ગુજરાત

નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં કુલ ૬.૦૯ લાખ મતદારોની મોટી વોટ ચોરીઃચાવડા

* જો ચોર્યાસી વિધાનસભાની પેટર્ન સમગ્ર રાજ્યમાં લાગુ થઈ હોય તો રાજ્યમાં આશરે ૬૨.૩૧ લાખ મતદારો નકલી,ખોટા,શંકાસ્પદ.

* નવસારીના ભાજપ નેતાની જીત પાછળ વોટચોરી તો નથી ને?:શ્રી અમિત ચાવડા

* ગુજરાતમાં ગુજરાતીના બદલે બંગાળી, હિન્દી, પંજાબી અને અન્ય ભાષામાં મતદાર યાદીમાં નામ કેમ?: શ્રી અમિત ચાવડા

* લોકશાહી બચાવવા, જનતાનાં સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની લડાઈમાં ગુજરાતનાં નાગરીકો જાગૃત નાગરીકોને જોડવા આહ્વાન કરીએ છીએ: શ્રી અમિત ચાવડા

સમગ્ર દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક ‘વોટ ચોરી’ અંગે જનનાયક અને લોકસભા વિપક્ષ નેતાશ્રી રાહુલ ગાંધી દ્વારા બેંગલુરુ સેન્ટ્રલ લોકસભાના વોટ ચોરી અંગે કરવામાં આવેલ તથ્યાત્મક વિગતોની સીલ સીલાબદ્ધ હકીકતો બાદ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાતમાં વોટ ચોરી અંગે મોટો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે દેશના બંધારણે આપેલા મતદાનના અધિકાર એ લોકશાહીનો પાયો છે. લોકશાહી અત્યારે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. લોકસભા વિપક્ષના નેતાશ્રી રાહુલ ગાંધીએ વોટચોરીને ખુલ્લી પાડી છે. લોકશાહી ખતમ કરવા નીકળેલી ભાજપનો અસલી ચેહરો દેશ સમક્ષ ખુલ્લો પડી રહ્યો છે. લોકશાહીમાં એક વ્યક્તિ એક વોટ નો અધિકાર આપેલ છે પરતું ગુજરાતમાં ‘એક વ્યક્તિ અનેક વોટ’ જોવા મળ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા કરેલા નિરીક્ષણમાં ગુજરાતની મતદાર યાદીમાં અનેક ધાંધલી સામે આવી છે. નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં કુલ મતદાર ૬,૦૯,૫૯૨ મતદાર છે. જે પૈકી ૪૦ ટકા એટલે કે ૨.૪૦ લાખ મતદારોની ચકાસણી કરવામાં આવી તેમાં ૩૦ હજાર મતદારો નકલી, ખોટા, શંકાસ્પદ જોવા મળ્યા છે જે ૧૨.૩ ટકા જેટલા થાય છે. આ વોટ ચોરી દેશના કેબિનેટ મંત્રીની જવાબદારી સંભાળતા નેતાના વિસ્તારમાં થઇ રહી છે. શ્રી સી આર પાટીલ આ બાબત જાણતા ન હોય એવું બની ન શકે. નવસારીના ભાજપ નેતાની જીત પાછળ વોટચોરી તો નથી ને? આખા ગુજરાતમાં શંકા છે અમે માત્ર એક જ સીટ પર ચકાસણી કરી છે. સાચા કરતા ખોટા મતદારો વધી નથી ગયા ને? તેની ચિંતા ગુજરાતીઓમાં છે. રાજ્યમાં પાંચ રીતે મતદાર યાદીમાં છેડછાડ થાય છે ૧) સંપૂર્ણ ખોટો મતદાર, ૨) સ્પેલિંગમાં છેડછાડ, ૩) એક વ્યક્તિના ત્રણ-ચાર આઈડી, ૪) સરનામામાં ફેરફાર, ૫) મતદાર યાદીમાં ભાષા બદલીને છેડછાડ. ‘અનેક જગ્યાઓ પર નકલી, ખોટા, શંકાસ્પદ મતદાર ખૂબ મોટા પ્રમાણમાં છે. શું ગુજરાતમાં એક વોટર એક વખત વોટ કરે છે કે એક કરતા વધુ વખત વોટ આપે છે? જો ચોર્યાસી વિધાનસભાની પેટર્ન સમગ્ર રાજ્યમાં લાગુ થઈ હોય તો રાજ્યમાં આશરે ૬૨ લાખ કરતા વધુ મતદાર નકલી, ખોટા, શંકાસ્પદ મતદાર નીકળી શકે છે.

ચોર્યાસી વિધાનસભામાં એક જ વ્યક્તિની તમામ વિગતો એક સામન છતાં બે અલગ અલગ વોટર આઈડી જોવા મળ્યા. બીજી રીત સ્પેલિંગ- અક્ષરમાં ફેરબદલીમાં નામમાં નજીવો ફેરફાર જેમ કે ભાઈ, કુમાર કરી એક જ વ્યક્તિના બે અલગ અલગ વોટર આઈડી જોવા મળ્યા. ત્રીજી રીત જેમાં એક વ્યક્તિનાં ત્રણ-ચાર વોટર કાર્ડ જોવા મળ્યા. ચોથી રીત જેમાં ગુજરાતી અને અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓમાં વોટર કાર્ડ જોવા મળ્યા. પાંચમી રીતે જેમાં સરનામાંમાં નજીવો ફેરફાર કરી નવો મતદાર બનાવામાં આવી રહ્યો છે. ઘરના સરનામામાં એક આઈડીમાં ઘર નંબર ૨૧૦ અને બીજામાં ૨૧૦-૨૧૨ એક દર્શાવી એક જ વ્યક્તિના બે વોટર કાર્ડ બન્યા છે. આમ ગુજરાતમાં જુદીજુદી પાંચ રીતે વોટ ચોરી જોવા મળી છે. કર્ણાટકની એક વિધાનસભાની જેમ ગુજરાતની એક વિધાનસભાની વિગતો પુરાવા, આંકડા અને આધાર સાથે રજુ કર્યા છે.  રાજ્યના જાગૃત નાગરિકો આ બાબતે જાણે અને સમજે એ જરૂરી છે. લોકશાહી બચાવવા, જનતાનાં સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની લડાઈમાં ગુજરાતનાં નાગરીકો જાગૃત નાગરીકોને જોડવા આહ્વાન કરીએ છીએ. વોટ ચોરોને ખુલ્લા પાડવા તમામ લોકો સાથે આવે અને રાજ્યના નાગરિકોના મતોનું સંરક્ષણ થાય એ જરૂરી છે. અમે એક એક પરિવાર સુધી પહોચી નકલી, ખોટા, શંકાસ્પદ મતદારોને શોધીશું

સમગ્ર દેશમાં જનતા ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત તો છે, સાથે સાથે જે રીતે દેશમાં ભ્રસ્ટાચાર થઇ રહ્યો છે, લૂંટ થઇ રહી છે, દરેક જગ્યા પર ચોરી થઇ રહી છે, પરંતુ વોટની ચોરી થતી હોય એવું ભારત દેશના ઇતિહાસમાં પહેલી વાર થઇ રહ્યું છે, કોંગ્રેસ પક્ષ ચુપ નહિ રહે આગામી દિવસોમાં રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા શ્રેત્રોની મતદાર યાદી ચકાસવામાં આવશે અને વર્ષ ૨૦૨૭ સુધીમાં તમામ યાદી ચકાસણી કરી વોટ ચોરોને ખુલ્લા પાડી ગુજરાતના મતદારોના અધિકારનું રક્ષણ કરીશું. કોંગ્રેસ પક્ષ લોકશાહી બચાવવા કટિબદ્ધ છે.

ક્રમ વોટ ચોરીની રીતો કેવી રીતે થાય છે. જો ચોર્યાસી વિધાનસભાની પેટર્ન સમગ્ર રાજ્યમાં લાગુ થઈ હોય તો

૧ Exact Duplication એક જ વ્યક્તિના બે વોટ રાજ્યમાં કુલ મતદાર

૧૮૨ વિધાનસભા ૫,૦૬,૬૪,૧૪૮

૨. Spelling Variation અક્ષર-નામમાં નજીવો ફેરફાર વિધાનસભા બેઠક દીઠ સરેરાશ મતદાર ૨,૭૮,૩૭૪

૩. Multiple Epic Number ત્રણ-ચાર આઈડી, ત્રણ ચાર વોટ વિધાનસભા દીઠ નકલી,ખોટા,શંકાસ્પદ ૧૨.૩ ટકા

૪. Different Language મતદાર યાદીમાં અન્ય ભાષામાં નામ રાજ્યમાં અંદાજે કુલ નકલી,ખોટા,શંકાસ્પદ મતદાર ૬૨,૩૧,૬૯૦

આશરે

૫. Address Manipulation સરનામામાં નજીવો ફેરફાર.

Related posts

મુખ્યમંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

બગોદરા સામૂહિક આત્મહત્યા મામલે આપે ન્યાયની માગણી કરી

દિવાળીમાં જીએસટીમાં રાહત …મોદી

GUJARAT NEWS DESK TEAM

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત

212 તાલુકાઓમાં વરસાદ

GUJARAT NEWS DESK TEAM

આઝાદી બાદ પહેલી વખત અમેરિકાએ ભારતની વસ્તુઓ પર 50% ટેરિફ લગાવ્યો: ઈસુદાન ગઢવી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment