હીરામણિ સ્કૂલ દ્વારા વિશ્વ ક્રિકેટમાં
બીજા નંબરનો સર્વોચ્ચ રનનો રેકોર્ડ
સી.બી.સી. દ્વારા યોજાતી તમામ શાળાકીય ટુર્નામેન્ટનો અત્યાર સુધીનો સર્વાધિક સ્કોર
હીરામણિ સ્કૂલેસી.બી.સી. દ્વારા સંચાલિતમણિકાકા ઈન્ટરસ્કૂલ ટૂર્નામેન્ટ અંડર-14 (મલ્ટી ડે)માં તેમની પ્રથમ ઇનિંગ્સમાં 102 ઓવરમાં 1139/6 રન બનાવ્યા. આ સ્કોર વિશ્વ ક્રિકેટમાં બીજા નંબરના સર્વોચ્ચ રન સ્કોર તરીકે સ્થાપિત થાય છે. જેની વિગત નીચે પ્રમાણે છે.
વિશ્વના સર્વોચ્ચ ઇનિંગ્સ ટોટલ (900+ ઉપર)
- શ્રીકે.સી. ગાંધી ઇંગ્લિશ સ્કૂલ (કલ્યાણ-મુંબઈ,ભારત) | 1465/3 |
- હીરામણિ સ્કૂલ (અમદાવાદ, ભારત) | 1139/6 | અંકુર સ્કૂલ | વર્ષઃ 2025 | U-14 જિલ્લા સ્કૂલ
- વિક્ટોરિયા (ઑસ્ટ્રેલિયા) | 1107/6| ન્યૂ સાઉથ વેલ્સ | 1926-27 | પ્રથમ-શ્રેણી | (1/2)
પાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડ બી, અમદાવાદ ખાતે યોજાયેલી શ્રી મણિકાકા સ્કૂલ ટુર્નામેન્ટ
(અન્ડર-14) મલ્ટી-ડે મેચમાં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી.
આ મેચમાં હીરામણિ સ્કૂલે, અંકુર સ્કૂલને પહેલી ઈનિંગની લીડથી હરાવી વિજય બની હતી.
- અંકુર સ્કૂલે પહેલી ઈનિંગમાં 11.1 ઓવરમાં 11 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જૈનમ પટેલે 5.1 ઓવરમાં 1 રન આપીને 5 વિકેટ લીધી હતી તથા આદિત્ય રાજગોરે 6 ઓવરમાં 5 રન આપીને 4 વિકેટ લીધી હતી.
- હીરામણિ સ્કૂલે 102 ઓવરમાં 6 વિકેટે 1139 રન કર્યા હતાં. જેમાં આર્યન કંજવાનીએ 128 બોલમાં 273 રન, હસ્ત પટેલે 126 બોલમાં 246 રન, જૈનમ પટેલે 167 બોલમાં 199 રનવ્યોમ સોમપુરાએ 70 બોલમાં 124 રન અને દૈવિક પટેલે 27 બોલમાં 60 રન નોટઆઉટ કર્યા હતાં.
આ મેચમાં હીરામણિ સ્કૂલે, અંકુર સ્કૂલને પહેલી ઈનિંગની લીડથી હરાવી વિજય બની હતી.
આ મેચમાં હીરામણિ સ્કૂલના ખેલાડીઓએ એક ઈનિંગ્સમાં 188 ચોગ્ગા માર્યા હતાં.
આ ઉપલબ્ધિ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી ભાગ્યેશ જોષી, ગુજરાતી માધ્યમના આચાર્યા ભારતીબેન મિશ્રા તથા કો-ઓર્ડિનેટર ગીરીશ લાલવાણી અને ભરતભાઈ પટેલ સહિત સ્ટાફે કોચ નિલ ભાવસાર અને ખેલાડીઓને ભવ્ય વિજય બદલ અભિનંદન આપ્યા હતાં.