OTHER

ફિનોવેટ હેક 2025: નાણાકીય ટેકનોલોજીનેસ્માર્ટ બનાવતી હકેથોનનું સફળ આયોજન

ફિનોવેટ હેક 2025: નાણાકીય ટેકનોલોજીનેસ્માર્ટ બનાવતી હકેથોનનું સફળ આયોજન

AI, ડેટા સાયન્સ અને બ્લોકચેનનો શ્રેષ્ઠ ઉપયોગ, વિજેતા ટીમોને 4 લાખના ઈનામો

અદાણી એન્ટરપ્રાઇઝના સહયોગથીIIT ગાંધીનગર ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સેન્ટર (IIEC), GIFT ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ(GIFT IFI) દ્વારા ફિનોવેટ હેક 2025નું આયોજન કરવામાં આવ્યું.રાજ્યભરની કોલેજના90+ તેજસ્વી વિદ્યાર્થીઓ, ડેવલપર્સતેમજ સંશોધકોએ 24 કલાકનીઆ હેકેથોનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(AI), ડેટા સાયન્સ અને બ્લોકચેનનો ઉપયોગ કરી રિયલ ટાઈમ પડકારોને સામનો કર્યો હતો.

ફિનોવેટ હેક 2025માં સહભાગીઓને ઔદ્યોગિક સમસ્યાઓનું સમાધાન અનેમાર્ગદર્શન સાથે અદાણી એન્ટરપ્રાઇઝ સહિત ફિનટેક ઇકોસિસ્ટમના લીડર્સ સાથે નેટવર્કની તક આપવામાં આવી. હેકાથોનમાં બે પડકારજનક સમસ્યાઓઆપવામાં આવી હતી, જેમાં દરેક શ્રેણીમાં દસ ટીમોએ સ્પર્ધા કરી. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોને ₹4 લાખના રોકડ ઇનામોઆપવામાં આવ્યા.ઉપરાંત વિજેતા ટીમને IIEC ખાતે ઇન્ક્યુબેશન સપોર્ટ પણ મળી શકે છે.

આ ઇવેન્ટનો મુખ્યઉદ્દેશ નવીનતા અને પ્રતિભા શોધને પ્રોત્સાહન આપવાની સાથે સુરક્ષિત, સ્કેલેબલ અને અસરકારક ફિનટેક સોલ્યુશન્સના વિકાસને વેગ આપવાનો છે. સહભાગીઓ તેમાં વ્યવહારુ અનુભવ, કૌશલ્ય વિકાસ અને પોર્ટફોલિયો વધારવાનો લાભ મેળવે છે.

ફિનોવેટ હેક 2025માત્ર એક સ્પર્ધા જ નહીં પરંતુ ઝડપી પ્રોટોટાઇપિંગ,સહયોગઅને સમુદાય નિર્માણ માટેનું પ્લેટફોર્મ છે. જેમાંશિક્ષણ, ઉદ્યોગ અને મહત્વાકાંક્ષી નવીનતાઓને એકસાથે લાવીભારતમાં નાણાકીય ભવિષ્યને નવો આકાર આપવા તકનીક બનાવવામાં આવેછે.

Related posts

અદાણી જૂથનું સૌર ઉર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન   

GUJARAT NEWS DESK TEAM

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી ‘ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ’ યોજાશે

GUJARAT NEWS DESK TEAM

અનંત અંબાણીએ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી

GUJARAT NEWS DESK TEAM

જળ સુરક્ષા અને સમાવેષી સંચાલન વિષયે અદાણી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા સંવાદ યોજાયો

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

GUJARAT NEWS DESK TEAM

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ. પ્રીતિ અદાણીની હિમાયત

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment