હવાઈમથક સત્તામંડળ દ્વારા વિવિધ હવાઈમથકો ખાતે યાત્રી સેવા દિવસની ઉજવણી કરાઇ. જે અંતર્ગત અમદાવાદ હવાઈમથક ખાતે સર્જનાત્મકતા અને દેશભક્તિનું પ્રદર્શન કરતો કાર્યક્રમ યોજાયો હતો. ટર્મિનલ 1 પર મોટી સંખ્યામાં મુસાફરોએ આ કાર્યક્ર્મને માણ્યો હતો.બીજી તરફ ભુજ એરપોર્ટ ખાતે મુસાફરોને વિવિધ સુવિધાઓની જાણકારી અપાઈ અને હવાઈમથકે આવેલા મુસાફરોનું કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરાયું હતું. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.
