ગુજરાત વહીવટી સુધારણા પંચ જીએઆરસીનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો

રાજ્ય યુવાનોને યોગ્ય તકો અને રોજગારીના અવસરો મળે તે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં થતી ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અને એક વર્ષની સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (જીએઆરસી) દ્વારા રાજ્ય સરકારને સોંપાયેલા તેના છઠ્ઠા અહેવાલમાં આ ભલામણ કરાઇ છે.
રાજ્યના ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાઓને યોગ્ય તકો અને રોજગાર અવસરો આપીને તેમની શક્તિને વિકસિત રાષ્ટ્ર-વિકસિત રાજ્યના નિર્માણમાં જોડાય શકે તે માટેનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.
જેના અંતર્ગત મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચ (જીએઆરસી) ની રચના કરી છે.
આ ગુજરાત વહીવટી સુધારણા પંચ (જીએઆરસી) નો છઠ્ઠો ભલામણ અહેવાલ જીએઆરસીના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો. જીએઆરસીએ અત્યાર સુધીમાં રાજ્ય સરકારને પાંચ ભલામણ અહેવાલો સોંપ્યા છે.
આજે મુખ્યમંત્રીને સુપ્રત કરાયેલા છઠ્ઠા અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની મહત્વની નવ ભલામણો કરાઇ છે.
એટલું જ નહિ, જીએઆરસી દ્વારા સૂચવાયેલી આ ભલામણો અમલમાં મુકાવાથી ભરતી પ્રક્રિયા એક વર્ષથી ઓછી સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે, રાજ્યના યુવાનોને સમયસર અને પારદર્શક રોજગારી તક પ્રાપ્ત થાય, લાંબા સમયથી પેન્ડિંગ ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય અને સરકારની વહીવટીક્ષમતા અને જાહેર સેવા પ્રદાનમાં ગતિ આવે તેવો રાજ્ય સરકારનો અભિગમ સાકાર થશે.
જીએઆરસી દ્વારા રાજ્ય સરકારને કરાયેલી નવ ભલામણો નીચે મુજબ છે.
1. ભરતી પ્રક્રીયા પૂરી કરવા માટેની નિશ્ચિત ટાઇમલાઇન નક્કી કરવી : જે ભરતી પ્રક્રિયામાં ત્રણ તબક્કા હોય તે ૯ થી ૧૨ મહિનામાં અને જેમાં બે તબક્કા હોય તે પ્રક્રિયાને ૬ થી ૯ મહિનામાં પૂરી કરવાની તથા ભવિષ્યમાં આ સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂરી થાય તે મુજબની ભલામણ કરાઇ છે.
2. સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઇટી) : સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રિલિમ્સ તથા વિષયવાર મેઈન્સ પરીક્ષા યોજીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને તેનાથી સમાન પ્રકારની કેડર માટે અલગ-અલગ પરીક્ષા પાછળ થતા વહીવટી અને નાણાંકીય ખર્ચમાં ઘણો ઘટાડો કરીને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ શકે તેમ અહેવાલમાં સૂચવાયું છે.
3. દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો : દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માંગણાપત્રક સબમિટ કરવાની વ્યવસ્થા સાથે ભરતી નિયમો, પરીક્ષા નિયમો તેમજ ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રિય સેલની રચના કરવાની ભલામણ કરાઇ છે. જેના પરિણામે, ભરતી પ્રક્રીયા માટે જરૂરી નિયમો ખૂબ ઝડપથી આખરી થઇ શકશે અને ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તેમ આ છઠ્ઠા ભલામણ અહેવાલમાં જણાવાયું છે.
4. સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન (આઇએએસએસ) : હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી તથા ડિજી-લોકરની જેમ જ એપીઆઇ-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ખૂબ અસરકારક બનશે તેમ આ અહેવાલમાં સૂચવાયું છે.
5. કેન્ડિડેટ ફ્રેન્ડલી – એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ : ઉમેદવાર આધારિત યુનિક આઇડી પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રૅક કરી શકાય તેવી વ્યવસ્થા સાથે જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ભલામણ પણ જીએઆરસીના આ અહેવાલમાં થઈ છે.
6. રિક્વિઝિશનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડિજિટલ વર્કફ્લો : એકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ (વિભાગો–એજન્સીઓ–ઉમેદવારો) વચ્ચે માહિતીની આપ-લે શક્ય બનશે અને ઉમેદવારોએ એક જ પ્રકારના દસ્તાવેજો વારેઘડિયે અલગ અલગ ભરતી સંસ્થાઓ સમક્ષ રજૂ કરવાની જરૂરિયાત ન રહે તેવી વ્યવસ્થાથી ઇઝ ઓફ ડૂંઇગ બિઝનેસના અભિગમ સાથે એકરૂપતાની ભલામણ કરવામાં આવેલી છે.
7. ભરતી એજન્સીઓની ક્ષમતામાં વધારો અને પુનર્ગઠન : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીસ રિક્રુટમેન્ટ બોર્ડ (એમએસઆરબી)ની રચના કરવાની તેમજ જીએસએસએસબી, જીપીએસએસબી અને જીપીઆરબીને ગુજરાત જાહેર સેવા આયોગની સમકક્ષ જરૂરી વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવાની ભલામણ આ અહેવાલમાં થઈ છે.
8. કોમ્પ્યુટર બેઝ્ડ પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગ : રાજ્યમાં શક્ય તેટલી પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત (કમ્પ્યુટર બેઝ્ડ) લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ (ઇએમયુ)ની સ્થાપના કરવામાં આવે તેવુ પણ સૂચવાયું છે.
9. ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવું : દરેક વિભાગ માટે ભવિષ્યની જરૂરિયાતો આધારિત 10 વર્ષના ભરતી કેલેન્ડરની સમીક્ષા હાથ ધરીને ખૂબ જ અગત્યતાથી ઇમરજન્સી સર્વિસ તેમજ ક્રિટિકલ કેડરની ઓળખ કરીને શક્ય તેટલી ઝડપથી ભરતી કરવાની ભલામણ પણ જીએઆરસી દ્વારા કરાઇ છે.