કરસનદાસ બાપુ મુદ્દે જે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તેને હું ખંડન કરું છું: AAP પ્રવક્તા ડો.કરન
આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી કરસનદાસ બાપુ ભાદરકા માટે જે ટીકા ટિપ્પણીઓ ચાલી રહી છે તેને મેં સાંભળી અને આજે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા તરીકે હું આવી તમામ અફવાઓનું ખંડન કરું છું. કરસનદાસ બાપુ ભાદરકા સાથે મેં પોતે સાથે રહીને કામ કર્યું છે. કરસનદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીમાં ખૂબ જ ઈમાનદારી પૂર્વક પોતાનો રોલ નિભાવ્યો છે અને તમામ જવાબદારીઓ નિભાવી છે. ચૂંટણી સમયે કે પછી પ્રદેશ પ્રવક્તા તરીકે જે પણ જવાબદારી આપવામાં આવી છે તેને કરસનદાસ બાપુએ ઈમાનદારીપૂર્વક નિભાવી છે અને મજબૂતીથી પાર્ટીનો પક્ષ રજુ કર્યો છે. ત્યારે કરસનદાસ બાપુ માટે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ન ફેલાવવામાં આવે તેવી હું લોકોને અને મીડિયાના મિત્રોને વિનંતી કરું છું.
કરસનદાસ બાપુ ભાદરકાને ખૂબ જ ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી તેમ છતાં પણ આવી ગંભીર બાયપાસ સર્જરી બાદ પણ તેઓ પાર્ટીના કામમાં અને પાર્ટીની સભાઓમાં હાજર રહ્યા હતા. કરસનદાસ બાપુએ કહ્યું હતું કે તેઓ પાર્ટીના ઋણી છે અને પાર્ટીના આગામી ભવિષ્ય માટે તેઓ શુભકામનાઓ પાઠવે છે. કરસનદાસ બાપુએ વધુમાં એમ પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં તેમને જેટલો પ્રેમ મળ્યો છે એટલો પ્રેમ બીજે ક્યાંયથી મળ્યો નથી. માટે અમારી અપીલ છે કે કરસનદાસ બાપુ ભાદરકા માટે કોઈપણ પ્રકારની ખોટી ટીકા ટીપ્પણીઓ કરવામાં આવે