મારું શહેર

અમદાવાદના અસારવા બહુમાળી ભવન ખાતે ધારાસભ્ય દર્શના વાઘેલા- કોર્પોરેટર અનૂ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાયો

અમદાવાદ જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદમાં અસારવા બહુમાળી ભવન ખાતે અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા અને અસારવાના એક્ટિવ કોર્પોરેટર અનૂ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો.
આ રોજગાર ભરતી મેળામાં 350થી વધુ રોજગાર ઈચ્છુક મહિલાઓએ ભાગ લીધો હતો અને 247થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એટલું જ નહિ, આ રોજગાર ઈચ્છુક મહિલાઓએ વિવિધ કંપનીઓની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પણ પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં આ મહિલાઓને ઓફર લેટર પણ આપી દેવામાં આવશે.
આ રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓ દ્વારા રોજગાર ઈચ્છુક મહિલાઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. કુલ 11 જેટલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ પણ આ મેળામાં હાજર રહ્યા હતા.
રોજગાર ભરતી મેળામાં હાજર રહેલ વિવિધ કંપનીઓમાં પ્લાનેટ HDFC લાઈફ ઈન્શ્યોરન્સ પ્રા.લિ., નંદી પંચગાવીય પ્રા.લિ., ટ્રસ્ટ બોક્સ ગ્લોબલ સોલ્યુશન પ્રા.લિ., નિશાન સિન્ટેક્સ પ્રા.લિ, હસમુખ ટી ડેપોટ, કેરિયર ઝોન કન્સલ્ટન્સી, કોમલ વર્લ્ડ વાઈડ, હેવમોર આઈસ્ક્રીમ પ્રા.લિ., ગઝલ સલુન, ક્વિઝ ક્રોપ પ્રા.લિ., ક્લીન ઓર્ગેનિક્સ પ્રા.લિ. જેવી અનેક કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
વિવિધ કંપનીઓમાં પ્રાથમિક પસંદગી થયેલા વિદ્યાર્થીઓમાં એકાઉન્ટન્ટ, ટેકનિશિયન, સેલ્સ એક્ઝિક્યુટિવ, એચ.આર એક્ઝિક્યુટિવ, એન્જિનિયર, માર્કેટિંગ મેનેજર, ઇલેક્ટ્રિશ્યન, ટેલિકોલર, રિલેશનશિપ મેનેજર જેવા સારા પદ પર ઉત્તીર્ણ થયા હતા. જેમાં ધો.10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ. તેમજ ડિપ્લોમા, ડિગ્રી અને અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી.
આ ભરતી મેળામાં રોજગાર એનાયત પ્રમાણપત્ર, મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત સબસિડી ચેક વિતરણ અને અન્ય વિશિષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, સ્વરોજગાર કરવા ઇચ્છતા યુવાનો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર પણ યોજવામાં આવી હતી. આ સાથે યુવાનોને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા અપાતી લોન/સહાય તેમજ યોજનાકીય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદના નાયબ નિયામક શ્રીમતી એમ. આર. સાહની, રોજગાર અધિકારીશ્રી દવેભાઈ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જે.બી. જસાણી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી વૃતિકા વેગડા સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

તિરંગા યાત્રામાં જોડાવા ભાજપ નું આમંત્રણ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ખાતે વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે.. 

GUJARAT NEWS DESK TEAM

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ’ યોજાશે

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા

GUJARAT NEWS DESK TEAM

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ₹27 કરોડથી વધુની આવક

GUJARAT NEWS DESK TEAM

રાજપથ ક્લબના 12 હોદ્દેદારોની બિનહરિફ વરણી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment