OTHERક્રાઇમ

2008માં થયેલ માલેગાંવ બ્લાસ્ટ કેસનું ભૂત ફરીથી ધુણ્યું

 છે.બ્લાસ્ટ કેસની તપાસ એનઆઇએને સોપવામાં આવી હતી અને હવે 2025માં કોર્ટે ફેસલો આપતા સાતેય આરોપીઓને તથ્યોના આભાવે નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે ત્યારે એ કેસમાં સામેલ સુધાકર ચતુર્વેદીએ તત્કાલીન સરકાર,શરદ પવાર અને પૂર્વ ગૃહમંત્રી પર ગંભીર આક્ષેપ કર્યા છે.સનાતન અને હિન્દુત્વને બદનામ કરવા ષડ્યંત્ર રચવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના માલેગામ બમ ધમાકે કેસમાં 17 વર્ષો પછી અદાલતે તથ્યોના અભાવના કારણે સાત આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે. આ લોકોમાં સુધાકર ચતુર્વેદી મહારજ પણ સામેલ છે.નિર્દોષ છૂટ્યા બાદ ચતુર્વેદીએ તત્કાલીન સરકાર,શરદ પવાર અને પૂર્વ ગૃહમંત્રી ઉપર ગભીર આક્ષેપો લગાવ્યા છે.  તેમણે કહ્યું કે અસલી આરોપીઓને છોડીને નિર્દોષોને ફસાવવામાં આવ્યા. આ લોકો ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ અને તેમની જવાબદારી નક્કી થવી જોઈએ.સુધાકર ચતુર્વેદીએ પ્રેસને જણાવ્યું હતું કે તે સમયે 19 દિવસ સુધી પોલીસે કોઈ પણ ક્યાય પણ નોધ કર્યા વગર રાખ્યો હતો અને બીજે જ્યાં જ્યાં પણ બ્લાસ્ટ થયા હતા ત્યાં પ્રાઈવેટ વિમાનમાં લઇ જવામાં આવ્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રાઈવેટ વિમાન કંપની સિંગાપુરની છે અને તેમાં તે સમયના પોલીસ કમિશનર પરમવીરસિંઘના પત્ની તેમાં ભાગીદાર છે,શરદપવારની પુત્રી સુપ્રિયા સુલે પણ ભાગીદાર છે અને આ વિમાનનું બુકિંગ પણ શરદ પવારે કર્યું હતું તેથી આ ષડ્યંત્ર શરદ પવાર અને તત્કાલીન ગૃહમંત્રી કૃપાશંકરે રચાયું હતું તેવો ગંભીર આક્ષેપ કર્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટની તપાસમાં સામે આવ્યું હતું કે મારા ઘરમાં આરડીએક્સ મહારષ્ટ્ર એટીએસના તે સમયના પીઆઈ એપી આઈ બાઘડેએ પ્લાન્ટ કર્યું હતું અને તેના બે સાક્ષીઓ પણ છે અને તેમણે કોર્ટમાં જુબાની પણ છે તે આધિકારી અત્યારે પ્રમોશન લઈને નોકરી કરી રહ્યો છે તેના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. સુધાકર ચતુર્વેદીએ પ્રધાનમંત્રી અને પોલીસ તંત્રને આ કેસમાં નિષ્પક્ષ તપાસ અને અસલી આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે. સુધાકર ચતુર્વેદીએ માંગ કરી છે કે કોર્ટે તપાસના આદેશ આપ્યા છે અને સાચા આરોપીઓને ઝડપી પાડવાના આદેશ આપ્યા છે તે તપાસ કમીટીનું ગઠન જલ્દી થાય તેવી પણ માંગ કરી છે.કોર્ટે આપેલા આ ફેસલા પછી રાજકીય હલચલ વધતી જાય છે. સમર્થકો આ ન્યાયની જીત માની રહ્યા છે જ્યારે અસલી આરોપીઓને અને ષડ્યંત્રકારીઓને ઝડપી પાડવાની માંગ મજબુત રીતે ઉઠી રહી છે.

Related posts

બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસની સડકથી લઇ સંસદ સુધીની લડાઈ : અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે

GUJARAT NEWS DESK TEAM

જય વીરુ નો અવાજ સતત ગુંજતો રહેશે

બાવળામાં વરસાદ બાદ જાહેર આરોગ્યની જાળવણી માટે સ્થાનિક આરોગ્ય તંત્રની સતત કામગીરી

સાંસદ પરિમલ નથવાણી એ વૃક્ષારોપણ કર્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment