ભારતનું મેરીટાઇમ પાવરહાઉસ અદાણી મુન્દ્રા બંદર વિશ્વસ્તરે ઝળહળ્યું
ભારતના ખાનગી બંદરોમાં પ્રથમ અને દેશનું મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર

- ભારતના મુખ્ય ખાનગી ક્ષેત્રના બંદરોમાં મુન્દ્રાને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો.
- બંદરના બર્થ ઉપયોગમાં વૈશ્વિક સ્તરે મુંદ્રાને ચોથા ક્રમે.
- અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) મુન્દ્રા પોર્ટે પ્રતિષ્ઠિત DNV – મેનન ઇકોનોમિક્સના લીડિંગ કન્ટેનર પોર્ટ્સ (LCP) રિપોર્ટમાં વિશ્વસ્તરે 20મું સ્થાન
- વિશ્વભરના 160 બંદરોના મૂલ્યાંકનમાં મુંદ્રા પોર્ટની કામગીરીએ નવા ધોરણો સ્થાપિત કર્યા
ભારતની આંતરરાષ્ટ્રીય વેપારમાં મુખ્ય પોર્ટ તરીકે મુન્દ્રા હવે વૈશ્વિક મંચ પર મેરીટાઈમ પાવરહાઉસ તરીકે સ્થાપિત થઈ ગયું છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) મુન્દ્રા પોર્ટે પ્રતિષ્ઠિત DNV – મેનન ઇકોનોમિક્સના લીડિંગ કન્ટેનર પોર્ટ્સ (LCP) રિપોર્ટમાં વિશ્વસ્તરે 20મું સ્થાન મેળવીને એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના મુખ્ય ખાનગી ક્ષેત્રના બંદરોમાં મુન્દ્રાને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે, જે તેની શ્રેષ્ઠ કામગીરીનું ઝળહળતું ઉદાહરણ છે.
ઉદ્યોગ અગ્રણીઓ DNV – મેનન ઇકોનોમિક્સના સંયુક્ત રિપોર્ટમાં વિશ્વભરના 160 બંદરોના મૂલ્યાંકનમાં મુંદ્રા પોર્ટની કામગીરીએ નવા ધોરણો સ્થાપિત કર્યા છે. વૈશ્વિક મંચ પર મુંદ્રા પોર્ટની સિદ્ધિઓ નોંધપાત્ર છે. શિપિંગ કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ માપદંડ એવા બંદરના બર્થ ઉપયોગમાં વૈશ્વિક સ્તરે મુંદ્રાને ચોથા ક્રમે રાખવામાં આવ્યું, જે તેની કાર્યક્ષમતા, વ્યવસ્થાપન અને વિશ્વસનીય ટર્નઅરાઉન્ડ સમયની ખાતરી કરે છે. મુન્દ્રા પોર્ટની વ્યાપક કનેક્ટિવિટી તેની ભારતના એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકેની સ્થિતિ વધુ મજબૂત બનાવે છે.
મુંદ્રા પોર્ટ કાર્યક્ષમતા, કનેક્ટિવિટી અને પર્યાવરણીય દેખરેખમાં સતત નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. આ રિપોર્ટમાં મુન્દ્રા બંદરને વૃદ્ધિ દરની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે 9મું સ્થાન આપવામાં આવ્યું છે, જે વિસ્તરણ અને વધતા વેપાર માટે મજબૂત ભવિષ્યની સંભાવનાઓનો સંકેત આપે છે. ટકાઉપણું મુન્દ્રા પોર્ટના સંચાલનમાં કેન્દ્રિય સ્થાને રહ્યું છે, જે ગ્રીન ઓપરેશન્સ અને આબોહવા લક્ષ્યો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને તે ઉજાગર કરે છે. ગુજરાતના દરિયાકાંઠે મુંદ્રા પોર્ટ બાયો-ડાઈવર્સીટીને પણ પ્રોત્સાહન આપે છે.
આ વૈશ્વિક માન્યતા APSEZ મુન્દ્રા પોર્ટની ટેકનોલોજી, ટકાઉપણું અને ગ્રાહકોને પ્રાથમિકતા આપવાના અભિગમને ઉજાગર કરે છે. મુન્દ્રા ફક્ત કાર્ગો હેન્ડલીંગમાં જ નહીં, પણ વૈશ્વિક દરિયાઈ નકશામાં ભારતના ઉદયને વેગ આપે છે. અગાઉ પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ડિયા મેરીટાઇમ વીકમાં મુંદ્રા પોર્ટને પ્રતિષ્ઠિત ઇન્ડિયા મેરીટાઇમ વીકમાં પોર્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મુન્દ્રા મોડેલને 2070 સુધીમાં ભારતના નેટ-ઝીરો લક્ષ્યો સાથે સંરેખિત કરવાનું લક્ષ્ય રાખતા અન્ય બંદરો માટે પણ પ્રેરણાદાયક ગણવામાં આવ્યું હતું.