ગુજરાત

પી.એમ. કુસુમ યોજના હેઠળ ગુજરાતના ૧૩ જિલ્લામાં પમ્પ કોમ્પોનન્ટ-સી અન્વયે સૂર્ય ઊર્જા સંચાલિત એક પણ પમ્પ કાર્યાન્વિત કરવામાં આવ્યો નહીં હોવાનો કોંગ્રેસનો આરોપ

પી.એમ. કુસુમ યોજના હેઠળ ગુજરાતના ૧૩ જિલ્લામાં પમ્પ કોમ્પોનન્ટ-સી અન્વયે સૂર્ય ઊર્જા સંચાલિત એક પણ પમ્પ કાર્યાન્વિત કરવામાં આવ્યો નથી.

  • પી.એમ. કુસુમ યોજના હેઠળ એજન્સીઓને મોટા ફાયદા, ખેડૂતોને થઈ રહ્યો છે અન્યાય
  • ખેડૂતોની માટેની અનેક યોજનાની જાહેરાતોની જેમ જ સૂર્યા ઊર્જા સંચાલિત પમ્પની પી.એમ. કુસુમ યોજનામાં પણ હાલ-હવાલ થયા
  • સરકારી વિજ મથકોના ઉત્પાદનમાં સતત ઘટાડો, ખાનગી વિજમથકોના મોંધી વીજ ખરીદીમાં ભાજપ સરકારનું કરોડો રૂપિયાનું કૌભાંડ

          બિન પરંપરાગત ઊર્જા ક્ષેત્રે – સૂર્ય ઊર્જા ક્ષેત્રે મોટા મોટા ઉત્પાદનના દાવા કરતી ભાજપ સરકારે છેલ્લા બે વર્ષમાં ગુજરાતના ૧૩ જિલ્લામાં એક પણ પમ્પ કોમ્પોનન્ટ-સી અન્વયે સોલાર ઊર્જા સંચાલિત કરવામાં આવ્યો નથી. ભાજપા સરકારની ખેડૂત વિરોધી નિતિને ઊજાગર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સૂર્ય ઊર્જા સંચાલિત પમ્પ દ્વારા ખેડૂતોને વીજ લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં સોલાર ઊર્જા સંચાલિત પમ્પ થી ઊર્જા ઉત્પાદન કરે, વધારાના વિજ ઉત્પાદન પર આવક મેળવે અને તેમની જરૂરિયાતની વિજ પુરવઠો મેળવી શકે. હકીકત તપાસતા ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૧૩ જિલ્લાઓમાં એક પણ સૂર્ય ઊર્જા સંચાલિત એક પણ પમ્પ કાર્યાન્વિત કરવામાં આવેલ નથી. કોમ્પોનન્ટ-સી અન્વયે સૂર્ય ઊર્જા સંચાલિત એક પણ પમ્પ છેલ્લા બે વર્ષમાં ૧૩ જિલ્લામાં કાર્યાન્વિત ન થવાથી હજારો ખેડૂતોને તેમને મળવા પાત્ર લાભોથી-આવકથી વંચિત રાખવાની ભાજપા સરકારની વધુ એક નિતિ ખુલી પડી છે. કરોડો રૂપિયાના ખર્ચે મોટી મોટી જાહેરાત બાદ ગુજરાતના હજારો ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે. એક તરફ સરકારે વિજ મથકોનું ઉત્પાદન સતત ઘટાડો કરીને ખાનગી વિજમથકો પાસેથી કરોડો રૂપિયાની વિજ ખરીદીનું કૌભાંડ ભાજપ સરકાર વર્ષોથી કરી રહી છે તેવા સંજોગોમાં ગુજરાતમાં ખેડૂતોની માટેની અનેક યોજનાની જાહેરાતોની જેમ જ સૂર્યા ઊર્જા સંચાલિત પમ્પની પી.એમ. કુસુમ યોજનામાં પણ હાલ-હવાલ થયા છે.

ભરૂચ મહીસાગર
છોટા ઉદેપુર નર્મદા
ડાંગ નવસારી
દેવભૂમિ દ્વારકા પંચમહાલ
દાહોદ સુરત
ગીર સોમનાથ તાપી
વડોદરા  

Related posts

નાગરિકોના ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ

રાજભવન માંથી પીએમ નરેન્દ્ર મોદીએ વિદાય લીધી

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે ધરણાં યોજાશે

રાજ્યમાં અનરાધારઃ બનાસકાંઠામાં રેડ એલર્ટ ….

GUJARAT NEWS DESK TEAM

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર: ખરીદ્યા અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ મિલિટરી સ્ટેશન ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળાનું આયોજન

Leave a Comment