોરવ્હીલ લઈને આવશો : ઈસુદાન ગઢવી
સરકારે 15 વર્ષ જૂની ગાડી નહીં ચલાવવાનો નિયમ કાઢ્યો છે પરંતુ આપણે 30 વર્ષ જૂની સરકાર ચલાવી રહ્યા છીએ : ઈસુદાન ગઢવી
મંત્રીઓ ભાજપનો પટ્ટો પહેરીને બેઠા હશે ત્યાં સુધી સમસ્યાઓ દૂર થશે નહીં: ઈસુદાન ગઢવી
ભાજપ તમારા બાળકોને સારા શિક્ષકો, સારું શિક્ષણ નથી આપતું છતાં વાલીઓ જ્યારે કમળનું બટન દબાવે ત્યારે અમને દુઃખ થાય છે : ઈસુદાન ગઢવી
જે ખેડૂતો ઉપર ભાજપ ગોળીઓ વરસાવે એ જ ખેડૂતનો પરિવાર ડરીને ભાજપને મત આપે ત્યારે દુઃખ થાય છે : ઈસુદાન ગઢવી
દર મહિને પહેલી તારીખે અમારી ગરીબ માતા-બહેનો દીકરીઓના ખાતામાં પણ રૂપિયા આવે એવું અમારુ સપનું છે : ઈસુદાન ગઢવી
30 વર્ષથી સત્તામાં બેસેલી સરકારને જો તમે પ્રશ્ન પૂછ્યા હોત તો આજે અમારે રાજનીતિમાં આવવાની જરૂર પડી હોત નહીં: ઈસુદાન ગઢવી
ખેડૂતોને ખાતર મળતું નથી પરંતુ ફોન કરો તો દારૂની હોમ ડિલિવરી થઈ જાય છે: ગોપાલ ઇટાલીયા
કમરનો પટ્ટો કમરમાંથી કાઢીને ગળામાં પહેરીને હર્ષ સંઘવીના ટોમી બની જશો તો આ પટ્ટા ઉતરશે: ગોપાલ ઇટાલીયા
સરકાર આપણને ગુલામ બનાવવા માટે સરકારી તંત્રનો ઉપયોગ કરે છે: ગોપાલ ઇટાલીયા
મતદાનના દિવસે પ્રજાને કોઈ પ્રશ્નો યાદ રહેતા નથી એ ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે:  ગોપાલ ઇટાલીયા
યુવાનોને અપીલ – AAPમાં જોડાઓ અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઊભા રહો અને ગુજરાતને નવું અને યુવા નેતૃત્વ પૂરું પાડો: ગોપાલ ઇટાલીયા
જો લાચારીવાળું જીવન જીવવું હોય તો ભાજપમાં જોડાઓ અને જો સ્વાભિમાનવાળું જીવન જીવવું હોય તો AAPમાં જોડાઓ: ગોપાલ ઇટાલીયા
અમે ભાજપમાં જોડાવાવાળા લોકો નથી, અમે ભાજપને તોડવાવાળા લોકો છીએ: ચૈતર વસાવા
પ્રજાના ટેક્સના પૈસેથી ભાજપે દરેક જિલ્લામાં 7 સ્ટાર કમલમ બનાવ્યા: ચૈતર વસાવા
સૌરાષ્ટ્રમાં વિસાવદરથી અને આદિવાસી વિસ્તારમાં ડેડીયાપાડાથી પ્રજાએ ભાજપને જાકારો આપવાની શરૂઆત કરી દીધી છે: ચૈતર વસાવા
આવનારા સમયમાં ભાજપના નેતાઓ પોલીસના સહારા વગર ગામમાં ઘુસી પણ નહીં શકે એટલો લોકોમાં આક્રોશ છે: ચૈતર વસાવા
કડદા આંદોલનથી ગુજરાતની જનતા જાગી જશે એવા ડરથી ભાજપે આંદોલનને કચડવાની કોશિશ કરી: મનોજ સોરઠીયા
ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જે પાર્ટી સત્તામાં છે તે ગામડા વિરોધી, ખેતી વિરોધી અને ખેડૂત વિરોધી છે: મનોજ સોરઠીયા
ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું, ખેડૂતોના અવાજને બુલંદ બનાવવાનું કામ AAPએ કર્યું છે: મનોજ સોરઠીયા
બોટાદથી શરૂ થયેલું આંદોલન બનાસકાંઠા સુધી પહોંચ્યું છે: મનોજ સોરઠીયા
આજે ગુજરાતની જનતાને વિકલ્પ તરીકે પોતાની એક પાર્ટી મળી છે જે છે “આમ આદમી પાર્ટી”: મનોજ સોરઠીયા
આ કિસાન મહાપંચાયત આપણા અવાજને બુલંદ કરવાનું, આપણા ભવિષ્યને ઉજ્જવળ કરવાનું એક માધ્યમ છે: મનોજ સોરઠીયા
AAPનું યુવા નેતૃત્વ ગુજરાતના લોકોની ચિંતામાં છે અને જનતાને પીડામાંથી મુક્ત કરાવવા માંગે છે: મનોજ સોરઠીયા
રાજ્યમાં ઉત્તર-દક્ષિણ, સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો સાથે અન્યાય અને શોષણ થાય છે: મનોજ સોરઠીયા
અમદાવાદ/બનાસકાંઠા/ગુજરાત
ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતો ન્યાય અપાવવાના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર ડાઈવે પર ચડોતર, પાલનપુર ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, રાષ્ટ્રીય નેતા અને ઉત્તર ઝોન પ્રભારી રાજેશ શર્મા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ, પ્રભારી ઉત્તર ઝોન બીપીન ગામેતી, કાર્યકારી પ્રમુખ ઉત્તર ઝોન ડૉ.રમેશ પટેલ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભીખાભાઈ કોરાટ, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, AAP નેતા વિજય દવે, સુરેશ દેવડા, રાજકરણ ઠાકોર, માફા પટેલ, ભુરાજી ગોહિલ, નવીન પટેલ, સરફરાજ ઘસુરા, પાટણના AAP નેતા બાબુજી ઠાકોર, પ્રભાત સોલંકી, મહેસાણાના AAP નેતા જયદેવ ચાવડા, વડગામના AAP નેતા અયુબભાઈ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી. સાથે સાથે આ કિસાન મહાપંચાયતમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કિસાન મહાપંચાયતમાં સંબોધતા કહ્યું હતું કે, આટલા તડકામાં પણ તમે આ સભામાં બેઠા છો એના પરથી સાબિત થાય છે કે ભાજપના મૂળિયા હવે ઉખડી ગયા છે. ભાજપ એ 30 વર્ષ સુધી આપણને લૂંટવાનું કામ કર્યું છે. આજે પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળતા નથી, આમ આદમી પાર્ટી આવશે તો બનાસ ડેરીમાં લીટરએ ₹10 નો વધારો કરી આપશે એની હું ખાતરી આપું છું. ઉત્તર ગુજરાતના પશુપાલકો જ્યારે ભાવ વધારવા માટે જાય ત્યારે તેમની ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે. આપણે ભાજપને આંધળો મત આપીએ છીએ એનું આ પરિણામ છે. અમેરિકાના ખેડૂતોને અમેરિકાની સરકાર વર્ષે 54 લાખની સબસીડી આપે છે અને આપણી સરકાર આપણને બાબાજીનું ઠુલ્લુ આપે છે એટલા માટે આપણે ગરીબ છીએ. બિહારની મહિલાઓના ખાતામાં નરેન્દ્ર મોદીએ ₹10,000 નાખ્યા છે પરંતુ અહીંયા મહિલાઓના ખાતામાં આવ્યા નથી. ભાજપ વાળા મને કહે છે કે ઈસુદાન ભાઈ તમે ગમે તેટલી રાડો પાડો પરંતુ બનાસકાંઠાના ખેડૂતો, મજૂરો, મહિલાઓ અમને જ મત આપશે કારણ કે, અમે સમાજના જે મજબૂત આગેવાનો છે તેમને રોડના, બ્રીજના, દૂધ મંડળીઓના, ટેકાના ભાવે મગફળી ખરીદવાના કોન્ટ્રાક્ટ આપીને અમારા દલાલ બનાવી દીધા છે અને એ સમાજના આગેવાનોના કારણે બનાસકાંઠાના ખેડૂતો ભોળવાઈ જાય છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ તમારા બાળકોને સારા શિક્ષકો અને સારું શિક્ષણ નહીં આપે પરંતુ એ જ બાળકોના વાલીઓ જ્યારે ભાજપનું કમળનું બટન દબાવીને આવે છે ત્યારે અમને દુઃખ થાય છે. 20 વર્ષ પહેલા બનાસકાંઠાના ખેતરોમાં હરિયાળી હતી. આજે 1000 ફૂટ સુધી પણ પાણી નથી છતાં પણ એ બનાસકાંઠાના ખેડૂતો ભાજપને મત આપીને આવે છે ત્યારે દુઃખ થાય છે. જે ખેડૂતો ઉપર ભાજપ ગોળીઓ વરસાવે એ જ ખેડૂતનો પરિવાર ડરીને ભાજપને મત આપે ત્યારે દુઃખ થાય છે. આપણે એટલા માટે ગરીબ છીએ કારણ કે આપણે 30 વર્ષથી એક જ સરકારને મત આપીએ છીએ. તમે બધા નક્કી કરી લો ભાજપને એક વાર કાઢો અને ઝાડું ને લાવો, હું તમને ખાતરી આપું છું કે બીજા પાંચ વર્ષ પછી જ્યારે 2032માં અમે તમારી પાસે મત માંગવા આવીશું ત્યારે તમે પણ ફોરવ્હીલ લઈને આવશો એવી હું ખાતરી આપું છું. એના માટે તમારે સરકાર બદલવી પડશે. સરકારે હવે નવો નિયમ કાઢ્યો છે કે 15 વર્ષ જૂની ગાડી નહીં ચલાવવાની પરંતુ આપણે 30 વર્ષ જૂની સરકાર ચલાવી રહ્યા છીએ. હવે તો આપણને શરમ આવવી જોઈએ. આજે આપણે જાગવાની અને સમજવાની જરૂર છે. જ્યાં સુધી મંત્રીઓ-મુખ્યમંત્રીઓ ભાજપનો પટ્ટો પહેરીને બેઠા હશે ત્યાં સુધી સમસ્યાઓ દૂર થશે નહીં કારણ કે તે તમામ પનોતી છે. ભાજપના નેતાઓમાં રાવણની આત્મા ઘૂસી ગઈ છે. જ્યારે ભાજપના નેતાઓના બેઠા હશે ત્યારે તેમાં એક બુટલેગર, એક બળાત્કારી, એક ભ્રષ્ટાચારી હશે. જ્યારે આમ આદમી પાર્ટીએ તમને તમારા માટે લાઠી ખાય એવા નેતાઓ આપ્યા છે એટલે હવે તમારે જાગી જવાની જરૂર છે.
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મારું સપનું છે કે આપણી માતા બહેન દીકરીઓના બેન્ક એકાઉન્ટ ખુલ્યા હોય જેવી રીતે દર મહિને પહેલી તારીખે કર્મચારીઓના ખાતામાં પગાર આવે તેવી જ રીતે અમારી ગરીબ માતા-બહેનો દીકરીઓના ખાતામાં પણ રૂપિયા આવે. જ્યારે દીકરી માતાના ઘરે આવે છે ત્યારે તે દીકરીને પૈસા આપવાની મા…

Related posts

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

દિવાળીમાં જીએસટીમાં રાહત …મોદી

GUJARAT NEWS DESK TEAM

પાકિસ્તાનની ગતિશીલતાને સમજવા પર ઓનલાઈન સર્ટિફિકેટ પ્રોગ્રામ

GUJARAT NEWS DESK TEAM

હિંમતનગરમાં વિકાસના નામે હુડા ખેડુતોની જમીન હડપવાનો પ્રયાસ કરી રહી છે :  અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં આધુનિક સેવાનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

વિશ્વ સિંહ દિવસની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment