ગુજરાત

સાબર ડેરી ખાતે પશુપાલકો ઉપરના દમન સામે આપના નેતા ઇસુદાને રોષ વ્યક્ત કર્યો

સાબર ડેરી ખાતે પશુપાલકો પર લાઠીચાર્જમાં એક પશુપાલકના મોત પર AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તાનાશાહી ભાજપ સરકાર વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો..પશુપાલકો દૂધનો ભાવ વધારવાની માંગણી લઈને ગયા અને  સરકારે લાઠીચાર્જ કરી મોત આપ્યું હોવાના  ઈસુદાન ગઢવી આરોપ લગાવ્યો હતો..

આજે સાબર ડેરીમાં પોતાના લૂંટાઈ રહેલા પૈસાનો હિસાબ માગવા ગયેલા પશુપાલકો પર ભાજપ સરકારે પોલીસને હાથો બનાવીને લાઠીચાર્જ કરાવ્યો અને ટીયર ગેસના સેલ પણ છોડાવ્યા. જેમાં ઈડર તાલુકાના ઝીંજવા ગામના અશોકભાઈ ચૌધરી નામના પશુપાલકનું મોત નીપજ્યું છે. તેમની આત્માની શાંતિ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતુ..ભાજપ સરકારના રાજમાં ખેડૂતો અને પશુપાલકો પર અત્યાચાર થઈ રહ્યો છે જેને જરાય સાંખી લેવાય નહીં..ભાજપનો આ અહંકાર ચલાવી લેવાશે નહીં, ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોએ શું ગુનો કર્યો છે કે તમે આ હદે તેમના પર અત્યાચાર કરો છો તેવો સવાલ કરીને સરકાર ખેડૂતો અને પશુપાલકોની ધીરજની કસોટી લઈ રહી છે તેમ પણ  ઈસુદાન ગઢવીએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું..

Related posts

અમદાવાદના દસકોઈમાં 10 ઇંચ ધોધમાર વરસાદ

ગુજરાતની કેરીએ વિદેશોમાં ધૂમ મચાવી … પાંચ વર્ત્રષમાં ત્રણ હજાર મેટ્રિક ટન કેરીની નિકાસ

અમદાવાદની એલ.જી જનરલ હોસ્પિટલમાં બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન થયું

જય ગણેશ… મિછ્છામી દુક્કડમ 

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરની કન્યા છાત્રાલયમાં ગૃહમાતા અને સંચાલકો દ્વારા પરિવાર ને ધમકી આપવામાં આવી: AAP પોલ ખોલ ટીમ

GUJARAT NEWS DESK TEAM

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment