વડોદરા સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડા જણાવ્યું હતું કે “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રાખવા આવેલ સંગઠન સુર્જન અભિયાન કે જેના થકી કોંગ્રેસ પક્ષના સંગઠનની સમીક્ષા કરી અને પ્રજાની વચ્ચે આવનારા સમયમાં જે ગુજરાતની જનતાના જે મુદ્દાઓ છે જે પ્રશ્નો છે સમસ્યાઓ છે એને લઈને આંદોલનના સ્વરૂપમાં કાર્યક્રમો સાથે “Go To The People” એટલે લોકો વચ્ચે જવાના ધ્યેય અને સંકલ્પ સાથે આખા ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની આખી પ્રક્રિયાના પત્રકાર મિત્રો પણ સાક્ષી રહ્યા છે અને આવનારા સમયનો મિશન 2027નો એક રોડ મેપ નક્કી થાય અને ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે, સરકારનો ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, અધિકારી રાજ, કમિશન રાજની સામે લોકોના અવાજને કેવી રીતે બુલંદ કરી શકાય એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને એક રોડ મેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે 26, 27 ને 28 જુલાઈ ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની તાલીમ શિબિર થશે અને ખાસ કરીને અમારા સૌના માટે ગૌરવની બાબત છે કે અમે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીને આજ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી હતી અને તેઓ દ્વારા આ વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો અને 26 જુલાઈ સવારે ૦૯:૩0 વાગે રાહુલ ગાંધીવડોદરા એરપોર્ટ પર આગમન કરશે અને ત્યાંથી આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ ખાતે જે ત્રણ દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે એમાં ઉદઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે લગભગ ચાર કલાકનો સમય વિતાવશે, આ ચાર કલાકના સમય દરમ્યાન તેઓનું આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતતા અને વિઝન છે તેનું પણ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને માર્ગદર્શન આપશે. ઉપરોક્ત પ્રશિક્ષણ શિબિરમાં એ.આઈ.સી.સી.ના સંગઠન મહામંત્રી શ્રી કે. સી. વેણુગોપાલજી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાત સંગઠનના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી પણ ઉપસ્થિત રહેશે.
ભૂતકાળમાં આખા ગુજરાતમાં જે સહકારી માળખું એ ગુજરાતની શાખ હતી, ઓળખ હતી, આખા દેશને સહકારી માળખાનું જો નેતૃત્વ અને દિશા કોઈએ આપી હોય તો એ ગુજરાતીએ આપી છે, સરદાર સાહેબથી લઈને ત્રિભોવનદાસજી લઈને કુરિયન સાહેબ સુધી અનેક લોકોએ સહકારી માળખાને ખૂબ પારદર્શક રીતે પ્રામાણિકતાથી પ્રસ્થાપિત પણ કર્યું અને એના દ્વારા આજે ગુજરાતમાં લાખો પરિવારના ઘર ચાલે છે. ખાસ કરીને ગુજરાતમાં જે શ્વેત ક્રાંતિ થઈ અમુલ ફેક્ટરીથી ગુજરાત એ જે આખા વિશ્વમાં આજે નામના મેળવી છે એવા દૂધ સંઘોમાં રોજબરોજ ભ્રષ્ટાચારની ફરિયાદો રજૂઆત આપણે સૌએ જોઈ છે, જે દૂધ ઉત્પાદકો પરસેવો પાડી મહેનત કરે છે અને દૂધ ઉત્પાદન કરીને ડેરીમાં જમા કરાવે છે અને એ જે દૂધ સંઘો છે સહકારી જે માળખું છે એ મુજબ એ દૂધ સંઘોના માલિક બીજું કોઈ નહીં પણ એના સભાસદો જ માલિક છે. પણ આજે જ્યારે સભાસદો પોતાના અધિકારની વાત કરવા જાય, ભ્રષ્ટાચારની વાત કરવા જાય અને નોકરીઓની ભરતીમાં જે ભ્રષ્ટાચાર થાય છે લાખો રૂપિયા લેવાય છે. જે સંચાલકો છે તે અને તેમના મળતીયાઓ એના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના કમિશન ખાય છે, એની મશીનરી કે નવા પ્લાન્ટની ખરીદીમાં પણ મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે, વડોદરામાં પણ દૂધ સંઘો સામે આંદોલન ચાલે છે, આણંદ દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે છે, મહેસાણા હોય કે બનાસકાંઠા હોય તમામ જિલ્લાઓમાં સભાસદો પોતાનો હક માંગી રહ્યા છે, ભ્રષ્ટાચાર સામે ખુલે આમ આંદોલન કરીને રસ્તા પર ઉતરી રહ્યા છે, એવા સંજોગોમાં સાબરકાંઠામાં આવી જ એક રજુઆત દરમ્યાન અશોકભાઈ ચૌધરી જેવા એક પશુપાલક શહીદ પણ થયા, ત્યારે આ એજ દૂધ સંઘોનો ભ્રષ્ટાચાર છે કોઓપરેટીવ સેક્ટર દુષિત થયું છે, ત્યારે આખા ગુજરાત માં આ દૂધ સંઘોમાં અને દૂધ મંડળ સાથે કામ કરતા સરકારી આગેવાનો, દૂધ ભરનારા સભાસદો, એવા એક સમૂહ સાથે પણ રાહુલજી 26 જુલાઈના રોજ સંવાદ કરવાના છે, એમની જે વ્યથા છે એમના જે પ્રશ્નો છે એમને સાંભળવા માટે બેઠક પણ 26 તારીખે બપોરે 3 વાગે આણંદ જિલ્લામાં જીટોડીયા ખાતે બંધન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે, ત્યારે રાહુલજી એક દિવસના પ્રવાસ અર્થે ગુજરાત આવી રહ્યા છે,
સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતની પાવન ધરતી પર રહેશે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને પણ માર્ગદર્શન આપશે, કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વ સાથે પણ ચર્ચા વિચારણા કરશે, અને સાથે સાથે દૂધ સંઘો ના સભાસદો સાથે સંવાદ કરીને એમના પ્રશ્નો સમજીને એમના માટે જે લડાઈ લડવાની છે જે ન્યાય આપવાનો છે ના માટે કટિબદ્ધતા પણ રજુ કરશે, રાહુલજી એ હંમેશા કીધું છે કે ગુજરાત અને ગુજરાતની જનતા એ તેઓને ખુબ પ્રેમ આપ્યો છે, ત્યારે જયારે જયારે ગુજરાતને જરૂર પડે અને જયારે ગુજરાતની જનતાના પ્રશ્નોની વાત આવે, એમના અધિકારની વાત આવે, એમની સાથે થતા અન્યાયની વાત આવે, ત્યારે એ લડાઈમાં હંમેશા રાહુલજી ગુજરાતની જનતા સાથે ખડે પગે ઉભા રહેવા તત્પર છે, અને આજ તત્પરતાના ભાગ સ્વરૂપ રાહુલજીનો 26 તારીખનો આખો કાર્યક્રમ છે.
