અદાણી પાવરને ધીરૌલી ખાણમાં કામ શરૂ કરવા મંજૂરી વાર્ષિક ૬.૫ MTની ટોચની ઉત્પાદન ક્ષમતામાંથી ૫ MT ઓપન કાસ્ટ સપ્લાય નાણા વર્ષ ૨૭ સુધીમાં પ્રાપ્ત થવાની ધારણા...
અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણકારો માટે વધુ એક ખુશખબર આવી છે. ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે અગ્રેસર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) નું CareEdge રેટિંગ અપગ્રેડ થયું...
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તા. 25મી ઑગસ્ટ, 2025ના રોજ અનેક પરિવર્તનાત્મક ઔદ્યોગિક અને ભૌતિક માળખાકીય પ્રોજેક્ટ્સનાં સફળ લોકાર્પણ માટે...
અદાણી શાંતિગ્રામની બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં વિશિષ્ટ વ્યવસાય ચેમ્બર ‘ધ ઇમ્પિરિયલ’ ખુલ્લી મૂકાઇ અમદાવાદની અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં ‘ધ...
ગોપાલ સ્નેક્સ કંપનીએ ત્રણ નવા પ્રોડક્ટ લોન્ચ કરીને પ્રોડક્ટ રેન્જનું વિસ્તરણ કર્યું ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રની અગ્રણી કંપની ગોપાલ સ્નેક્સ લિમિટેડ એ પોતાના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા તેમજ ગ્રાહકોની બદલાતી પસંદગી અને જરૂરિયાતોને પૂરી પાડવા માટે ત્રણ નવા પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. આ ત્રણ પ્રોડક્ટ્સ – જીરા પાપડ, હોટ વ્હીલ્સ અને કટક મટક હોટ બુલ હવે સમગ્ર દેશમાં ઉપલબ્ધ રહેશે. જીરા પાપડ માત્ર ₹5 ની વ્યાજબી કિંમતે ઉપલબ્ધ છે. 16 ગ્રામના પેકમાં 25% વધારાની સાથે કુલ 20gm ઉત્પાદન આપવામાં આવ્યું છે, જે ગ્રાહકોને વધુ મૂલ્ય પ્રદાન કરવાની ગોપાલ સ્નેક્સની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હોટ વ્હીલ્સ, જે થોડા સમય પહેલા જ બજારમાં રજૂ કરાયું હતું, તેનું 20gm નું પેક ફક્ત ₹5 માં મળે છે. તેની ખાસિયત એ છે કે દરેક પેકમાં સ્વાદિષ્ટ નાસ્તા સાથે મફત એક રમકડું પણ હોય છે. આ પ્રોડક્ટ ખાસ કરીને બાળકો માટે આકર્ષક છે, કારણ કે તેમાં સરપ્રાઇઝ ટોય સાથે નાસ્તાનો મજેદાર અનુભવ મળે છે. કટક મટક હોટ બુલ એક્સટ્રુડેડ સ્નેક્સ સેગમેન્ટમાં અનોખો અને મસાલેદાર સ્વાદ ઉમેરે છે. આ ગોપાલ સ્નેક્સના પોર્ટફોલિયોમાં સૌથી સ્પાઇસી પ્રોડક્ટ્સમાંથી એક છે. યુવા અને ટ્રેન્ડી પેકેજિંગ સાથે રજૂ થયેલા આ 45 ગ્રામ પેકની કિંમત ₹10 છે, જે ખાસ કરીને નવા સ્વાદોની શોધમાં રહેલા યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ગોપાલ સ્નેક્સના પૂર્ણ-સમયના ડિરેક્ટર અને સીઈઓ રાજ હડવાણીએ જણાવ્યું હતું કે : “ગોપાલ સ્નેક્સ ખાતે અમારું વિઝન હંમેશાં ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી પાડવાનું રહ્યું છે. અમારા નવા પ્રોડક્ટ્સ નાસ્તાનો અનુભવ વધુ મજેદાર બનાવે છે અને નવું અજમાવવા ઇચ્છતા ગ્રાહકો માટે તાજગીભર્યો સ્વાદ પ્રદાન કરે છે. સાથે સાથે, ગુણવત્તા અને સ્વાદને વ્યાજબી કિંમતે પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.” આજે ગોપાલ સ્નેક્સ એક પ્રાદેશિક લોકપ્રિય બ્રાન્ડમાંથી રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત બ્રાન્ડ બની ગયું છે. હાલમાં કંપની 320 જુદા જુદા પ્રકારોમાં 85થી વધુ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તેની વિશાળ શ્રેણીમાં પરંપરાગત નમકીન, સ્નેક પેલેટ્સ, પેકેજ્ડ મીઠાઈઓ, મસાલા તથા પશ્ચિમી સ્વાદથી પ્રેરિત નાસ્તાની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોડક્ટ્સ આધુનિક ટેક્નોલોજી સાથે તેમજ ભારતીય પરંપરાગત સ્વાદને જાળવી રાખીને બનાવવામાં આવે છે....
કેરળના ઔદ્યોગિક વિકાસ માટે એક નવા યુગ તરફ પ્રસ્થાન કોચી, 23 ઓગસ્ટ, 2025: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ)એ કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ...
ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક, એચડીએફસી બેંકે ગ્રાહકોને એપીકે (એન્ડ્રોઇડ પેકેજ કિટ) ફ્રોડ અંગે સતર્ક રહેવાની સલાહ આપી છે. તેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે...