રક્તદાન – મહાદાન”

બ્રહ્માકુમારીની મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના 18મા સ્મૃતિદિવસ નિમિત્તે દેશભરમાં બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા એક લાખથી પણ વધુ બોટલ રક્ત એકત્રિત કરી મહાન સમાજસેવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એ જ ઉપલક્ષ્યે બ્રહ્માકુમારી, મહાદેવનગર સબઝોન દ્વારા તા. 24 ઑગસ્ટે કુલ 7 સેવા કેન્દ્રોમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ સ્વસ્થ વ્યક્તિ આ કાર્યક્રમમાં રક્તદાન કરી શકે છે.
મહાદેવનગર સબઝોનની ડિરેક્ટર રાજયોગિની બી.કે. ચંદ્રિકા બહેને રક્તદાન માટે અપીલ કરતા જણાવ્યું હતું કે –
“આપ પણ આ શ્રેષ્ઠ કાર્યમાં જોડાઈ કોઈ નિરાધાર, જરૂરિયાતમંદ માટે સહયોગી બની શકો છો.”
આ રક્તદાન શિબિર મહાદેવનગર સોસાયટી, સ્ટેડિયમ રોડ, અમદાવાદ ખાતે તા. 24 ઑગસ્ટ 2025, રવિવાર, સવારે 9:30 થી બપોરે 1:30 સુધી આયોજિત કરવામાં આવી રહી છે.
ભારતના 1000થી પણ વધુ સ્થળોએ આવું આયોજન થઈ રહ્યું છે, જેમાં અમદાવાદના 18થી વધુ સેવા કેન્દ્રોમાં એકસાથે રક્તદાનનો આ સુવર્ણ પ્રયત્ન થઈ રહ્યો છે.