OTHER

અનંત અંબાણીએ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી

મુંબઈના માનીતા દેવ, ભગવાન ગણેશ પોતાના ભક્તો સાથે દસ દિવસ આનંદપૂર્વક વિતાવ્યા પછી, તેમના ઘરે પરત ફર્યા. આ સમયે તેમને વાજતગાજતે વિદાય આપનારા ભક્ત સમુદાયમાં અનંત અંબાણી પણ જોડાયા, જેમણે લાખો મુંબઈકરોની જેમ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી.
અનંત અંબાણી ‘લાલબાગ ચા રાજા’ની શોભાયાત્રામાં જોડાયા અને તેમના આરાધ્ય દેવ પ્રત્યેની અનન્ય ભક્તિ અભિવ્યક્ત કરી. તેઓ વર્ષોથી ‘લાલબાગ ચા રાજા’ના પંડાલમાં નિયમિત દર્શન કરતા રહ્યા છે, અને વારંવાર સિદ્ધિવિનાયકની પદયાત્રા કરીને ભગવાન ગણેશ પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરતા રહ્યા છે.
મુંબઈના એક સામાન્ય રહેવાસીની જેમ આ શોભાયાત્રામાં જોડાઈને, અનંત અંબાણી ગિરગાંવ ચોપાટી સુધી વિસર્જન યાત્રાના અંતિમ તબક્કામાં પણ બાપ્પા સાથે હતા. અન્ય બધા ભક્તોની જેમ, તેઓ પણ 2026માં વિઘ્નહર્તાનું સ્વાગત કરવા વધુ એક વર્ષ રાહ જોશે

Related posts

રાજ્યના નાગરિકોને શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

GUJARAT NEWS DESK TEAM

GLS – UTSC નો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો: ઇન્ટરનેશનલ ગ્લોબલ પ્રોગ્રામના સ્નાતકોને સંકલ્પશક્તિ અને ઉચ્ચ આકાંક્ષાઓનો પ્રેરણાદાયી સંદેશ

ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ 2026 માટે અદાણીયુથ4જોબ્સમાંસહયોગીબની

GUJARAT NEWS DESK TEAM

અદાણી GEMS સ્કૂલ ઓફ એક્સેલન્સનો ભારતની શ્રેષ્ઠ ઉભરતી શાળાઓમાં સમાવેશ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના ઐતિહાસિક વાસણા બેરેજનો કાયાકલ્પ : માત્ર ૩૫ દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment