OTHERમારું શહેર

 સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

રાષ્ટ્રીય શિક્ષણનીતિ બાળકોના સર્વાંગીણ વિકાસ પર ભાર -ડૉ.નીતિન પેથાણી

સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ પરિવાર કલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે સ્કાઉટ ભવન પાલડી ખાતે યોજાયેલાં છાત્ર-શિક્ષક-પ્રતિભા સન્માન મહોત્સવમાં ૧૦૫ વિદ્યાર્થીઓ,૧૮ પ્રતિભાવાન ક્લાસ-૧ અને  ક્લાસ-૨ માં સેવારત અધિકારીશ્રી, ૯ પી.એચ.ડી મેળવનાર શિક્ષક-અધિકારીઓ અને ૩ જીલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સન્માન મહોત્સવના અધ્યક્ષ સ્થાને ડૉ.નીતિન પેથાણીએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય શિક્ષણનીતિના અસરકારક અમલ માટે શિક્ષકોને અનુરોધ કર્યો હતો.રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં બાળકોનો એકાંગી નહિ પરંતુ સર્વાંગીણ વિકાસ મજબુત અને ભવ્ય રાષ્ટ્રના નિર્માણ માટે જરૂરી છે.

સન્માન મહોત્સવના આયોજક ગુજરાત વિશ્વ વિદ્યાલયના પુર્વ ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે સન્માન મહોત્સવ શિક્ષણની જ્યોતને વધુને વધુ ગહનતાથી મહાનગરમાં પ્રસરાવવા માટે છે. બાળકોને માટે પ્રેરણારૂપ છે. શિક્ષકોને શિક્ષકમાંથી અધિકારી બનવાં માટેની પ્રેરણા લેવા માટે છે.

સમારંભના મુખ્ય મહેમાન IPSશ્રી બળદેવભાઈ દેસાઈએ બાળકોને જણાવ્યું હતું કે કઠોર પરિશ્રમ થકી નિર્ધારિત લક્ષ્યને પહોંચી શકાય છે.પ્રાથમિક શિક્ષકથી લઈને IPS સુધીની મારી સફર તેનું ઉદાહરણ છે.

સમારંભને સંબોધતા નાયબ રાજ્યવેરા કમિશનરશ્રી અમિત તિવારીએ જણાવ્યું હતું કે ૧૯૨૫ માં સરદાર પટેલના વરદ્દહસ્તે પ્રારંભ થયેલ સ્કૂલબોર્ડ શાતાબ્ધી મનાવી રહ્યું છે તેનો આનંદ છે. મારી પ્રાથમિક કેળવણી ,પ્રથમ નોકરી સ્કૂલબોર્ડમાં થઇ છે. સંસ્કાર સીચનના પાઠ મ્યુનિ.શાળાએ મને ભણાવ્યા છે. આજે સન્માને મારા તમામ સ્મરણોને તાજા કર્યા છે.

ગુજરાત રાજ્ય બાળસંરક્ષણ આયોગના અધ્યક્ષા શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે સન્માન મહોત્સવના સુંદર આયોજનને બિરદાવતા જણાવ્યું હતું કે શિક્ષણ વધુ પ્રસરે,શિક્ષણમાં સારું કામ કરનાર સન્માન પામે તે આજની જરૂરિયાત છે.

સન્માન મહોત્સવમાં સ્કૂલબોર્ડના ચેરમેન ડૉ.સુજય મહેતાએ શતાબ્દી વર્ષ દરમિયાન મહાનગરમાં શિક્ષણને વધુ ને વધુ પ્રજાજનો સુધી પહોચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે.આ પ્રયાસોની સફળતામાં આજનો પરિવાર કલ્યાણ ટ્રસ્ટનો સન્માન કાર્યક્રમ મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આજના કાર્યક્રમમાં ગુજરાત વિશ્વ વિદ્યાલયના સિન્ડીકેટ સભ્ય પ્રાધ્યાપક ડૉ.સ્મિતા જોષી,સ્કૂલબોર્ડના વાઈસ ચેરમેન શ્રી વિપુલ સેવક,સ્કૂલબોર્ડના સભ્યશ્રીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

આજના પ્રસંગે શાસનાધિકારી ડૉ.એલ.દેસાઈએ સંસ્થાની કામગીરીને બિરદાવતા સન્માનની ભવ્ય પરંપરાને સફળ બનાવવા ઉપસ્થિત રહેલા સૌનો આભાર માન્યો હતો.

સન્માન મહોત્સવની સફળતામાં ટ્રસ્ટના મંત્રી શ્રી બાલકૃષ્ણભાઈ ઉપાધ્યાય, સહમંત્રી ઉષાબેન પટેલ,શ્રી મનોજ પટેલ,શ્રી નીરૂબેન રાઠોળ ,શ્રી મયુરાબેન ઠક્કર,શ્રી પૌલોમી મહેતા,શ્રી નીલેશ ભાવસાર,શ્રી મૌલિક ખત્રી,શ્રી સુનીતાબેન પટેલ,શ્રી રેખાબેન દેસાઈ,ડૉ,અશ્વિન ભાવસાર,શ્રી ભરતભાઈ ભાવસાર  સહીત કારોબારી સભ્યો સતત કાર્યરત રહ્યા હતા.

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ પ્રધાનમંત્રીને જન્મદિનની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

આણંદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટ્યો …. બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના

GUJARAT NEWS DESK TEAM

બાવળામાં વરસાદ બાદ જાહેર આરોગ્યની જાળવણી માટે સ્થાનિક આરોગ્ય તંત્રની સતત કામગીરી

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દરોડા કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની કોંગ્રેસ દ્વારા માંગ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ-જામનગરની નવી ફ્લાઇટનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

29મા અદાણી ફાઉન્ડેશન દિવસની ઉજવણી નિમિત્તે કર્મચારી સ્વયંસેવક કાર્યક્રમનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment