બિઝનેસ

GCCI ઇન્શ્યોરન્સ ટાસ્કફોર્સ દ્વારા GCCI ના “GGCCI દ્વારા “ESIC SPREE યોજના” અને “પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM VBRY)” પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

 

 

GCCI ઇન્શ્યોરન્સ ટાસ્કફોર્સ દ્વારા GCCI ના “GIDC ટાસ્કફોર્સ” અને “MSME ટાસ્કફોર્સ” ના સહયોગથી તારીખ 26 સપ્ટેમ્બર, 2025 ના રોજ “ESIC SPREE યોજના” અને “પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM VBRY)” પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં રિજનલ ડાયરેક્ટર, ESIC, મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોઇમેન્ટ, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, શ્રી હેમંત કુમારજી પાંડે અને રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર–I, EPFO, મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોઇમેન્ટ, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, શ્રી અભિષેકજી ગુપ્તા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં GCCI ના માનદ ટ્રેઝરર શ્રી ગૌરાંગ ભગતે માનનીય પ્રધાનમંત્રીશ્રીના રોજગારની નવી તકો ઉભી કરવાના મિશન તેમજ “PM VBRY” આ મિશન માટે કેવી રીતે મહત્વપૂર્ણ સાબિત થશે તે વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ઉદ્યોગોએ આ યોજનાને સમજવાની અને સરકારના રોજગાર સર્જન મિશનને ટેકો આપવા માટે મોટી સંખ્યામાં તેમાં જોડાવાની જરૂર છે. તેઓએ ઉમેર્યું હતું કે આ યોજના સર્વ કર્મચારીઓને સામાજિક સુરક્ષા કવચ પૂરું પાડશે અને તેમને આ બાબતના તણાવમાંથી મુક્ત કરશે. તેમણે સેમિનારના મુખ્ય વક્તા તરીકે રિજનલ ડાયરેક્ટર, ESIC, શ્રી હેમંતકુમાર પાંડે અને રિજનલ કમિશનર પ્રોવિડન્ટ ફંડ શ્રી અભિષેકજી ગુપ્તાનું સ્વાગત કર્યું હતું. તેઓએ આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવા બદલ GCCI ઇન્સ્યોરન્સ ટાસ્કફોર્સ તેમજ ચેરમેન પાર્થભાઈ દેસાઈ, GIDC ટાસ્કફોર્સ અને MSME ટાસ્કફોર્સ તેમજ ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને શ્રી શૈલેષભાઈ પટેલને અભિનંદન આપ્યા હતા.

 

આ પ્રસંગે બોલતા GCCI ઇન્સ્યોરન્સ ટાસ્કફોર્સના ચેરમેન શ્રી પાર્થ દેસાઈએ જણાવ્યું હતું કે આ સેમિનાર તમામ ઉદ્યોગોના માધ્યમ થકી રોજગારીનું સર્જન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે ખુબ મહત્વપૂર્ણ છે. તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીની “વિઝન 2047” ની પરિપૂર્ણતા માટે રોજગારનું સર્જન સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે. તે આપણા ઉત્પાદન ક્ષેત્ર તેમજ સેવા ક્ષેત્રના અભૂતપૂર્વ વિસ્તરણને સુનિશ્ચિત કરવામાં અને સમગ્ર ઉદ્યોગજગતમાં રોજગારીની તકો ઊભી કરવામાં મદદરૂપ થશે અને વપરાશ તેમજ ઉત્પાદનને વિસ્તૃત કરીને અર્થતંત્રને મોટો વેગ આપશે, જે દરેક રાષ્ટ્ર માટે ખુબ આવશ્યક બાબતો છે. તેમણે આ મિશનની ત્રણ બાયલાઇન્સ વિશે ટિપ્પણી કરી હતી કે જેમાં રોજગારી સશક્તિકરણ, કર્મચારીઓના ભવિષ્યની સુનિશ્ચિતતા, તેમજ અર્થતંત્ર વિકાસનો સમાવેશ થાય છે

 

આ પ્રસંગે બોલતા શ્રી હેમંત કુમારજી પાંડેએ જણાવ્યું હતું કે “SPREE યોજના 2025” ESI કાયદાના પાલન માટે એક વધુ તક પુરી પાડે છે. આ યોજના કર્મચારીઓ માટે તબીબી સંભાળ, માંદગી લાભો, પ્રસૂતિ લાભો, અપંગતા લાભો, આશ્રિત લાભો વગેરે જેવા લાભો સુનિશ્ચિત કરશે. તેમણે આ લાભો મેળવવા માટે નોકરીદાતાઓ દ્વારા તેમના એકમોની નોંધણી કરાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. “SPREE 2025” એ એક વખતની ખાસ પહેલ છે જેનો બધા ઉદ્યોગોએ લાભ લેવો જોઈએ. તેમણે

“સ્પ્રી સ્કીમ 2025” વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેઓએ નવી એમ્નેસ્ટી સ્કીમ 2025 વિશે પણ માહિતી આપી હતી.

અભિષેકજી ગુપ્તાએ ઉલ્લેખ કર્યો હતો કે “PMVBRY” નો કુલ ખર્ચ રૂ. ૯૯૪૪૬ કરોડનો હશે જે ઉત્પાદન ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોને લાભ આપશે. તે તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જનને ઉત્પ્રેરક બનાવશે. તેમણે નોકરીદાતાઓ તેમજ કર્મચારીઓને પ્રાપ્ત થતા લાભો વિષે માહિતી આપી હતી. આ યોજના પહેલી વાર કામ કરતા કર્મચારીઓને રોજગાર માટે ની શોધ અંગેનો થયેલ ખર્ચ, પરિવહન તેમજ રહેઠાણ વિષયક ખર્ચ જેવા પ્રારંભિક ખર્ચને સરભર કરવામાં મદદરૂપ થાય છે. તેઓએ “PMVBRY” વિષે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

આ પ્રસંગે આયોજિત પ્રશ્નોત્તરી સત્ર પણ ખુબ માહિતીપ્રદ રહ્યું હતું.

શ્રી શૈલેષભાઇ પટેલ, ચેરમેન, MSME ટાસ્કફોર્સ, દ્વારા આભારવિધિ પછી સેમિનાર સમાપ્ત થયો હતો.

 

Related posts

ચાર્જર ઉત્પાદનોના વિતરણ અને અને મોબીલે નેટવર્કની વૃદ્ધિ માટે ઈ વીએએમપી એ 7 કરોડનું ભંડોળ પ્રાપ્ત કર્યો

GUJARAT NEWS DESK TEAM

પ્રોજેક્ટ પ્રગતિ: વિશ્વની પ્રથમ ટકાઉ એરંડા પહેલથી ગુજરાતના 10,000+ ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવ્યું

GUJARAT NEWS DESK TEAM

અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર

GUJARAT NEWS DESK TEAM

ગોપાલ સ્નેક્સ કંપનીએ ત્રણ નવા પ્રોડક્ટ લોન્ચ કરીને પ્રોડક્ટ રેન્જનું વિસ્તરણ કર્યું

GUJARAT NEWS DESK TEAM

JITO, GCCI તેમજ  CREDAI, અમદાવાદ (GIHED) દ્વારા સંયુક્ત રીતે “અમદાવાદ રિયલ એસ્ટેટ કોન્ક્લેવ 2025 નું” થયેલ આયોજન.

GUJARAT NEWS DESK TEAM

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment