ગુજરાત

શું આ રીતે ભણશે ગુજરાતઃહેમાંગ રાવલ

શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો નબળી ગુણવત્તા ધરાવતા રાજ્યોમાં સમાવેશ

 નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે દરેક શાળા દીઠ બે શિક્ષકોને શાળાનું કાર્ય બંધ રાખીને હાજર થવા ફરમાન, પુસ્તકથી સ્વાગતની આશા, પરંતુ શિક્ષણ પ્રત્યે નિરાશા! : હેમાંગ રાવલ

  • ‘પરખ’ (PARAKH) સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ-10 પરફોર્મિંગ સ્ટેટ્સ)ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં થયો છે. શું આ રીતે ભણશે ગુજરાત ?:

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ‘પરખ’ (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે.

સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ-10 પરફોર્મિંગ સ્ટેટ્સ)ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં થયો છે.

એક તરફ ગુજરાતમાં 2022 માં એક શિક્ષકથી ચાલતી શાળા 700 થી વધારે હતી જ્યારે 2024 માં તે 1400થી વધારે થઈ ગઈ છે સાથે સાથે 32000 શિક્ષકોની ઘટ છે શાળામાં પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા નથી શાળાનું શિક્ષણ કથળી રહ્યું છે, રિઝલ્ટ બગડી રહ્યું છે શિક્ષકોને અન્ય જવાબદારીઓ તો વર્ષોથી આપવામાં આવે જ છે તેના કારણે તેમનો 80% થી વધુ કાર્યનો સમય શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાં લાગેલો રહે છે પરંતુ તે સિવાય છેલ્લા એક વર્ષથી સમગ્ર રાજ્યના શિક્ષણ ખાતાના અધિકારી ભાજપના દલાલ બનીને કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નિકોલમાં આવ્યા હતા ત્યારે પણ શિક્ષણ અધિકારીએ અધિકૃત ફોર્મ બહાર પાડીને ચાલુ શાળાએ શાળામાં રજા પાડીને પણ વિદ્યાર્થીઓનું ભણવાનું બગડે તો ભલે બગડે તેવું સ્પષ્ટ કહીને પણ નરેન્દ્ર મોદીની સભામાં ભીડ ભેગી કરવા શિક્ષકોનો ઉપયોગ અધિકૃત રીતે કરવામાં આવેલો હતો.

તાજેતરમાં જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આરૂઢ થયા છે તેમનો સ્વાગત સમારોહ તારીખ 17 ઓક્ટોબર 2025 ના રોજ રાખવામાં આવેલ છે, તેમાં પણ શહેરના deo એ ભાજપને વ્હાલા થવા દરેક શાળામાંથી બે શિક્ષકોને આવવા માટે ફરમાન કર્યું છે અને તેના માટે અતિકૃત google ફોર્મ પણ બહાર પાડેલ છે.

એક તરફ જગદીશ વિશ્વકર્મા એમ કહે છે કે મને કોઈ ભેટ તરીકે પુષ્પગુછ આપવા નહીં પરંતુ પુસ્તકો આપવા. બીજી તરફ શૈક્ષણિક કાર્ય રોકીને શિક્ષકોને તેમના સન્માન સમારંભમાં ફરજિયાત ગેરકાયદેસર રીતે બોલાવીને વિદ્યાર્થીઓ જોડેથી પુસ્તકો છીનવવા જેવું કૃત્ય થઈ રહ્યું છે

ગુજરાતના શિક્ષકો અન્ય કાર્ય કરે છે તેનું લિસ્ટ

1. શિક્ષકોને ભણાવવાને બદલે બીએલઓ તેમજ સુપરવાઇઝરની કામગીરી સોંપવામાં આવે છે.
2. એક પેડ મા કે નામ અંતર્ગત શિક્ષકો બાળકોના માતા સાથે ના ફોટા પાડી અપલોડ કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની કામગીરીમાં વ્યસ્ત છે.
3. સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય ફોટા પાડી રજીસ્ટ્રેશનમાં વ્યસ્ત છે.
4. વિકસિત ભારત બિલ્ડથોન ૨૦૨૫ કાર્યક્રમના અમલીકરણમાં વ્યસ્ત.
5. કલા ઉત્સવ તૈયારીમાં વ્યસ્ત.
6. બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વ્યસ્ત.
7. ગ્રાન્ટ વપરાશ તેમજ PFMS કરવામાં વ્યસ્ત.
8. રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ અંતર્ગત નાટકો ગ્રામજનોને જાગૃત કરવા વગેરે જેવી બાબતોમાં વ્યસ્ત.
9. CTS અપડેશન કામગીરી માં વ્યસ્ત.
10. UDISE+ કામગીરી માં વ્યસ્ત.
11. અપાર ID બનાવવામાં વ્યસ્ત.
12. ખેલ મહાકુંભની એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
13. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ કરવામાં આવ્યા.
14. ટ્વિનિંગ કાર્યક્રમ કરવામાં વ્યસ્ત.
15. રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન તેમજ શહેર એક્ઝિબિશન કાર્યક્રમ કરવામાં વ્યસ્ત.
16. દીક્ષા પોર્ટલ પર તાલીમ લેવામાં વ્યસ્ત.
17. તાલુકા લેવલ વિષય ની તાલીમ લેવામાં વ્યસ્ત.
18. સ્વછતા હી સેવા કાર્યક્રમ અમલીકરણ અંતર્ગત વ્યસ્ત.
19. સ્વછતા પખવાડિયું ઉજવવામાં વ્યસ્ત.
20. શિષ્યવૃતિ ની ડિજિટલ ગુજરાત અંતર્ગત કામગીરી કરવામાં વ્યસ્ત
21. ઓનલાઈન તેમજ ઓફલાઈન હાજરી પૂરવામાં વ્યસ્ત.
22. રોજનીશી, પત્રક A B C એનલાઈન તેમજ ઓફલાઈન એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
23. ત્રિમાસિક કસોટી લઈ પેપર ચેક કરવામાં વ્યસ્ત.
24. એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત 75 રૂપિયામાં તજજ્ઞ ને આમંત્રણ આપી તાસ યોજી 50 રૂપિયાની શૈક્ષણિક કીટ લઈ PFMS કરી UTC હાડકોપી પહોંચાડવામાં વ્યસ્ત.
25. સમૃદ્ધિ કાર્યક્રમ ની એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
26. CET NMMS CGMS PSE વગેરે પરીક્ષા ફોર્મ ની એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
27. નેશનમ સ્પોર્ટ્સ ડે ની ઊજવણી કરવામાં વ્યસ્ત.
28. SMC ની મિટિંગ એજન્ડા ફોટા ભાવ પત્રક વગેરે નિભાવમાં વ્યસ્ત.
29. વિદ્યાંજલી પોર્ટલ માં એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
30. વિશ્વ સિંહ દિન ઉજવણી કરવામાં વ્યસ્ત.
31. સંસ્કૃત સપ્તાહ ઉજવણી માં વ્યસ્ત.
32. 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી ઉજવણી તૈયારી માં વ્યસ્ત.
33. SBI, ICICI, BOB, SMC EDUCATION PRINCIPAL વગેરે ખાતા ખોલવી રેકર્ડ નિભાવવામાં વ્યસ્ત.
34. ઇન્સ્પાયર એવોર્ડ રજીસ્ટ્રેશન માં વ્યસ્ત.
35. વિદ્યાર્થીની ઈ કેવાયસી કામગીરી કરવામાં વ્યસ્ત.
36. શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરવા સંદર્ભે આયોજનમાં વ્યસ્ત.
37. નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ માં વ્યસ્ત.
38. પૂર્ણ યોજના તેમજ વિવિધ યોજના અંતર્ગત પુનઃ પ્રવેશ કરવામા વ્યસ્ત..
39. શાળા બહારના બાળકોનો સર્વે કરવામાં વ્યસ્ત.
40. શાળાએ ન આવતા બાળકોના વાલી સંપર્ક કરવા માં વ્યસ્ત.
41. શાળા બહારના બાળકોને પુનઃ પ્રવેશ આપવા સંદર્ભે વાલીઓને કન્વિન્સ કરાવવામાં વ્યસ્ત.
42. SIC સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ કામગીરીમાં વ્યસ્ત.
43. યોગ દિવસની ઉજવણીમાં વ્યસ્ત.
44. વિદ્યાંજલિ કાર્યક્રમ અંતર્ગત સમાજની સહભાગીતા વધારવા માટે મીટીંગ તેમજ વાલીઓને કન્વીન્સ કરવામાં વ્યસ્ત.
45. હર હર તિરંગા કાર્યક્રમમાં વ્યસ્ત.
46. ઈકો ક્લબ પ્રવૃત્તિમાં વ્યસ્ત.
47. સ્કૂલ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માં વ્યસ્ત.
48. ઈ ખેલ પાઠશાલા ખેલો ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કરવામાં વ્યસ્ત.
49. કર્મયોગી બોટલ પર એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
50. એસ એ એસ પોર્ટલ પર બિલ બનાવવામાં વ્યસ્ત.
51. બેસ્લાઈન એસેમેન્ટ કરવામાં વ્યસ્ત.
52. સક્ષમ શાળા એન્ટ્રી કરવામાં વ્યસ્ત.
53. વિવિધ VC તેમજ લાઇવ ટેલિકાસ્ટ નિહાળવામાં વ્યસ્ત.
54. મધ્યાન ભોજન ની ઓનલાઇન ડેટા એન્ટ્રી તેમજ રજીસ્ટર નિભાવમાં વ્યસ્ત.
55. શાળા સિદ્ધિ રજીસ્ટ્રેશન કામગીરીમાં વ્યસ્ત
56. આ ઉપરાંત કદાચ અમુક અંશે સારસ્વત પોતાના આઇપીઓ ભરવામાં શેર લે વેચ કરવામાં તેમજ સોશિયલ મીડિયાના ઉપયોગ કરવાનું પણ એક કારણ હોઈ શકે છે.

            આ ઉપરાંત પણ સારસ્વત મિત્રનું રોજિંદુ જે કામ તેઓને બાળકોના શૈક્ષણિક કાર્યોમાં ઉપયોગ થઈ શકે તેવું ઘણું બધું કરે છે અને એ જ કરવું પરખને પ્રથમ નંબર લઈ જાય તેવું હોય છે.

આ ડેટા તો માત્ર જે સર્વે થયો છે તેનો છે પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતમાં આવે ત્યારે શિક્ષકોને પણ તેમની સભામાં હાજરી માટે બોલાવાય છે અને તેના માટે શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા નું પણ કહી દેવામાં આવે છે, મોદી સાહેબને જન્મદિવસના પોસ્ટકાર્ડ લખવાનું પણ ખરું. ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી ના સન્માન સમારંભમાં પણ શિક્ષકોને જવા માટે આદેશ કરવામાં આવે છે. શિક્ષકોને તીડ ભગાડવા મોકલવામાં આવે છે, સ્મશાનોમાં લાશો ગણવા મોકલવામાં આવે છે, લગ્ન પ્રસંગે ડીસો ગણવા મોકલાય છે.

આમ જોવા જઈએ તો શિક્ષણ સિવાયની કામગીરીમાં શિક્ષકોનો ૮૦ ટકા જેટલો સમય બરબાદ થઈ જાય છે તેના કારણે બાળકો ભણી શકતા નથી અથવા તો તેઓ સારું પરિણામ મેળવી શકતા નથી. શું આ રીતે ભણશે ગુજરાત…

Related posts

સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર: : ડો.હિરેન બેન્કર.

GUJARAT NEWS DESK TEAM

કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડી ના કેસમાં લુકઆઉટ પરિપત્ર જારી

GUJARAT NEWS DESK TEAM

હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતાઃ રાજ્યભરમાંથી ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજોના ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા    

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

GUJARAT NEWS DESK TEAM

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

GUJARAT NEWS DESK TEAM

રાષ્ટ્રીય અંગદાન દિવસ: ગુજરાતમાં 657 અંગદાતાઓ તરફથી 2039 અંગોના દાન મળ્યાં

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment