રાજનીતિ

વોટ ચોરીનો ભાજપ ઉપર રાહુલ ગાંધી આરોપ લગાવ્યો


સમગ્ર દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક ‘વોટ ચોરી’ અંગે જનનાયક અને લોકસભા વિપક્ષ નેતાશ્રી રાહુલ ગાંધી દ્વારા બેંગલુરુ સેન્ટ્રલ લોકસભાના વોટ ચોરી અંગે કરવામાં આવેલ તથ્યાત્મક વિગતોની સીલ સીલાબદ્ધ હકીકતોનું પુનઃ પ્રસારણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. વોટ ચોરી દ્વારા લોકશાહી ખતમ કરવા નીકળેલી ભાજપ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવકતાશ્રી ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશને ‘વોટ ચોરી’ એ હચમચાવી દીધું છે. ભાજપ સરકાર અને તેના મળતિયા અલગ-અલગ રીતે વોટ ચોરી કરવામાં આવતી હતી. વિવિધ મતક્ષેત્રમાં નકલી મતદાતા, ખોટા ફોટો અને ફોર્મ ૬ નો દુરુપયોગ થતો જોવા મળ્યો હતો. દેશ સમક્ષ આ તમામ વોટ ચોરીનો મુદ્દો મૂકવામાં આવ્યો હતો. ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી બને છે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય. કોંગ્રેસના નેતા ચૂંટણી પંચને સવાલ કરે જેનો જવાબ ચૂંટણી પંચે આપવાને બદલે ભાજપ જવાબ આપે છે. મહાદેવપુરામાં વોટર લિસ્ટમાં મુખ્ય પાંચ રીતે હેરાફેરી થઈ હતી.

 

૧) ડુપ્લીકેટ વોટર: એક જ વ્યક્તિનું એક જ વોટર લિસ્ટમાં એક થી વધુ વખત નામ. જેમાં કુલ ૧૧૯૭૫ ડુપ્લીકેટ નીકળ્યા.

૨) ખોટા સરનામા: ૦ નંબરનું મકાન હોય તેવા ૪૦૦૦૯ મતદાતા

૩) એક સરનામે ઘણા વોટર: ૧૦૪૫૨ મતદાતા એવા હતા એક જ સરનામે વધુ લોકો રહેતા જોવા મળ્યા.

૪) અયોગ્ય ફોટા: અત્યંત નાનો અને ધૂંધળો ફોટાવાળા ૪૧૩૨ વોટરો જોવા મળ્યા.

૫) ફોર્મ નંબર ૬નો દુરુપયોગ: ૩૩૬૯૨ વોટર ખોટા નામ જોડવામાં આવ્યા.

 

જનનાયક અને લોકસભામાં વિપક્ષનાં શ્રી રાહુલ ગાંધીએ ચુંટણી પંચને પાંચ સવાલ પુછ્યા હતા.

૧) તમે મતદારોની યાદી ડિજિટલ,મશીન-રીડેબલ ફોર્મેટમાં ભારતની જનતાને કેમ આપતા નથી?

૨) તમે વીડિયો પુરાવાઓ નષ્ટ કેમ કરી રહ્યા છો?

૩) ચૂંટણીપંચ મતદાર યાદીમાં મોટાપાયે છેતરપિંડી કેમ કરી રહી છે?

૪) ચૂંટણીપંચ ભાજપના એજન્ટ તરીકે કેમ વર્તન કરી રહી છે?

૫) પ્રશ્નોના જવાબ આપવાને બદલે, ચૂંટણીપંચ વિપક્ષને ધમકી કેમ આપી રહી છે?

 

ગુજરાતમાં પણ ચાર ઝોનમાં પ્રદેશ સમિતિ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. ચારેય ઝોનમાં લોકસભા, વિધાનસભાની બેઠકો નક્કી કરી ગુજરાતમાં પણ વોટ ચોરીને પ્રજા સમક્ષ ખુલ્લી પાડવામાં આવશે. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પ્રેઝેન્ટેશમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.નિદત બારોટ, ડૉ.હિરેન બેન્કર, ડૉ. પાર્થિવરાજ કઠવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

વિપક્ષને નબળો પાડનારા ભાજપાના કટ્ટર સમર્થકોએ સરકાર પાસેથી કામ લેવામાં નિષ્ફળ. – મનહર પટેલ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ અમીત ચાવડાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

બિહારમાંથી કોંગ્રેસની ‘મતદાર અધિકાર યાત્રા’

GUJARAT NEWS DESK TEAM

કોંગ્રેસ અને ભાજપમાં આપે ભંગાણ પાડ્યું

GUJARAT NEWS DESK TEAM

રાહુલ ગાંધી વડોદરા આવશે

Leave a Comment