

મોદીનો રોડ-શો શરૂ થવાનો છે ત્યાં જ કાળા વાવટા બતાવ્યા
‘જબ જબ BJP ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ’ના સૂત્રોચ્ચાર
NSUIના કાર્યકરોની ઊંચકી ઊંચકીને અટકાયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિકોલ સભા આગમન પુર્વે ગુજરાત કોંગ્રેસ પક્ષના નેતાઓ-આગેવાનશ્રીઓને નરોડા – નિકોલ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારમાંથી પોલીસ- ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખોટી રીતે અટકાયત કરી રહી છે.
અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખશ્રી સોનલબેન, અમદાવાદ ઉપપ્રમુખશ્રી અમિતભાઈ નાયક(વાડજ)સહિતના નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. ઉતર્યા .
* એસ.સી સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, સચિવ શ્રી દિક્ષિતભાઈ
* પ્રદેશ પ્રવક્તાશ્રી હેમાંગભાઈ રાવલ ,પાર્થિવરાજ કઠવડિયા નજરકેદ કરાયા.

વિકાસની માત્ર વાતો કરતી ભાજપના શાસનમાં રોડ – રસ્તા, ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળત નિવડી છે ત્યારે ભાજપના ભ્રષ્ટ શાસન સામે સવાલોનો જવાબ આપવાને બદલે પોલીસ ને કેમ આગળ કરી રહી છે?
ભાજપ સરકાર પ્રજાના અવાજથી શું કામ ડરી રહી છે? 
