જો ભારત જાદુઈ હોત તો?” થીમ પર કનોરિયા આર્ટ સેન્ટર ખાતે બાળકોનું ચિત્ર પ્રદર્શન યોજાયું

“માસ્ટ્રોઝ ઓફ ટુમોરો ૪.૦” ચિત્ર પ્રદર્શનમાં જોવા મળી બાળકોની જાદુઈ દ્રષ્ટિ
અમદાવાદ, ૮ નવેમ્બર, ૨૦૨૫ – આર્ટ એલિક્સિરની બહુપ્રતિક્ષિત ચિત્ર પ્રદર્શનની ચોથી આવૃત્તિ, “માસ્ટ્રોઝ ઓફ ટુમોરો ૪.૦”, આજે કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, CEPT કેમ્પસ ખાતે જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ હતી. આ પ્રદર્શનમાં ૬ થી ૧૩ વર્ષના બાળકોની અસાધારણ અને અસીમ સર્જનાત્મકતા “જો ભારત જાદુઈ હોત તો?” (What if INDIA was MAGIC?) થીમ પર પ્રદર્શિત કરવામાં આવી હતી.
ગેલેરીની દીવાલો કલ્પના અને સર્જનાત્મક રંગોથી જીવંત બની હતી, જેમાં ભારતને એક અદભૂત ભૂમિમાં પરિવર્તિત કરતી કૃતિઓ રજૂ કરાઈ હતી. મુલાકાતીઓએ જાદુઈ શહેરોથી લઈને સ્વપ્નશીલ લેન્ડસ્કેપ્સ સુધી બધું જ માણ્યું હતું, જે બધું બાળકોના નિષ્પક્ષ અને શુદ્ધ દ્રષ્ટિકોણથી જન્મેલું હતું.
આ પ્રદર્શન ક્યુરેટ કરનાર રોશની શાહે જણાવ્યું હતું કે આ માત્ર એક કલા પ્રદર્શન નથી, પરંતુ તે બાળકોની નિખાલસ સર્જનાત્મકતાનું પ્રદર્શન હતું.