ગુજરાત

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા બાબતે પદયાત્રા યોજી

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા બાબતે પદયાત્રા યોજી
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગામ જુનારાજમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ રોડ ન બનતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનારાજ ગામથી પદયાત્રા યોજી
પદયાત્રા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપ્યું
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જે રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું તે રોડનું કામ અટકી પડતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનારાજ ગામથી પદયાત્રા યોજી
જીતગઢથી જુનારાજના રોડની કામગીરી દરમિયાન વન વિભાગના નાયક વન સંરક્ષકે ફોરેસ્ટની NOC ન હોવાનું કહી વાહનો જપ્ત કર્યા: ચૈતર વસાવા
500 વર્ષ જૂના ઐતિહાસિક ગામના રોડ માટે આજે પદયાત્રા કરવી પડી છે: ચૈતર વસાવા
ભાજપના સાંસદ મનસુખ વસાવાની વાત પણ તંત્ર સાંભળવા તૈયાર નથી: ચૈતર વસાવા
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્રીન કોરિડોર, માલસામોટ ઈકો ટુરીઝમ જેવા કામો રાતોરાત મંજૂર થઈ જાય છે તો મૂળભૂત જરૂરિયાતવાળા રોડ રસ્તાના કામો શા માટે મંજૂર થતા નથી: ચૈતર વસાવા
આવનારા 15 દિવસમાં આ રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ: ચૈતર વસાવા
 જો આ રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા માટે અમે કેવડીયા જઈશું: ચૈતર વસાવા
અમૃત મહોત્સવના નામે દરેક જિલ્લામાં કરોડો ખર્ચવામાં આવે છે પરંતુ ઘણા ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ: ચૈતર વસાવા
મહિલાઓને ડિલિવરી માટે જોળીમાં કે નાવડીમાં લઈ જવી પડે છે અને ઘણા કિસ્સામાં બાળકોના મોત પણ નીપજે છે, તો આવી પરિસ્થિતિમાં આ રોડ તાત્કાલિક બને તે જરૂરી છે: ચૈતર વસાવા
અમદાવાદ/નર્મદા/ભરૂચ/વડોદરા/પંચમહાલ/દાહોદ/છોટાઉદેપુર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા માટે વહેલી સવારથી જુનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગામ જુનારાજમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ રોડ ન બનતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનારાજ ગામથી પદયાત્રા યોજી હતી. ચૈતર વસાવાએ ઐતિહાસિક પૌરાણીક, પર્યટક ગામ જુનારાજ, ઉપલા જુનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમોંદીયા,દેવહાત્રા જવા રોડ બનાવવા માટે પદયાત્રા શરૂ કરી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. પદયાત્રા કર્યા બાદ ચૈતર વસાવાએ નર્મદાના નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપ્યું હતું. પત્રમાં ચૈતર વસાવાએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, અહીં વર્ષોથી જીતગઢથી જુનારાજને જોડતો રસ્તો છે. આજ રસ્તે, નીચલું જુનારાજ, ઉપલુ જુનારાજ, વેરીસાલ, પાંચખાડી, કોમદીયા જેવા પરા-ગામ પણ આવેલા છે. જે રસ્તે 14 કિ.મી. ડામર રોડ મંજૂર થયેલ છે. ડી.બી.પટેલ- મેમર્સ દ્વારા તા.12/03/2024 ના રોજથી સ્ટ્રક્ચરની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગ, કેવડીયા અને નર્મદાના નાયબ વન સંરક્ષક દ્વારા વાહનોને જપ્ત કરી કામગીરીને અટકાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, “ફોરેસ્ટ NOC- પરવાનગી નથી મળી”.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જે રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું તે રોડનું કામ અટકી પડતા હાલ ગ્રામજનોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભાજપના સાંસદ  મનસુખ વસાવાની વાત પણ તંત્ર સાંભળી રહ્યું નથી. ત્યારે સવાલ એ થાય છે કે આ જ નર્મદા જીલ્લામાં આજ વન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન તમામ પ્રોજેકટો, સાપુતારા- સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્રીન કોરિડોર, માલસામોટ ઈકો ટુરીઝ જેવા મોટા પ્રોજેક્ટોમાં રાતો-રાત મંજુરી આપી કામો થઈ જાય છે. અહીં લોકોની મૂળભૂત સુવિધાઓ માટે રસ્તા બને તો Forest Clearance માંગવામાં આવે છે આ વલણ ચલાવી લેવાય તેમ નથી. જેથી તાત્કાલિક અસરથી જીતગઢથી જુનારાજના ડામર રોડની કામગીરી ચાલુ કરાવામાં આવે એવી અમારી માંગણી છે. જો 15 દિવસમાં આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો અસર કરતાં તમામ ગામના લોકો ભેગા મળી તા.31/10/2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને રજુઆત કરવા કેવડીયા પહોંચીશું.
દેશની આઝાદીને આજે ૭૮ વર્ષ થી વધુ સમય થયો છે. દેશના દરેક જીલ્લાઓમાં અમૃત મહોત્સવ મનાવવા કરોડોની ગ્રાન્ટ વાપરવામાં આવે છે. દરેક સરકારી કાર્યક્રમોમાં વિકાસની મોટી-મોટી વાતો કરવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ જેવા પ્રોજેક્ટોને કારણે નર્મદા જીલ્લો દેશ અને દુનિયાના નકશામાં પ્રગતિ કરતો આગળ વધી રહ્યો છે. જેનો આપણે સૌ ગૌરવ લઇએ છીએ. ત્યારે આપણે એ પણ સ્વીકારવું પડશે કે આજે પણ જિલ્લાના ઘણા ગામડાઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. જીલ્લાના કેટલાક ગામોમાં રસ્તા ન હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. જેને કારણે મહિલાઓને ડિલિવરી માટે ઝોલી કે નાવડીઓમાં લઈ જવી પડે છે. ઘણા કિસ્સાઓમાં રસ્તે જ બાળક કે મહિલાનું મોત પણ નીપજે છે. ચાપટ ગામની ઘટનાએ સૌને દુઃખી કર્યા હતા. એ પ્રકારની ઘટનાઓના વિડિયો અવારનવાર આપણે જોતા હોઈએ છીએ. એવા ઘણા ગામો છે જ્યાં જવા માટેના રસ્તાઓ આજે પણ બન્યા નથી.
જુનારાજ ગામ પણ આવી જ સ્થિતિ છે, જેનો ૫૦૦ વર્ષ જુનો ઈતિહાસ છે. અહીં ઈ.સ. 1834 માં બનેલ નિલકંઠેશ્વર મહાદેવનું મંદિર, ગોહિલ વંશના રાજાઓના મહેલ, કિલ્લાઓ એના સાક્ષી છે. જુનારાજના કમોદીયા ફળિયામાં આવેલ દેવહાતિયા ભીલનું નિવાસ સ્થાન દેવ હાતરા નો 750 વર્ષ જુના ઈતિહાસનું સાક્ષી છે. પ્રકૃતિના ખોળે વસેલ જુનારાજનો ગૌરવશાળી ઈતિહાસ છે. જે ગામો નીચેના પ્રદેશના વિકાસમાં આજુબાજુના ગામો સાથે છિન્ન-ભિન્ન થઈ ગયા પોતાની સંસ્કૃતિ, પ્રકૃતિ, સમાજથી અલગ થઈ ગયા, અને કરજણ ડેમના નિર્માણમાં સહકાર આપવાથી લાખો ખેડૂતો સિંચાઈથી લાભ વંચિત થયા. આટલું મોટું યોગદાન આપનારા આ વિસ્તારના લોકો મૂળભૂત સુવિધાઓ માટે વહીવટી તંત્રને આજીજી કરી રહ્યા છે.

Related posts

ગાંધી આશ્રમ ડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની મુખ્યમંત્રીએ મુલાકાત કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ રેડ ક્રોસ દ્વારા તૈયાર કરાયેલી મેડિકલ વાન નું લોકાર્પણ કર્યું

અમદાવાદમાં ભારતના અગ્રણી રુમેટોલોજિસ્ટ્સનું સમ્મેલન : આર્થરાઇટિસ અને ઓટોઇમ્યુન રોગો વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે

GUJARAT NEWS DESK TEAM

અમરેલીના ઢુંઢિયામાં દંપત્તિતા હત્યારાઓને ઝડપથી પકડવા આમ આદમી પાર્ટી એ માગણી કરી

બોટાદ માર્કેટ યાર્ડમાં AAP ખેડૂત નેતા રાજુ કરપડા હજારો ખેડૂતો સાથે કળદાના મુદ્દે ધરણા પર બેઠા

GUJARAT NEWS DESK TEAM

સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએःઃ કઠવાડિયા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment