રાજનીતિ

મોરબીમાં આમ આદમી પાર્ટી ની ભાજપને ખૂલ્લી ચેલેન્જ

*મોરબીના માળિયામાં જનસભામાં ઈસુદાન ગઢવીની ભાજપને ચેલેન્જ: “મને 24 કલાક આપો, ગુજરાતમાં ડંકો ન વગાડું તો રાજનીતિ છોડીશ”*

 

*મોરબી જિલ્લાના માળિયામાં AAP ગુજરાત જોડો જનસભામાં ઉમટ્યું માનવ મહેરામણ*

 

*ટેક્સ અમેરિકા જેવા, ફેસિલિટી પાકિસ્તાન જેવી – ઈસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર*

 

*રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ ખબર નથી – ઈસુદાન ગઢવીની કટાક્ષવર્ષા

*ઈસુદાન ગઢવી: 8500 કરોડના પ્લેનમાં ફરનારા ભાજપના નેતા પોતાને ફકીર કહે છે*

*શિક્ષણ એ સિંહણનું દૂધ, ગુજરાતના દરેક ઘરમાં શિક્ષા જાગૃતિ લાવવી પડશે: ઈસુદાન ગઢવી*

*પ્રજાના પૈસા ખાઈ જનાર ભાજપના નેતાઓ પાસે ફક્ત 2 વર્ષ છે, પછી AAP સરકાર ન્યાય કરશે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી ભ્રષ્ટ ભાજપ સરકારની સામે જનતાને જાગૃત કરવા માટે શહેરોથી લઈને નાના ગામડાઓમાં ગુજરાત જોડો જનસભાઓ યોજી રહી છે. ત્યારે ગઇકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મોરબી જિલ્લાના માળિયામાં ગુજરાત જોડો જનસભા સંબોધી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, વડીલો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સભાને સંબોધતા કહ્યું હતું કે, આજે આપણે મંગળ ઉપર અને ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ પરંતુ આપણું ગામ અને શહેર ત્યાનું ત્યાં જ છે, આ એક ગંભીર વિષય છે તો એની ચિંતા કરવાની જરૂર છે. નેતાઓ આવે છે અને વચનો આપે છે પણ બધું વાતોમાં જ રહે છે ગ્રાઉન્ડ પાર કોઈ કામ થતું નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણા વિસ્તારમાં સારું દવાખાનું ન હોય, સારા રોડ રસ્તા ન હોય, ગુલામો જેવી જિંદગી જીવી પડે. દીકરીઓ બહાર જઈને ભણી ન શકે અને ગામડામાં ભણવાની વ્યવસ્થા ન હોય ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય અને શિક્ષણ ઓછું થતું જાય. શિક્ષણ એ સિંહણનું દૂધ છે એ પચાવ્યા પછી તરાપ મારી સરકારને ધ્રુજાવી દે એવી તાકાત એમાં હોય છે. ગુજરાતના એક એક નાગરિકને એવા શિક્ષિત બનાવવા છે, ઘરે ઘરે મારી જેમ તૈયાર થવા જોઈએ. મારા એક ફોનથી અધિકારીઓ ઊભા થઈ જાય કારણ કે એમને ખબર છે કે મને કાનુન – કાયદા અને વ્યવસ્થાની જાણ છે પણ હું આજે છું અને આવતીકાલે નથી. એવું ગુજરાત બનાવવું છે કે ક્યારેય પણ કોઈને જરૂર પડે અને પોલીસ સ્ટેશનમાં ફોન કરે તો એને લાગવગ લગાડવાની જરૂર ન પડે અને એને ન્યાય મળી જાય એવી સિસ્ટમ ઉભી કરવી છે.

 

રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ એ ખબર નથી પડતી અને પોલીસવાળા હેલ્મેટ ન પહેરીએ તો પૈસા માંગે છે. ટેક્સ લેવા છે અમેરિકા, લંડન જેવા અને ફેસિલિટી આપવી છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવી. મોંઘવારી વધી, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, વાહનોના ભાવ વધ્યા, ભ્રષ્ટાચાર વધ્યો અને એની સામે સરકારી સ્કૂલો ઘટી ગઈ જેથી કરી તમારા બાળકો ભણે નહીં અને જાગૃત થાય નહીં અને કાયમી ગુલામ બને એટલા માટે આ ષડયંત્ર ભાજપે રચ્યું છે. મને રાજનીતિમાં આવવાનો શોખ નથી પરંતુ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ઈશ્વરે મને સદબુદ્ધિ આપી અને હું રાજનીતિમાં આવ્યો. આટલો બધો ટેક્સ આપ્યો હોવા છતાં પણ ગામમાં સારા દવાખાના ન હોય ડોક્ટર ન હોય તો હું ભાજપવાળાઓને પૂછું છું કે શા માટે તમે રાજનીતીમાં આવ્યા છો.

 

હું મુખ્યમંત્રી ને ચેલેન્જ આપું છું કે મને 24 કલાક આપો. 24 કલાકની અંદર ગુજરાતમાં ડંકો ન વગાડું તો સમજજો કે ઈસુદાન ગઢવી રાજનીતિમાં આવ્યા ન હતા. ગરીબો માટે મરવાનું હોય, ગરીબોનો ઉદ્ધાર કરવાનો હોય, પ્રજાના હિત માટે કામ કરવાનું હોય. આપણને તકલીફો એટલા માટે પડી રહી છે કારણ કે, આપણામાં જાગૃતિનો અભાવ છે. ચાર લાખ કરોડ રૂપિયાનું ગુજરાતનું બજેટ છે. પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના બજેટ હોય છે પરંતુ આ નેતાઓ ક્યાં ખાઈ જાય છે એ ખબર નથી પડતી. માણસ બે કરોડ કમાય તો પણ પેટ ભરાય પણ ભાજપવાળાની ફાંદ કેવી છે કે ગમે એટલો ભ્રષ્ટાચાર કરે તો પણ તેમનું પેટ ભરાતું જ નથી. પછી એવું કહે છે કે અમે તો ફકીર છીએ. 8500 કરોડના પ્લેનમાં ફરનારા ફકીર છે? પરંતુ એમને ખબર નથી કે એમનો કાળ આજે ગુજરાતનો ઉછરી રહ્યો છે. અને હું ભાજપવાળાઓને કહેવા માંગું છું કે તમારી તાકાત હોય એટલું લૂંટી લેજો બે વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે અમે વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે

Related posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

અમિત ચાવડા-ડો. તુષાર ચૌધરીની ખડગે સાથે મુલાકાત

GUJARAT NEWS DESK TEAM

વોટ ચોરીનો ભાજપ ઉપર રાહુલ ગાંધી આરોપ લગાવ્યો

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસનું ૯ સપ્ટેમ્બરથી રાજકોટ ખાતેથી શિક્ષણ બચાવો અભિયાન

GUJARAT NEWS DESK TEAM

વિપક્ષને નબળો પાડનારા ભાજપાના કટ્ટર સમર્થકોએ સરકાર પાસેથી કામ લેવામાં નિષ્ફળ. – મનહર પટેલ

GUJARAT NEWS DESK TEAM

મોદી સરકારે અમેરિકાથી આવતી કપાસ પર ડ્યૂટી હટાવીને ખેડૂતો સાથે દગો કર્યો: અરવિંદ કેજરીવાલ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment