OTHER

અદાણી પાવરે નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિક પરિણામો ઘોષિત કર્યા

 

અદાણી પાવરે નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિક પરિણામો ઘોષિત કર્યા

 અદાણી પોર્ટફોલિઓની કંપનીઓનો એક ભાગ અદાણી પાવર લિ.(APL) એ ૩૦મી જૂન-૨૫ના પૂરાથયેલા પ્રથમ ત્રિમાસિકના નાણાકીય પરિણામોની આજે ઘોષણા કરી હતી.

તદનુસાર સમીક્ષાના સમય ગાળામાં કામકાજમાંથી આવક રુ.૧૩,૭૦૨.૯૪ કરોડ થઇ છે જે ગત નાણાકીય વર્ષ-૨૫ના સમાનગાળામાં રુ.૧૪,૭૧૬.૮૯ હતી. જે ૬.૮૯%નો તફાવત દર્શાવે છે.નાણાકીય વર્ષ-૨૫ના અંતિમ ત્રિમાસિકમાં આવક રુ.૧૪,૧૪૫.૩૧ કરોડ અને સમગ્ર ગત નાણાકીય વર્ષની કુલ આવક રુ.૫૪,૫૦૨.૮૧ કરોડ હતી. અન્ય આવક ચાલુ વર્ષના સમીક્ષા હેઠળના ગાળામાં રુ.૪૬૪.૫૫ કરોડ હતી જે ગત વર્ષના સમાન ગાળામાં રુ.૩૩૪.૭૧ કરોડ હતી. જે ૩૮.૭૯%નો તફાવત દર્શાવે છે.  જ્યારે ગત વર્ષના અંતિમ ત્રિમાસિકમાં રુ.૩૭૭.૦૮ કરોડ અને સમગ્ર ૨૦૨૫ના નાણાકીય વર્ષમાં આવક રુ.૧૯૬૯.૯૧ કરોડ થઇ હતી જે ૨૩.૨૦%નો તફાવત દર્શાવે છે. આમ ચાલુ વર્ષના અહેવાલના સમય દરમિયાન કુલ સતત આવક રુ.૧૪,૧૬૭.૪૯ કરોડ નોંધાવી છે. ગત વર્ષના સમાન ગાળામાં રુ.૧૫,૦૫૧.૬૦ કરોડ હતી જે ટકાવારીની દ્રષ્ટિએ ૫.૮૭% છે. નાણાકીય વર્ષ-૨૫ના આખરી ત્રિમાસિકમાં રુ.૧૪,૫૨૨.૩૯ કરોડ અને ગત સમગ્ર વર્ષમાં કુલ આવક રુ.૫૬,૪૭૨ કરોડ થઇ હતી. જે ૨.૪૪%નો તફાવત દર્શાવે છે. ચાલુ વર્ષના સમીક્ષા હેઠળના ગાળામાં કુલ નોંધાયેલ આવક રુ.૧૪,૫૭૩.૭૦ કરોડ છે જે ગત વર્ષના સરખા ગાળામાં રુ.૧૫,૪૭૩.૯૫ કરોડ હતી જે ૫.૮૭%નો તફાવત દર્શાવે છે. જ્યારે ગત વર્ષના આખરી ત્રિમાસિક સમય દરમિયાન રુ.૧૪,૫૩૫.૬૦ કરોડ અને સમગ્ર વર્ષમાં રુ.૫૮,૯૦૫.૮૩ કરોડની આવક નોંધાઇ હતી જે ૦.૨૬%નો તફાવત દર્શાવે છે.

સમીક્ષા હેઠળના ગાળામાં સતત એબિડ્ટા રુ.૫,૭૪૩.૬૨ કરોડ રહ્યો છે જે ગત નાણા વર્ષ-૨૫ના સરખા સમય દરમિયાન રુ.૬,૨૯૦.૨૮ કરોડ હતો જે ૮.૬૯%નો તફાવત દર્શાવે છે. ગત નાણા વર્ષના અંતિમ ત્રિમાસિકમાં એબિડ્ટા રુ.૫,૦૯૭.૬૨ કરોડ અને સમગ્ર વર્ષના અંતે કુલ એબિડ્ટા રુ.૨૧,૫૭૫.૦૭ કરોડ રહયો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં એબિડ્ટા ૬,૧૪૯.૮૩ કરોડ નોંધાયો છે જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં રુ.૬,૭૧૨.૬૩ કરોડ હતો. જે ટકાવારીની રીતે ૮.૩૮%નો તફાવત દર્શાવે છે. જ્યારે ગત નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકના અંતે એબિટ્ડા રુ.૫,૧૧૦.૮૩ કરોડ અને સમગ્ર વર્ષનો એબિટ્ડા રુ.૨૪૦૦૮.૧૮ કરોડ નોંધાવ્યો હતો જે ૨૦.૩૩%નો તફાવત દર્શાવે છે.

અહેવાલના સમય ગાળા કર પહેલાનો સતત નફો  રુ.૩,૭૯૮.૧૦ કરોડ રહ્યો હતો. જ્યારે ગત વર્ષના સમાન ગાળામાં રુ.૪,૪૮૩.૧૬ કરોડ હતો. જે ૧૫.૨૮%નો તફાવત દર્શાવે છે.. જ્યારે ગત નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં કર પહેલાનો સતત નફો રુ.૩,૨૪૮.૦૭ કરોડ અને સમગ્ર વર્ષનો કર પહેલાનો કુલ સતત નફો ૧૩,૯૨૬.૪૦ કરોડ હતો જે ટકાવારીની રીતે ૧૬.૯૩ ટકાનો તફાવત દર્શાવે છે. ચાલુ વર્ષના સમીક્ષાના ગાળામાં રુ.૪,૨૦૪.૩૧ કરોડનો કર અગાઉનો નફો નોંધાયો છે જે ગત વર્ષના સમાન ગાળામાં ૪,૯૦૫.૫૧ કરોડ નોંધાયો હતો જે ૧૪.૨૯%નો તફાવત દર્શાવે છે. ગત નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસિકમાં આ નફો ૩,૨૬૧.૨૮ કરોડ હતો અને સમગ્ર નાણાકીય વર્ષ-૨૫નો કર પહેલાનો નફો રુ.૧૬,૩૫૯.૫૧ કરોડ નોંધાવ્યો હતો. કુલ કર ખર્ચ-ક્રેડીટ ચાલુ નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં રુ.૮૯૯.૧૮ કરોડ થયો છે જે ગત વર્ષના સમાન સમય દરમિયાન રુ.૯૯૨.૭૨ કરોડ હતો. જે ૯.૪૨%નો તફાવત બતાવે છે. ગયા નાણાકીય વર્ષ-૨૫ના અંતિમ ત્રિમાસિકમાં આ આંકડો રુ.૯૯૨.૭૨ કરોડ હતો. જ્યારે નાણકીય વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસિકમાં કર ખર્ચાઓ-ક્રેડીટની રકમ રુ.૬૬૨.૦૫ કરોડ અને પુરા વર્ષના અંતે આ રકમ રુ.૩,૬૦૯.૯૦ કરોડ હતી. ટકાવારીની રીતે આ તફાવત ૩૫.૮૨% હતો. સમીક્ષા હેઠળના સમય દરમિયાન કર બાદનો નફો ર’.૩૩૦૫.૧૩ કરોડ થયો છે જે ગત વર્ષના સરખા સમયમાં રુ.૩,૯૦૧૨.૭૯ કરોડ હતો. જે ૧૫.૫૩%નો તફાવત બતાવે છે જ્યારે ૨૦૨૫ના નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં કર બાદનો નફો રુ.૨,૫૯૯.૨૩ કરોડ અને સમગ્ર વર્ષનો કર બાદનો નફો ૧૨,૭૪૯.૬૧ કરોડ હતો જે ૨૭.૧૬%નો તફાવત દર્શાવે છે.

અદાણી પાવર લિ.ના સી.ઇ.ઓ. શ્રી એસ.બી.ખ્યાલિઆએ આ પરિણામો વિષે ટીપ્પણી કરતા કહ્યું હતું કે, અમે પ્રકલ્પોના કૂનેહપૂર્વક અમલીકરણ અને વ્યુહાત્મક સંપાદન  દ્વારા અમે 2030 સુધીમાં 30 ગીગા વોટ્સની ક્ષમતા હાંસલ કરવાના અમારા પથ પર ભવિષ્યની વૃદ્ધિ માટે અમારી ક્ષમતાને સતત પ્રોત્સાહન આપવા માટે સજ્જ છીએ.  અલ્ટ્રા-સુપરક્રિટિકલ બોઇલરો, ટર્બાઇન્સ અને જનરેટર જેવા જટિલ ઉપકરણોને  નિયત સમય પહેલાં હસ્તગત કરીને અમે અમારી સ્પર્ધાત્મક ધારને મજબુત બનાવી રહ્યા છીએ અને ભારતની વધતી જતી ઉર્જાની જરૂરિયાતોને ટેકો આપવા સાથે ટકાઉપણા અને શ્રેષ્ઠ કામગીરી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અવિરત રહી છે.

નાણાકીય વર્ષ- 25ના પ્રથમ ત્રિમાસિકમાં ૨૪.૨ બિલિયન યુનિટના વીજળીના વેચાણ સામે વર્તમાન સમીક્ષાના સમયમાં ચોમાસાના વહેલા આગમન અને તે સંબંધી અન્ય વિપરીત પરિબળો છતાં  ૧.૬% વધીને ૨૪.૬ બિલિયન યુનિટનું વેચાણ થયું છે. વધુમાં અદાણી પાવરને બાંગ્લાદેશ પાસેથી છેલ્લા બે મહિનામાં 500 મિલિયન ડોલરથી વધુ રકમનું ચૂકવણું પ્રાપ્ત થયું છે. જુલાઈ 2025 માં ઓપરેટિંગ ક્ષમતા વધીને 18,150 મેગાવોટ થઇ છે. ચાલુ નાણાકીય વર્ષ -26ના પ્રથમ ત્રિમાસિકમાં 25.7 બિલિયન યુનિટ પાવર જનરેશન કરવામાં આવ્યું છે.

અદાણી પાવર 2030 સુધીમાં 12,520 મેગાવોટની કુલ ક્ષમતાવાળા સાત બ્રાઉનફિલ્ડ પાવર પ્રોજેક્ટ્સ અને એક ગ્રીનફિલ્ડ પાવર પ્રકલ્પના નિર્માણ દ્વારા તેની સ્થાપિત ક્ષમતા 30,670 મેગાવોટ સુધી વિસ્તૃત કરી રહી છે. મધ્યપ્રદેશના મહાન તેમજ છતીશગઢના રાયગઢ ખાતે 2×800 મેગાવોટ (1,600 મેગાવોટ) ની ક્ષમતાના ત્રણ અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટ્સનુ કામકાજ  હાલની સાઇટ્સ પર પુુરજોશમાંચાલી રહ્યું છે. વધુમાં  અદાણી પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કેપીએલને તેના છતીસગઢના કોર્બા ખાતેના 2×660 મેગાવોટ (1,320 મેગાવોટ) ના સુપરક્રીટીકલ પાવર પ્રોજેક્ટને પુન:શરુ કરવા માટે પર્યાવરણીય મંજૂરી પણ મળી છે.

 

 

 

Related posts

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને 17 વર્ષ પૂર્ણ

અસામાજીક તત્વોને કડક હાથે ડામી દોઃ મુખ્યમંત્રી

ભારત-ઇગ્લેંડ વચ્ચેની પાંચમી ટેસ્ટ રોમાંચક બની

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

GUJARAT NEWS DESK TEAM

બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment