ગુજરાત

વૈભવ લક્ષ્મી માતાજીને અન્નકુટ ધરાવાયો

  • શ્રી વૈભવ લક્ષ્મી મંદિરે છપ્પન ભોગનો અન્નકુટ ધરાવાયો      


અમદાવાદ, તા. 5 નવેમ્બર 2025 : આજે કારતક સુદ પૂનમ અને દેવદિવાળી હોવાથી, થલતેજ ખાતે આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે મા લક્ષ્મીને છપ્પન ભોગનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં માતાજીને ભાવિક ભક્તો દ્વારા વિવિધ ૫૬ પ્રકારના મિષ્ટાન અને વિવિધ ૫૬ પ્રકારના ફરસાણ ધરાવવામાં આવ્યા હતાં. આ મંદિર ખાતે છેલ્લા ૨૬ વર્ષથી દેવદિવાળીના દિવસે શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને છપ્પન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવે છે. માતાજીને ધરાવવામાં આવેલા ભવ્ય અન્નકુટના દર્શાનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
મંદિરના પૂજારીએ દેવદિવાળીના દિવસે શ્રી વૈભવ લક્ષ્મીમાતાજીને છપ્પન ભોગનો અન્નકુટ ધરાવવાના મહાત્મયની જાણકારી આપતા જણાવ્યું હતું કે, સમુદ્રમંથન વખતે તેમાંથી વૈભવલક્ષ્મી, અધિલક્ષ્મી, વિજ્યાલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિરલક્ષ્મી અને ઐશ્વર્યલક્ષ્મી એમ અષ્ટલક્ષ્મી પ્રગટ થયા હતા. આ અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા દેવો અને દાનવોએ વિવિધ ફળફળાદિ અને પકવાનોનો નૈવેધ ધરાવ્યો હતો. ત્યારથી સમગ્ર દેશમાં દેવદિવાળીના દિવસે લક્ષ્મી માતાના વિવિધ મંદિરોમાં છપ્પન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
જીજ્ઞેશ ઠાકર ૯૮૭૯૨ ૩૨૧૯૦

Related posts

ભરૂચની જામા મસ્જિદ વિવાદમાં સંત સમાજે કાઢી રેલી

ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરી

રાજભવન માંથી પીએમ નરેન્દ્ર મોદીએ વિદાય લીધી

GUJARAT NEWS DESK TEAM

બગોદરા સામૂહિક આત્મહત્યા મામલે આપે ન્યાયની માગણી કરી

IIM અમદાવાદ અને નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા દ્વારા સ્થૂળતા સંભાળ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા ભાગીદારી કરી

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રીનુ મહાનગરોને વિકાસ વિઝનનો રોડમેપ તૈયાર કરવા આહ્વાન

Leave a Comment