OTHER

અનંત અંબાણીએ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી

મુંબઈના માનીતા દેવ, ભગવાન ગણેશ પોતાના ભક્તો સાથે દસ દિવસ આનંદપૂર્વક વિતાવ્યા પછી, તેમના ઘરે પરત ફર્યા. આ સમયે તેમને વાજતગાજતે વિદાય આપનારા ભક્ત સમુદાયમાં અનંત અંબાણી પણ જોડાયા, જેમણે લાખો મુંબઈકરોની જેમ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી.
અનંત અંબાણી ‘લાલબાગ ચા રાજા’ની શોભાયાત્રામાં જોડાયા અને તેમના આરાધ્ય દેવ પ્રત્યેની અનન્ય ભક્તિ અભિવ્યક્ત કરી. તેઓ વર્ષોથી ‘લાલબાગ ચા રાજા’ના પંડાલમાં નિયમિત દર્શન કરતા રહ્યા છે, અને વારંવાર સિદ્ધિવિનાયકની પદયાત્રા કરીને ભગવાન ગણેશ પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરતા રહ્યા છે.
મુંબઈના એક સામાન્ય રહેવાસીની જેમ આ શોભાયાત્રામાં જોડાઈને, અનંત અંબાણી ગિરગાંવ ચોપાટી સુધી વિસર્જન યાત્રાના અંતિમ તબક્કામાં પણ બાપ્પા સાથે હતા. અન્ય બધા ભક્તોની જેમ, તેઓ પણ 2026માં વિઘ્નહર્તાનું સ્વાગત કરવા વધુ એક વર્ષ રાહ જોશે

Related posts

સાળંગપુર હનુમાનજી મંદિરના નામે નકલી વેબસાઈટ બનાવીને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરનારા ઉત્તરપ્રદેશથી પકડાયો

GUJARAT NEWS DESK TEAM

હિરામણી સંસ્થાનું ઉમદા કાર્ય .. અડાલજમાં આરોગ્યધામમાં નજીવા દરે આરોગ્ય તપાસ 

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

GUJARAT NEWS DESK TEAM

દિવાળીના તહેવારોમાં રાત્રે 8 થી 10 સુધી જ ફટાકડાં ફોડી શકાશે

GUJARAT NEWS DESK TEAM

ઘી કાંટાની મોટી હમામ પોળ ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાનો સ્તુત્ય પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસની સડકથી લઇ સંસદ સુધીની લડાઈ : અમિત ચાવડા

Leave a Comment