અસારવા યુથ સર્કલ ના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું છે કે આજે સવારે અસારવા રેલવે યાર્ડની સામે આવેલા પસ્તી ભંડારમાં ચાલતો ગોરખ ધંધો સામે આવ્યો છે ગુજરાતના વિદ્યાર્થીઓના ચાલુ વર્ષના પાઠ્યપુસ્તકો બારોબાર પસ્તીમાં પંજાબ નંબર પ્લેટ વાળી ટ્રકમાં મોકલતા અસારવાના સ્થાનિક કાર્યકરોએ રંગે હાથ ઝડપી લીધા હતા અને પોલીસ ને આગળની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.
ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત શિક્ષણના ગોરખ ધંધો સામે આવ્યો છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તકના પુસ્તકો રાજ્યના વિદ્યાર્થીઓને ભણવાની જગ્યાએ સીધા પસ્તીમાં આપવાનો વેપલો રંગે હાથે ઝડપાયો છે