સૌરાષ્ટ્રની એક માત્ર મારવાડી યુનિવર્સિટી સહીત ગુજરાત ની 7 યુનિવર્સિટીઓ ને NIRF 2025 રેન્કિંગ માં સ્થાન મળ્યું.
|
મારવાડી યુનિવર્સિટી સૌરાષ્ટ્રનું નામ ભારત માં શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કરવા કટિબદ્ધ
|
મારવાડી યુનવિર્સિટી ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આ સફળતા ની ઉત્સાહ ભેર ફટાકડા ફોડી અને મીઠાઈ વેહચી ઉજવણી કરવામાં આવી હતી.
|
ભારત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભારત ની યુનિવર્સિટીઓ અને કોલેજો નું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. આ રેન્કિંગ માં ટોપ 200 યુનિવર્સિટીઓ માં સૌરાષ્ટ્ર ની એકમાત્ર મારવાડી યુનિવર્સિટી અને ગુજરાત ની સાત યુનિવર્સિટીઓ ને સ્થાન પ્રાપ્ત થયું છે. આ યુનિવર્સિટીઓ માં
યુનિવર્સિટી રેન્કિંગ
1 થી 100 રેન્ક માં ગુજરાત યુનિવર્સિટી ૭૪ રેક ઉપર |
એન્જિનિરીંગ રેન્કિંગ
1 થી 100 રેન્ક માં IIT ગાંધીનગર, SVNIT, PDEU |
૧૦૧ થી ૧૫૦ રેન્ક માં
મારવાડી યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી |
૧51 થી 200 રેન્ક માં
નિરમા યુનિવર્સિટી |
૧૫૧ થી ૨૦૦ રેન્ક માં
નવસારી અગ્રિકલ્ચર યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, સુમનદીપ યુનિવર્સિટી |
200 થી 3૦૦ રેન્ક માં
DAIICT મારવાડી યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી |
આ ઉપરાંત એન્જિનિરીંગ રેન્કિંગ માં ટોપ 300 સંસ્થાઓ નું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર ની મારવાડી યુનિવર્સિટી સહીત ગુજરાત ની 7 એન્જિનિરીંગ સંસ્થાઓ ને સ્થાન પ્રાપ્ત થયું છે.
1 થી 100 રેન્ક માં IIT ગાંધીનગર, SVNIT, PDEU
૧51 થી 200 રેન્ક માં નિરમા યુનિવર્સિટી,
200 થી 3૦૦ રેન્ક માં DAIICT, મારવાડી યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી
આ ઉપરાંત ફાર્મસી રેન્કિંગ માં ગુજરાત ની 7 યુનિવર્સિટી ને ટોપ 125 રેન્ક માં સ્થાન પ્રાપ્ત થયું છે.
સૌરાષ્ટ્રની 16 યુનિવર્સિટીઓ માં મારવાડી યુનિવર્સિટી નું સ્થાન ભારત ની ટોપ 150 યુનિવર્સિટીઓમાં, ફાર્મસી માં ટોપ 125 રેન્કિંગ માં અને એન્જિનિરીંગ રેન્કિંગ માં ટોપ 200-300 માં આવતા સૌરાષ્ટ્રના શિક્ષણ ની નામના હવે નેશનલ લેવલ પર થઇ રહી છે.
મારવાડી યુનિવર્સિટી ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા 750 થી વધુ પેટેન્ટ, 3000 થી વધુ રિસર્ચ પેપર, NAAC માં A + ગ્રેડ, ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સસલેન્સ ની માન્યતા, 6 પ્રોગ્રામ માં NBA એક્રિડિટેશન, વિદ્યાર્થીઓ નું ટોપ MNC માં પ્લેસમેન્ટ વગેરે બાબતો ને કારણે આ વર્ષે NIRF માં સ્થાન પ્રાપ્ત થયું છે.
મારવાડી યુનવિર્સિટી ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આ સફળતા ની ઉત્સાહ ભેર ફટાકડા ફોડી અને મીઠાઈ વેહચી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મારવાડી યુનિવર્સિટી ના કો ફોઉંડેરા અને વીસ પ્રેસિડેન્ટ શ્રી જીતુભાઇ ચંદારાણા એ જણાવ્યું હતું કે મારવાડી યુનિવર્સિટી માત્ર ગુજરાત જ નહિ પરંતુ હવે ભારતના વિદ્યાર્થીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની છે. દર વર્ષે 600 થી પણ વધુ વિધાર્થીઓ 95 % કે તેથી વધુ પરિણામ ધરાવતા વિધાર્થીઓ મારવાડી માં જુદા જુદા રાજ્યો માંથી આવી રહ્યા છે. વધુ ને વધુ વિદ્યાર્થીઓ ને સારામાં સારું શિક્ષણ મળી શકે તે હેતુ થી મારા અને કેતનભાઈ મારવાડી દ્વારા શરુ કરવામાં આવેલી આ યુનિવર્સિટી આજે ગુજરાત ની સેંટર ઓફ એક્સસલેન્સ ની માન્યતા ધરાવતી સંસ્થાઓ મેં સૌથી ઓછી ફી રાખી સારામાં સારું શિક્ષણ આપી રહી છે. મારવાડી યુનિવર્સિટી માં ટ્રસ્ટી ધ્રુવ મારવાડી એ જણાવ્યું હતું કે આજના જમાના પ્રમાણે શિક્ષણ ખુબ હાઈ ટેક થઇ રહ્યું છે અને અમે હમણાંજ nVIDIA દ્વારા 4 કરોડ ના ખર્ચે AI લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કર્યું છે જે બધાને કારણે ક્વોલિટી શિક્ષણ આપી, સારામાં સારા પ્લાસીમેન્ટ ની તક ઉભી કરી આ રેન્કિંગ માં સ્તન મેળવ્યું છે.