ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025 અંતર્ગત ટોપ 8 ટીમો વચ્ચે સુપર લીગની મેચ યોજાઇ છે. ગઇકાલે રમાયેલી પ્રથમ મેચ માં આણંદનો વલસાડ સામે વડોદરાનો ગાંધીનગર સામે અને અમદાવાદે છોટાઉદેપુરને તેમજ સુરતે જામનગર પર વિજય મેળવ્યો હતો..આજે વલસાડ અને ગાંધીનગર વચ્ચે. આણંદ અને વડોદરા વચ્ચે. જામનગર અને અમદાવાદ વચ્ચે. છોટાઉદેપુર અને સુરત વચ્ચે મેચ રમાશે.