# Gujarat News Desk ## Posts - [અમદાવાદ માં હાટકેશ્વર ઓવરબ્રિજ ધરાશાયી કરવાની સાથે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો](https://gujaratnewsdesk.com/amc_water-distribution_likage/): હાટકેશ્વર સકઁલ પર ખોખરા શ્મસાનગૃહ વાળા માગઁ પર રોડ બનાવવાની કામગીરી દરમિયાન ફરી એકવાર પીવાના પાણીની લાઈન મા ભંગાણ પડતા હજારો લિટર પાણી નો વ્યય થયો જ્યારે ઓવરબ્રિજ તોડવાનું લગભગ પુરુ થવા ના આરે છે ત્યારે જ આ માગઁ પર પીવાના પાણી ની લાઈન મા પાંચમી વાર ભંગાણ કોન્ટ્રાક્ટર ની બેદરકારી ગણો કે Amc ના પાણી ખાતા ના સંકલન ના અભાવે પીવાના શુદ્ધ પાણીનો થયો બગાડ હજુ તો એક જ માસ પહેલા જુની પીવાની પાણીની લાઈન દુર કરી ને નવી જ નાખવામાં આવી છે અને તેજ લાઈન માં ભંગાણ પડ્યું મ્યુનિસિપલ કમિશનર ની શિખામણ શેઠ ના ઝાંપા સુધી જ સિમિત... - [પવન ઊર્જા ક્ષેત્રે ભારતની ઊંચી ઉડાન અદાણી વિન્ડે મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું](https://gujaratnewsdesk.com/adani_wind-energy/): પવન ઊર્જા ક્ષેત્રે ભારતની ઊંચી ઉડાન અદાણી વિન્ડે મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું કચ્છના સફેદ રણની સરહદે મુંદ્રાના કિનારે ગ્રીન એનર્જી ક્રાંતિનું નવું પ્રતીક ઊભું થયું છે.ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી વિન્ડે ટેકનોલોજીની દુનિયામાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યુ છે. કંપનીએ કચ્છના મુંદ્રા ખાતે 5 મેગાવોટ (MW) ની ક્ષમતા ધરાવતા મહાકાયવિન્ડ ટર્બાઇન પ્રોટોટાઇપનું સફળતાપૂર્વક કમિશનિંગ કર્યું છે. આ મહાકાય ટર્બાઇનમાત્ર એક મશીન નથી, પણ ‘આત્મનિર્ભર ભારત’ની ગગનચૂંબી સફળતા છે. આ ટર્બાઇન તેના કદ અને ક્ષમતાની દ્રષ્ટિએ ભારતના પવન ઊર્જા ઉદ્યોગમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. વિશાળ ટર્બાઇનની મુખ્ય ત્રણ વિશેષતાઓની વાત કરીએ તો: ગગનચૂંબીઊંચાઈ:આ ટર્બાઇનનો રોટર... - [દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલ, અમદાવાદ: ધોરણ 10ના વિદ્યાર્થીઓનાં તેજસ્વી પરિણામોની ઉજવણી (AISSE 2025–26)](https://gujaratnewsdesk.com/cbse-results_dps_ahd/): દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલ, અમદાવાદ: ધોરણ 10ના વિદ્યાર્થીઓનાં તેજસ્વી પરિણામોની ઉજવણી (AISSE 2025–26) દિલ્હી પબ્લિક સ્કૂલ–બોપલ, અમદાવાદમાં આજે ગર્વ, આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું, કારણ કે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ AISSE બોર્ડ પરિક્ષા 2025–26માં અદભૂત પરિણામો હાંસલ કર્યા. આ ઉત્તમ સફળતા શાળાની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વાંગી વિકાસ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને ફરીથી સાબિત કરે છે અને શ્રેષ્ઠ શિક્ષણ માટેની શાળાની ઓળખને વધુ સશક્ત બનાવે છે. આ વર્ષેના શૈક્ષણિક ટોપર્સે સમગ્ર DPS–બોપલ પરિવારનું મસ્તક ઊંચું કર્યું છે. નિશ્ચય સિંહ અને નંદન સેક્સરિયા 99.4 ટકા સાથે સ્કૂલ ટોપર્સ બન્યા. તેમની પાછળ અત્યંત નજીકથી આયુષ સિંહે 99.2 ટકા સાથે સ્થાન મેળવ્યું. ત્રીજા ક્રમે... - [વાઘ બકરી ટી ગ્રુપે તુષાર ત્રિપાઠીની નવા ગ્રુપ સીઇઓ તરીકે નિમણૂક કરી](https://gujaratnewsdesk.com/vaghbakri-tea-new-ceo/): વાઘ બકરી ટી ગ્રુપે તુષાર ત્રિપાઠીની નવા ગ્રુપ સીઇઓ તરીકે નિમણૂક કરી  દેશના અગ્રણી ચા બ્રાન્ડ વાઘ બકરી ટી ગ્રુપ દ્વારા તુષાર ત્રિપાઠીની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નવી ભૂમિકામાં તેઓ કંપનીના વ્યૂહાત્મક વિકાસ, નવીનતા તથા લાંબા ગાળાની વૃદ્ધિને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ પહેલાં તેઓ કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે કાર્યરત હતા, જ્યાં પ્લાન્ટ, ઉત્પાદન અને પ્રોજેક્ટ્સનું સંચાલન કરતા હતા. તેઓ છેલ્લા 17 વર્ષથી આ ગ્રુપ સાથે જોડાયેલા છે. ઓપરેશન્સ, મેન્યુફેક્ચરિંગ, ક્વોલિટી સિસ્ટમ્સ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને બિઝનેસ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે વિશાળ અનુભવ ધરાવે છે. વાઘ બકરી ગ્રુપમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવામાં, લાંબા ગાળાની વૃદ્ધિમાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન... - [કેરએજ-ESG દ્વારાભારતીય કંપનીઓમાંઅદાણી ગ્રીન એનર્જીને ૮૭.૩નાસર્વોચ્ચ ESG સ્કોર સાથેરેટિંગ અપાયું](https://gujaratnewsdesk.com/care-esg-ratings/): કેરએજ-ESG દ્વારાભારતીય કંપનીઓમાંઅદાણી ગ્રીન એનર્જીને..૮૭.૩નાસર્વોચ્ચ ESG સ્કોર સાથેરેટિંગ અપાયું   સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા નોંધાયેલ ESG રેટિંગ પ્રદાતા અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) ને CARE ESG રેટિંગ્સ લિ. (CareEdge-ESG)એ૮૭.૩ ના સ્કોર સાથે CareEdge-ESG 1+ રેટિંગ પ્રાપ્ત થયું છે. CareEdge-ESG દ્વારા મૂલ્યાંકન કરાયેલી તમામ ભારતીય કંપનીઓમાંઆ સ્કોર સાથેઅદાણી ગ્રીન ટોચના શિખર પર રહી છે. પર્યાવરણીય, સામાજિક અને શાસનના જોખમો અને તકોના વ્યાપક મૂલ્યાંકન પર આધારિતCareEdge-ESG નું મૂલ્યાંકન એક મોટા ઉપયોગિતા-સ્તરીય નવીનીકરણીય ઉર્જાના વિકાસકાર તરીકે તેની કામગીરીમાં ટકાઉપણું એકીકૃત કરવામાં આ રેટિંગ કંપનીના ટકાઉપણાને સમર્પિત નેતૃત્વને પ્રતિબિંબિત કરવા સાથે બહુવિધ સૂચકાંકો અને સાથી ઔદ્યોગિક કંપનીઓને તારવે છે. આ... - [જીસીસીઆઇ દ્વારા 16મીથી ગાંધીનગરમાં ગેટ-2026 એક્સ્પો](https://gujaratnewsdesk.com/gcci-expo/): જીસીસીઆઇ દ્વારા 16મીથી ગાંધીનગરમાં ગેટ-2026 એક્સ્પો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ) દ્વારા તેના પ્રતિષ્ઠિત વાર્ષિક ટ્રેડ એક્સ્પો—ગુજરાત એન્યુઅલ ટ્રેડ એકસ્પો (ગેટ-GATE) 2026 સતત બીજા વર્ષે યોજાશે. આ ગેટ એકસ્પો-2026નું પ્રદર્શન આગામી તા. ૧૬ થી ૧૮ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. ગેટ એક્સપોનું ઉદઘાટન તા. 16મી એપ્રિલના રોજ સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાશે. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીનલ મહેતા જેવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે તેમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું... - [ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રથમ યાદી જાહેર કરી](https://gujaratnewsdesk.com/bjp_candidate-announced/): ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રથમ યાદી જાહેર કરી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોમાં ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ‘આઆપ’ દ્વારા ઉમેદવારોની યાદીઓને જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ ભાજપ દ્વારા હજુ આજે સાંજે એક મનપા તેમજ ચાર જિલ્લાની જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની જાહેર કરવામાં આવી છે. જો કે હજુ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર મોરબી, નવસારી, મહેસાણા, પોરબંદર, ગાંધીધામ, સહિતની 14 મનપા તેમજ 30 જિલ્લાઓની જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે ભાજપના કાર્યકરોમાં તાલાવેલીની સાથે અવઢવ પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં સ્થાનિક... - [આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’જાહેર : ‘કોંગ્રેસ આપને દ્વાર’અને ‘જનમંચ થકી લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવી](https://gujaratnewsdesk.com/congress-menifesto/): આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’જાહેર : ‘કોંગ્રેસ આપને દ્વાર’અને ‘જનમંચ થકી.લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવી આણંદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી અલ્પેશ પઢિયાર, આણંદ શહેર પ્રમુખ શ્રી મહર્ષિ પટેલ, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ, મીડીયા પ્રવક્તા શ્રી મુકેશ પંચાલ, મીડિયા પેનલિસ્ટ શ્રી વિરેન્દ્રસિંહ ચાવડા દ્વારા આણંદ શહેરનો મેનિફેસ્ટો કોંગ્રેસનું કમિટમેન્ટ રજૂ કરવામાં આવ્યું  તાજેતરના મહિનાઓમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ‘કોંગ્રેસ આપને દ્વાર’ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ શહેરના તમામ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દરેક ઘર સુધી પહોંચ્યા હતા અને રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર પ્રજાના પ્રત્યક્ષ સૂચનો મેળવી ‘જનતાનો મેનિફેસ્ટો’ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, શહેરમાં... - [અનંત સેવા: અનંત અંબાણીએ 57 લાખથી વધુ લોકોને મદદરૂપ થઈ પોતાના 31મા જન્મદિનની ઉજવણી કરી](https://gujaratnewsdesk.com/anand-donation_relience/): અનંત સેવા: અનંત અંબાણીએ 57 લાખથી વધુ લોકોને મદદરૂપ થઈ પોતાના 31મા જન્મદિનની ઉજવણી કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યોતથા પ્રવૃત્તિઓએ આશરે 57લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો નાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળસંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું. તેમના 31મા જન્મદિવસ પ્રસંગે, 31 અલગ-અલગ સખાવતી પહેલની જાહેરાત કરાઈ છે. આ અંતર્ગત દ્વારકા, સોમનાથ, અંબાજી અને સાળંગપુર સહિતના ગુજરાતના મુખ્ય ધર્મસ્થળોખાતે યાત્રાળુઓ માટે માળખાકીય વિકાસ ઉપરાંત જામનગર અને અન્ય સ્થળોએશૈક્ષણિક માળખાગત સુધારાના કાર્યો, ગૌશાળાની સ્થાપના, રિલાયન્સના કોન્ટ્રાક્ચ્યુઅલ... - [ગુજકેટની આન્સર કી અંગેની રજૂઆતો બુધવાર સુધીમાં મોકલી શકાશે](https://gujaratnewsdesk.com/gujcet_answer-key/): ગુજકેટની આન્સર કી અંગેની રજૂઆતો બુધવાર સુધીમાં મોકલી શકાશે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાની આન્સર કી મુકવામાં આવી છે. જે અંગેની રજૂઆતો આગામી તા. 8 એપ્રિલને બુધવારના સુધી માં મોકલી આપવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તા. 29-03-2026ના રોજ લેવાયેલી ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026 ના ગણિત (050), ભૌતિક વિજ્ઞાન (054), રસાયણ વિજ્ઞાન (052), જીવ વિજ્ઞાન (056)ના પ્રશ્નપત્ર સેટ (ટી.ક્યુ.પી.) નંબર 1 થી 20 ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ પ્રોવિઝન આન્સર કી બોર્ડની વેબ સાઈટ www.gesb.org પર મુકવામાં આવેલ છે. આ આન્સર કી અંગે આપની કોઈ રજુઆત હોય... - [સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરુ કરી આજથી ત્રણ દિવસ ગાંધીનગર ખાતે ભાજપની બેઠકોનો દોર શરુ](https://gujaratnewsdesk.com/bjp_local-body-election/): સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ આજથી ત્રણ દિવસ ગાંધીનગર ખાતે ભાજપની બેઠકોનો દોર શરુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે ભાજપ દ્વારા વિધાનસભા પૂર્વેની સેમિફાઇનલ એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જીતવા માટેની કવાયત શરુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આવતીકાલથી ત્રણ દિવસ ગાંધીનગર ખાતે ભાજપના સંગઠનના નેતાઓ અને પદાધિકારીઓની બેઠકોનો દોર શરુ થશે. જેમાં ઝોન સંકલનની બેઠક યોજાશે ત્યાર બાદ ચૂંટણી સમિતિની બેઠકો ચાલશે. જેમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, પ્રદેશ સંગઠન મહામંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે સેમિફાઇનલ સમાન એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કબ્જે કરવા... - [રાજ્યમાં દસ વર્ષમાં 800 ટીપી સ્કીમ મંજૂર કરાઈ ગત એક વર્ષમાં 119 ટીપી સ્કીમો ને મંજૂરી અપાઈ](https://gujaratnewsdesk.com/gujarat-tp/): રાજ્યમાં 550 જેટલી સ્કીમોને આખરી મંજુર થઈને અમલમાં ગુજરાતમાં શહેરીકરણનો વધી રહેલો વ્યાપ જોતા રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં 800 જેટલી ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કિમોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગત વર્ષ એટલે વર્ષ 2025માં જ 119 ટીપી સ્કિમોને મંજૂરી આપવામાં આવી છે. આ એક દાયકામાં રાજ્યમાં કુલ 550 જેટલી સ્કીમોને આખરી મંજૂરી મળી જતા અમલમાં છે. ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં એક નવો ઇતિહાસ બનાવ્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં રાજયમાં 800 જેટલી ટીપી સ્કિમોને મંજૂરી આપી છે. જેમાં સૌથી વધુ મહત્વની બાબત એ છે કે,... - [અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન(APSEZ) ૫૦૦ મિલિઅન ટન્સ--અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીનું વક્તવ્ય](https://gujaratnewsdesk.com/gautam-adani-statement/): અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીનું વક્તવ્ય અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન(APSEZ) ૫૦૦ મિલિઅન ટન્સ   નમસ્કાર! ઘણીવાર એવું કહેવામાં આવે છે કે એક સંશોધક તેના દ્વારા અપનાવવામાં આવેલા માર્ગ દ્વારા ઘડાય છે, જ્યારે કે માર્ગ તેના માટે લાયક સંશોધકની રાહ જુએ છે.   હું લાંબા સમયથી માનતો આવ્યો છું કે એક સંશોધકના જીવનમાં કોઈ આખરી પડાવ હોતા નથી. પણ ફક્ત વિરામની ક્ષણો હોય છે, જ્યારે તમે જે અંતર કાપ્યું છે તેના પર તમે પાછળ ફરીને આશ્ચર્ય સાથે નજર નાખો છો, અને પછી તમારામાં ફરી શરૂ કરવાની શક્તિ શોધો છો.   આજે પાછળ જોવાનો એક એવો વિરામ છે, અમે જે... - [દેશભરમાં સ્થાનિક LPG વેચાણ સામાન્ય રહ્યું](https://gujaratnewsdesk.com/indian-oil/): દેશભરમાં સ્થાનિક LPG વેચાણ સામાન્ય રહ્યું વૈશ્વિક ઉર્જા બજારોને અસર કરતી ચાલુ ભૂરાજકીય ઘટનાઓ છતાં, ભારતનો LPG પુરવઠો સ્થિર, પૂરતો અને ગાઢ દેખરેખ હેઠળ છે. સ્થાનિક LPG ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ઇન્ડિયનઓઇલે ઘરોમાં અવિરત LPG પુરવઠો જાળવી રાખ્યો છે અને હાલમાં દરરોજ લગભગ 28 લાખ LPG સિલિન્ડર પહોંચાડી રહ્યું છે, જે વર્તમાન ભૂ–રાજકીય તણાવની શરૂઆત પહેલાંના સામાન્ય ડિલિવરી સ્તર સાથે સુસંગત છે. ગ્રાહકોને LPG રિફિલ બુક કરવા માટે SMS અને IVRS જેવા ડિજિટલ મોડનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. હાલમાં, લગભગ 87% બુકિંગ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ્સ (DAC OTP) સાથે કરવામાં આવી રહી છે જેથી ખાતરી કરી શકાય કે ઇચ્છિત ગ્રાહકોને સિલિન્ડર મળે છે. કોર્પોરેશન તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતી ચિંતાઓને સક્રિયપણે સાંભળી રહ્યું છે અને તેમને તાત્કાલિક ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે. Indane ગ્રાહકોને ઝડપી સહાય માટે indanecareho@indianoil.in પર સંપર્ક કરવા વિનંતી છે. સોશિયલ મીડિયા અને ગ્રાહકોની ફરિયાદો દ્વારા ચોક્કસ LPG વિતરકો દ્વારા ગેરરીતિઓના અહેવાલો નોંધાયા છે. કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે, LPG વિતરકોનું ઓચિંતી તપાસ કરવા માટે બહુવિધ ક્રોસ–ફંક્શનલ ટીમો તૈયાર રાખવામાં આવી છે. આજ સુધીમાં, 7,500 થી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 141 LPG વિતરકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 5 વિતરકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.   ઇન્ડિયન ઓઇલ, તેમજ અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ગેરરીતિઓ અટકાવવા અને સંગ્રહખોરીને રોકવા માટે દેશભરની રાજ્ય સરકારો સાથે નજીકથી કામ કરી રહી છે. અત્યાર સુધીમાં, લગભગ 68,000 દરોડા પાડવામાં આવ્યા છે, 855 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 48,000 થી વધુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.   ઇન્ડિયન ઓઇલ તમામ Indane ગ્રાહકોને ખાતરી આપે છે કે પુરવઠો પૂરતો અને સ્થિર રહે છે, અને દેશમાં LPGની કોઈ અછત નથી. ગ્રાહકોને LPG ડિસ્ટ્રિબ્યુટરશીપ પર લાઇનમાં ન રહેવા અને LPG સિલિન્ડરોના ગભરાટ બુકિંગ અથવા સ્ટોકિંગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. તેમને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર માહિતીના સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવાની પણ વિનંતી કરવામાં આવે છે.   ઇન્ડિયન ઓઇલ LPGની અવિરત ઉપલબ્ધતા, વિતરણમાં પારદર્શિતા અને ગેરરીતિઓ સામે કડક અમલ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. - [અમદાવાદ મનપા સહિત 84 નપા, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી](https://gujaratnewsdesk.com/gujarat-local-body-election/): અમદાવાદ મનપા સહિત 84 નપા, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 13 નગરપાલિકાના વોર્ડની પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે. જ્યારે મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આ વખતે ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત... - [GCCI દ્વારા તારીખ ૧ એપ્રિલથી ૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન "હસ્તકલા જ્વેલરી વર્કશોપ"યોજાયો](https://gujaratnewsdesk.com/gcci-4/): GCCI દ્વારા તારીખ ૧ એપ્રિલથી ૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન “હસ્તકલા જ્વેલરી વર્કશોપ”નું થયેલ આયોજન. GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ દ્વારા તારીખ ૧ એપ્રિલ, ૨૦૨૬ થી ૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન “હસ્તકલા જ્વેલરી” પર પ્રમાણપત્ર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. CED તાલીમ કેન્દ્ર તેમજ મેજિકલ ટ્રેન્ડના સ્થાપક શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટ મુખ્ય ટ્રેનર તરીકે વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.   આ પ્રસંગે બોલતા GCCI માનનીય ખજાનચી શ્રી ગૌરાંગભાઈ ભગતે GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ ચેરમેન શ્રી વિપુલભાઈ મહેતાને આવી મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેઓએ આ પ્રસંગે ટ્રેનર તરીકે ઉપસ્થિત રહેવા માટે શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટનો પણ ખુબ આભાર માન્યો હતો.   તેઓએ જણાવ્યું... - [મુંબઈ એરપોર્ટ પર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને બ્લિન્કિટ દ્વારા ભારતની પ્રથમ ઇન-ટર્મિનલ ઝડપી વાણિજ્ય સેવાનો આરંભ](https://gujaratnewsdesk.com/mumbai-adani-in-terminal-facility/): મુંબઈ એરપોર્ટ પર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને બ્લિન્કિટ દ્વારા ભારતની પ્રથમ ઇન-ટર્મિનલ ઝડપી વાણિજ્ય સેવાનો આરંભ હવાઇ મુસાફરીની ઝડપમાં ભૂલી જવાતા ચાર્જર, નાસ્તો કે પાણીની બોટલ જેવી મહત્વની ચીજોની સમસ્યાનો હવે વિકલ્પ પ્રવાસીઓને ઉપલબ્ધ થયો છે. ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલકઅદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL)એઝડપી વાણિજ્યક સેવાઓ પૂરી પાડતીભારતની અગ્રણી કંપનીબ્લિંકિટના સહયોગમાંમુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) ખાતે ભારતની સર્વ પ્રથમ ઇન-ટર્મિનલ ઝડપી વાણિજ્ય સેવાનો આરંભ કર્યો છે. આ સેવા હવે ટર્મિનલ બે નાસ્થાનિક પ્રસ્થાનો પર ઉપલબ્ધ છે, જે એપ્લિકેશન-આધારિત એરપોર્ટમાં સીધી જ ડિલિવરી સુનિશ્ચિત કરે છે. મુસાફરો બ્લિંકિટ એપ્લિકેશન દ્વારા આવશ્યક વસ્તુઓનો ઓર્ડર આપીને અને ટર્મિનલની અંદર તેમના... - [ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકે છેઃ નિષ્ણાતો](https://gujaratnewsdesk.com/otyzam_diet/): ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકે છેઃ નિષ્ણાતો – તા 2 એપ્રિલના વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની પૂર્વસંધ્યાએ પત્રકારોને સંબોધતા ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટિક્સના પ્રો. જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકે અને 20 ટકા બાળકોમાં મેટાબોલિક અને જીનેટિક કારણોસર તેમના માટે ડાયટની સાથે દવાઓ પણ જરૂરી બને છે. આવા જીનેટિક ઓટિઝમની સારવાર માટે હોમિયોપથી ઘણી કારગત પુરવાર થઇ છે. હોમિયોપથીની દવાઓ દ્વારા જીનેટિક અસરોને ઘણે અંશે નાબૂદ કરી શકાય છે અથવા તો નિયંત્રણમાં લઇ શકાય છે. ડો. કેતન પટેલે જણાવ્યું... - [કોળી સમાજના યુવક પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં AAPએ આપ્યું આવેદનપત્ર](https://gujaratnewsdesk.com/aap-avedanpatr/): કોળી સમાજના યુવક પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં AAPએ આપ્યું આવેદનપત્ર     AAP નેતા રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં પોલીસ કમિશનરને અપાયું આવેદનપત્ર ખાખી વર્દીના હેવાનની તપાસ કરીને તેને ફરજમાંથી મુક્ત કરો, કડક કાર્યવાહી કરી જેલ ભેગો કરો: રાજુભાઈ સોલંકી AAP સરકારે તાત્કાલિક કડક પગલાં ન ભર્યા તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે: રાજુભાઈ સોલંકી AAP અમદાવાદ/રાજકોટ/ગુજરાત રાજકોટમાં કોળી સમાજના યુવાન પર પોલીસ દ્વારા અત્યાચાર સામે આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની સાથે સાથે સામાજિક આગેવાનો અને... - [ભાજપાપ એટલે  કમિશન - કટકી - કૌભાડ થી કમલમ એમ ટ્રિપલ એન્જિન સરકાર : શૈલેષ પરમાર](https://gujaratnewsdesk.com/congress_chargshet-bjp/): અમદાવાદના નાગરિકોને નળ – ગટર – રસ્તા જેવી મૂળભૂત સુવિધા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.: શ્રી સોનલબેન પટેલ. છેલ્લા ૨૦ વર્ષથી સત્તા ભોગવી રહેલા ભાજપ પક્ષે શહેરને વિકાસના નામે માત્ર વિનાશ અને ભ્રષ્ટાચારની ભેટ આપી છે.: શ્રી હિંમત સિંહ પટેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા ૬ મહાનગરમાં ‘ભાજપાપ‘ ભાજપની પાપની પોથી – આરોપનામું રજૂ કયું.           સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ સામે તોહમતનામું રજૂ કર્યું હતી. ‘ભાજપાપ’ – ભાજપના પાપની પોથીને રજુ કરતા વિધાનસભા વિપક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે    રાજ્યમાં ભાજપની કમિશન – કટકી – કૌભાડ થી કમલમ એમ ટ્રિપલ એન્જિન સરકાર છે. જેમાં અમદાવાદના... - [આઈઆઈએમએના 61મા પદવીદાન સમારંભમાં સ્નાતક થયેલ 629 વિદ્યાર્થીઓને સુશ્રી ચંદ્રિકા ટંડને કહ્યું, "કૃત્રિમ બુદ્ધિમત્તાની દુનિયામાં, સંકલિત બુદ્ધિમત્તા એટલે 'સંપૂર્ણ' માનવ બનવું. તે સાચા નેતૃત્વને વ્યાખ્યાયિત કરશે"  ](https://gujaratnewsdesk.com/iim-convocation/): આઈઆઈએમએના 61મા પદવીદાન સમારંભમાં સ્નાતક થયેલ 629 વિદ્યાર્થીઓને સુશ્રી ચંદ્રિકા ટંડને કહ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તાની દુનિયામાં, સંકલિત બુદ્ધિમત્તા એટલે ‘સંપૂર્ણ‘ માનવ બનવું. તે સાચા નેતૃત્વને વ્યાખ્યાયિત કરશે“ ~ સુશ્રીચંદ્રિકાટંડન, બિઝનેસલીડર, માનવતાવાદી, ગ્રેમી–પુરસ્કારવિજેતાસંગીતકાર, અને1975નાઆઈઆઈએમએ પીજીપી ક્લાસનાભૂતપૂર્વવિદ્યાર્થીની, મુખ્યમહેમાનતરીકેઆપ્રસંગેઉપસ્થિતરહ્યાંહતાંઅનેસ્નાતકવિદ્યાર્થીઓનેતેમનાપરપોટામાંથીબહારનીકળવા, વ્યૂહાત્મકરીતેઅન્વેષણકરવા, વિવેચનાત્મકરીતેવિચારવાઅનેઇરાદાઅનેપ્રતિબદ્ધતાસાથેકાર્યકરવાપ્રોત્સાહિતકર્યાહતા.   ~ શ્રીપંકજપટેલ, અધ્યક્ષ, આઈઆઈએમએ શાસક મંડળ, અનેપ્રોફેસરભરતભાસ્કર, નિદેશક, આઈઆઈએમએ એપણ2026નાક્લાસનેસંબોધિતકર્યા.   ~ પાંચવિદ્યાર્થીઓનેતેમનીઅસાધારણશૈક્ષણિકસિદ્ધિઓબદલસુવર્ણચંદ્રકોથીસન્માનિતકરવામાંઆવ્યા.   28 માર્ચ, 2026: આજે કેમ્પસના પ્રતિષ્ઠિત લુઇસ કાન પ્લાઝા ખાતે યોજાયેલા ભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદ (આઈઆઈએમએ)ના 61મા વાર્ષિક પદવીદાન સમારંભમાં કુલ 629 વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. સુશ્રી ચંદ્રિકા ટંડન, બિઝનેસ લીડર, હ્યુમનિટેરિયન, ગ્રેમી-એવોર્ડ વિજેતા સંગીતકાર અને 1975ના આઈઆઈએમએના પીજીપી ક્લાસના ભૂતપૂર્વ વિદ્યાર્થીની, મુખ્ય અતિથિ તરીકે... - [ભાજપના શાસનમાં કમિશન, કમલમ અને કૌભાંડની રાજનીતિથી લોકો પરેશાન : અમિત ચાવડા](https://gujaratnewsdesk.com/bjp-courpt-party_chavda/): ભાજપના શાસનમાં કમિશન, કમલમ અને કૌભાંડની રાજનીતિથી લોકો પરેશાન : શ્રી અમિત ચાવડા હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનમાં બેઠેલા લોકોની ભ્રષ્ટાચારની નીતિ જવાબદાર  : શ્રી અમિત ચાવડા ભાજપના ભ્રષ્ટ શાસનથી કંટાળી સામાજિક-રાજકીય કાર્યકરો, આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે : શ્રી અમિત ચાવડા સૌ સાથે મળી ભ્રષ્ટાચાર ખતમ કરવાની લડાઈ લડીશું. : શ્રી અમિત ચાવડા ભાજપમાં ભંગાણ, વડોદરા ભાજપના દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં : શ્રી રૂત્વિજ જોષી રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જણાવ્યું હતું કે, કમિશન, કમલમ અને કૌભાંડની સત્તા ચાલે છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની ઉઘાડી લૂટ ચાલી રહી છે. પ્રજા હેરાન પરેશાન... - [અદાણી ડિફેન્સે સ્વદેશી ઉત્પાદીત પ્રથમ લાઇટ મશીનગન ભારતીય સેનાને સુપ્રત કરી](https://gujaratnewsdesk.com/adani-defence/): અદાણીડિફેન્સેસ્વદેશીઉત્પાદીતપ્રથમલાઇટ મશીનગનભારતીયસેનાનેસુપ્રત કરી  ભારતનાએરોસ્પેસઅનેસંરક્ષણક્ષેત્રમાંઅગ્રણીઅનેઅદાણીએન્ટરપ્રાઇઝલિ.નીમુખ્યઅદાણીડિફેન્સએન્ડએરોસ્પેસકંપનીએભારતનીનાનાશસ્ત્રોઉત્પાદનક્ષમતામાંએકમહત્વપૂર્ણસીમાચિહ્નરુપ સમાન ૭.૬૨મી.મીનીસ્વદેશીરીતેઉત્પાદિત૨૦૦૦પ્રહાર – લાઇટમશીનગન (LMGs) ભારતીયસેનાનેસુપ્રત કરીછે. કરાર અનુબંધિત સમય કરતા ૧૧ માસ વહેલી આ પ્રથમબેચનીઐતિહાસિકડિલિવરી ફક્તસાતમહિનામાંપૂરી કરી છે.આ કાર્ય ફર્સ્ટ-ઓફ-પ્રોડક્શનમોડેલ (FOPM) નિર્ધારિત૧૮મહિનાનાવિકાસસમયપત્રકસામેછમહિનામાંસાકારથયા બાદજથ્થબંધઉત્પાદનક્લિયરન્સ (BPC) પ્રાપ્ત થવાથીહવે તેનું પૂર્ણ-કક્ષા પરઉત્પાદનમાંઝડપીસંક્રમણશક્યબન્યું છે. આ ગનના યોજાયેલાઅર્પણ વિધી કાર્યક્રમમાં ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની સંપાદન પાંખનામહા નિર્દેશક અને અધિક સચિવ શ્રી એ. અનબારાસુ અને ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારતના પ્રથમ સંપૂર્ણ સંકલિત ખાનગી ક્ષેત્રના નાના શસ્ત્રના અદાણી ડિફેન્સના નાના શસ્ત્રો માટેના કારખાનામાં ઉત્પાદન કરવામાં આવેલપ્રહર એલએમજી આયાતી પાયદળ શસ્ત્રો પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડી સંરક્ષણ સ્વ-નિર્ભરતાને મજબૂત બનાવે છે. ૧00 એકરમાં ફેલાયેલા આ કારખાનામાંબેરલ ઉત્પાદન, બોલ્ટ... - [વડોદરા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ ](https://gujaratnewsdesk.com/bjp-meet-baroda/): વડોદરા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ   ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડોદરા ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ ચુંટણી સંચાલન સમિતિના સદસ્યશ્રી જસવંતસિંહ ભાભોર તથા મધ્ય ઝોનના વિવિધ જિલ્લા અને મહાનગરના ભાજપા સંગઠનના પદાધિકારીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓને સતત સંપર્ક, સંવાદ તેમજ પ્રવાસ દ્વારા ભાજપાની સરકાર અને સંગઠનની દેશહિત અને... - [ઇંધણના મોનિટરિંગ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના](https://gujaratnewsdesk.com/highlevel-commitee/): વૈશ્વિક સ્થિતિને કારણે દેશમાં ઊભી થયેલી સ્થિતિને જોતાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની અને કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય કક્ષાની આ સમિતિ મુખ્ય સચિવના અધ્યક્ષપદે કાર્યરત રહેશે, જેમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિનું પ્રાથમિક કાર્ય રાજ્યભરમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી, પીએનજી અને અનાજ જેવા પદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત, જરૂરિયાત મુજબ આંતર-જિલ્લા સ્તરે જથ્થાની ફાળવણી અને હેરફેર માટે આ સમિતિ સીધા દિશાનિર્દેશો આપશે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હોસ્પિટલો, જાહેર... - [ભાવનગર–નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્રારંભ](https://gujaratnewsdesk.com/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0-%e0%aa%a8%e0%aa%b5%e0%ab%80-%e0%aa%ae%e0%ab%81%e0%aa%82%e0%aa%ac%e0%aa%88-%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9a%e0%ab%87%e0%aa%a8%e0%ab%80/): ભાવનગર શહેર ફરી એકવાર હવાઈ પરિવહન સાથે સશક્ત રીતે જોડાવા જઈ રહ્યું છે.   ભાવનગર–નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્રારંભ આજથી  થવા જઈ રહ્યો છે. આ અવસરે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. આર. નાયડુ ભાવનગર આવી પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવશે. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ભાવનગર–નવી મુંબઈ રૂટ પર સવાર અને સાંજ એમ દિવસમાં બે ટ્રિપ સંચાલિત થવાની છે. આ હવાઈ સેવા શરૂ થવાથી ભાવનગરના વેપાર-ઉદ્યોગને નવી દિશા મળશે અને પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસને વેગ મળશે તેમ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભણિયાએ જણાવ્યું હતું. - [GLS યુનિવર્સિટી દ્વારા ‘વિકસિત ભારત’ માટે સ્ટાર્ટઅપ પ્રદર્શનનું આયોજન](https://gujaratnewsdesk.com/gls_start-up/): સ્ટાર્ટઅપ વિકાસ, ઉદ્યોગ વિસ્તરણ અને શિક્ષણની ભૂમિકા પર સંવાદ અમદાવાદ, 27 માર્ચ, 2026: GLS યુનિવર્સિટીએ પોતાના સેન્ટેનરી વર્ષની ઉજવણીના ભાગરૂપે શુક્રવારે ‘GLS સ્ટાર્ટઅપ નેક્સસ’નું સફળ આયોજન કર્યું, જેમાં 100 વિદ્યાર્થી પ્રેરિત સ્ટાર્ટઅપ્સ અને નવીન વિચારોનું પ્રદર્શન કરવામાં આવ્યું. ‘વિકસિત ભારત માટે 100 કેમ્પસ આઈડિયાઝ’ નામની આ પહેલ, વર્ષનું બીજું સેન્ટેનરી ઇવેન્ટ છે. યુનિવર્સિટીએ ફેબ્રુઆરીથી દર મહિને એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવાનો સંકલ્પ કર્યો છે, જે માટે યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાનાવટીના દ્રષ્ટિવંત નેતૃત્વને શ્રેય અપાય છે. આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ ‘Decoded @ GLS – In Conversation with Chandni Kapadia’ શ્રેણી હેઠળ ઉદ્યોગસાહસિક શ્રી ચિરંજીવ પટેલ (મેનેજિંગ ડિરેક્ટર, PC... - [ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ 2026 માટે અદાણીયુથ4જોબ્સમાંસહયોગીબની](https://gujaratnewsdesk.com/golble-ability-photo-chalange-adani/):  ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ 2026 માટે અદાણીયુથ4જોબ્સમાંસહયોગીબની Youth4Jobsનુંએકસાહસ, NotJustArtએ AdaniGreenXTalksસાથે ભાગીદારીમાંભારતની સૌથી મોટી સમાવિષ્ટ ફોટોગ્રાફી ચેલેન્જગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ (GAPC) ૨૦૨૬ની ૫મી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે. ફક્ત વિકલાંગ વ્યક્તિઓ માટેનીઆવૈશ્વિકખુલ્લીસ્પર્ધામાં  પ્રવેશ વિનામૂલ્યે છે. તેની છેલ્લી ચાર આવૃત્તિઓદરમિયાનએક સમાવિષ્ટ વૈશ્વિક પ્લેટફોર્મબનેલુંગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ  ૮૦લાખથી વધુ લોકો સુધીની પહોંચસાથે૫0,000 થી વધુ સહભાગીઓનો પ્રેરણાસ્ત્રોતબનીને 30 થી વધુ દેશોમાંથી એન્ટ્રીઓ આકર્ષિત કરી છે. ગત વર્ષેઆ પ્રદર્શન જાપાન અને દુબઈમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.GAPC વિકલાંગતા ધરાવતા ફોટોગ્રાફરો – કલાપ્રેમી અને વ્યાવસાયિક તમામને પોતાના દ્રષ્ટિકોણ અને જીવનના અનુભવોને પ્રતિબિંબિત કરતી કૃતિઓ સુપ્રતકરવા માટે આમંત્રિત કરે છે. આ કથાઓને મુખ્ય પ્રવાહમાં લાવીને, GAPC વિકલાંગોના... - [અમદાવાદના શેલા સ્કાય સિટી બિલ્ડિંગમાં આગ, ફાયર વિભાગની ઝડપી કામગીરીથી 50 જેટલા લોકોનો સલામત બચાવ](https://gujaratnewsdesk.com/shela-fire/): અમદાવાદના શેલા સ્કાય સિટી બિલ્ડિંગમાં આગ, ફાયર વિભાગની ઝડપી કામગીરીથી 50 જેટલા લોકોનો સલામત બચાવ અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલ સ્કાય સિટી બિલ્ડિંગમાં આજે સવારે આગની ઘટના સર્જાઈ હતી. O7 રોડ નજીક આવેલા C બ્લોકના ત્રીજા માળે ફ્લેટ નંબર C-302 માં સવારે અંદાજે 07:58 વાગ્યે આગ લાગતા આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. આગ લાગ્યા બાદ તે ઉપરના માળે પણ ફેલાઈ ગઈ હતી, પરંતુ સમયસર કાર્યવાહીથી આગને કાબુમાં લેવામાં આવી હતી. બિલ્ડીંગની ફાયર સિસ્ટમ સક્રિય હોવાને કારણે તાત્કાલિક આગ બુઝાવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટનામાં બિલ્ડિંગમાં ભારે ધુમાડો ફેલાતા આશરે 40 થી 50 જેટલા રહેવાસીઓને પ્રાથમિક તબક્કે સુરક્ષાના ભાગરૂપે બિલ્ડિંગના ટેરેસ... - [કેન્દ્ર દ્વારા અનેક યોજનામાં કરોડો રૂપિયા ઓછા આપીને ગુજરાતને વધુ એકવાર અન્યાય કરતી ડબલ એન્જીનની ભાજપ સરકાર:મનિષ દોશી](https://gujaratnewsdesk.com/congress-on-bjp-government/): અધધ… દેવાદાર રાજ્ય તરીકે ગુજરાતને દેવાળીયા વહીવટની ભેટ આપતા ભાજપ શાસકો. ગુજરાત વિધાનસભા ગૃહમાં સત્રના અંતિમ દિવસે રજૂ થયેલા કેગના અહેવાલમાં ચોંકાવનારા આંકડા એ ભાજપ સરકારના દેવાળિયા વહીવટ, નાણાંકીય ગેરરીતિ સહિત અનેક નાણાંકીય કૌભાંડો સાથે અધધ… દેવાદાર રાજ્ય તરીકે ગુજરાતને દેવાળીયા વહીવટની ભેટ આપતા ભાજપ શાસકો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું જાહેર દેવું ૩.૮૦ લાખ કરોડ હોવાનું કેગના રીપોર્ટમાં જાહેર  થયું છે. ગત વર્ષ કરતા જાહેર દેવામાં ૨૨ હજાર કરોડનો જંગી વધારો થયો છે. રાજ્ય સરકારની બજાર લોન ૩.૧૧ લાખ કરોડ જે ગત વર્ષ કરતા ૧૬... - [ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ..સત્ર દરમિયાન ૯ વિધેયકો, એક સરકારી પ્રસ્તાવ અને ૪ સંકલ્પો ગૃહમાં પસાર](https://gujaratnewsdesk.com/gujarat-assebmly-budget-sessio-end/): ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ..સત્ર દરમિયાન ૯ વિધેયકો, એક સરકારી પ્રસ્તાવ અને ૪ સંકલ્પો ગૃહમાં પસાર ૧૫મી ગુજરાત વિધાનસભાનું આઠમું અને અત્યંત મહત્વનું બજેટ સત્ર ૨૫ માર્ચના રોજ સફળતાથી પૂર્ણ થયું છે. આ સત્ર દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ બજેટ સત્ર ૨૫ માર્ચે પૂર્ણ થયું છે, જેમાં ૨૩ દિવસમાં કુલ ૨૭ બેઠકો યોજાઈ હતી. આ સત્રના પ્રશ્નોત્તરી કાળમાં કુલ ૨૩૭ તારાંકિત પ્રશ્નોની ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રી કનુ દેસાઈએ... - [પસાર થયેલું UCC બિલ 'એક રાષ્ટ્ર, એક કાયદો'ના સંકલ્પને સાકાર કરવા તરફ ગુજરાતનું મક્કમ ડગલું - જગદીશ વિશ્વકર્મા](https://gujaratnewsdesk.com/jagdhish-vishwkaram-on-ucc/): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રપટેલના મક્કમ નિર્ધાર હેઠળ પસાર થયેલું UCC બિલ ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ના સંકલ્પને સાકાર કરવા તરફ ગુજરાતનું મક્કમ ડગલુંઃ જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગુજરાત વિધાનસભામાં પસાર થવા પર પ્રતિક્રિયા આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતમાં UCC દ્વારા ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ ના સંકલ્પને સાકાર કરવા તરફ મક્કમ ડગલું માંડ્યું છે. આ દિવસ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું કે, હાલ, લગ્ન, વારસાઈ,... - [સમાન નાગરિક સંહિતા-યુસીસી બિલ વિધાનસભામાં બહાલ ](https://gujaratnewsdesk.com/gujarat-ucc-bill-passed/): સમાન નાગરિક સંહિતા-યુસીસી બિલ વિધાનસભામાં બહાલ ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમાન નાગરિક સંહિતા-યુસીસી વિધેયકને રજૂ કરાયું હતું. જેને ચર્ચાના અંતે વિધાનસભા ગૃહમાં બહાલી આપવામાં આવી હતી. વિધાનસભામાં યુસીસી વિધેયકને રજૂ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે. અગાઉ ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ થશે. સમાન નાગરિક સંહિતા-યુસીસી વિધેયકને કુલ ચાર ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત યુસીસી લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય બનશે. લાંબી ચર્ચાના અંતે વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા વિધેયકને બહાલી આપવામાં આવી હતી. હવે રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી ફરજિયાત રહેશે : ગુજરાતમાં હવેથી થતા દરેક લગ્નની નોંધણી કરાવવી... - [નાગરિકોના મતના અધિકાર ઉપર તરાપ મારવાનો ખેલ શરૂ કરાયો](https://gujaratnewsdesk.com/amc_congress/): ફરી એકવાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરીને ફાઈનલ કરવામાં માત્ર સાત દિવસનો સમય આપીને ચુપચાપ નાગરિકોના મતના અધિકાર ઉપર તરાપ મારવાનો ખેલ શરૂ કરાયો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઇલેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારે અગામી સમયમાં યોજનારી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી 2026 માટે ‘ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરી દીધી પણ હજુ સુધી રાજકીય પક્ષને આ યાદીની કોપી આપી નથી. હવે તા.30 માર્ચ 2026 સુધીમાં ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવાશે. હવે અમદાવાદ શહેરના મસ્ટર સ્ટેશન, સબ ઝોનલ કચેરીઓ, વોર્ડ ઓફિસ, ઝોનલ કચેરીઓ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કંટ્રોલ રુમ સહિત જુદી જુદી 58 કચેરીઓ ખાતે જઇને નાગરિકોને... - [જળ સુરક્ષા અને સમાવેષી સંચાલન વિષયે અદાણી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા સંવાદ યોજાયો](https://gujaratnewsdesk.com/adani_world-water-day-celebration/): વિશ્વ જળ દિવસ-૨૦૨૬ નિમિત્તે જળ સુરક્ષા અને સમાવેષી સંચાલન વિષયે અદાણી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા સંવાદ યોજાયો જળસંગ્રહના વિવિધ અભિયાનો હેઠળ દેશભરમાં ૧૬.૨૮ અબજલિટર વધારાની જળ સંગ્રહ ક્ષમતાનું નિર્માણ જળ દિવસ ૨૦૨૬ નિમિત્તે અમદાવાદના સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનના(CEE)કેમ્પસમાં પાણી સુરક્ષા પર બહુ-હિતધારક ગણમાન્ય લોકો સાથેઅદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ, અદાણી ફાઉન્ડેશનેરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પર્યાવરણીય શિક્ષણ સંસ્થા સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનના સહયોગમાંચર્ચાસભાનુંઆયોજન કર્યું હતું. આ ચર્ચાસભામાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગોના પ્રતિનિધિઓ, કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ના અગ્રણીઓ અને વિકાસ પ્રેક્ટિશનરો ભારત સમક્ષના પાણીના પડકારોના ઉકેલો સંબંધીવિષદ છણાવટમાં ભાગ લીધો હતો. CEE ના ડિરેક્ટર શ્રી કાર્તિકેય સારાભાઈએ... - [સારંગપુર વિસ્તારમાં ન્યૂ ક્લોથ માર્કેટ પાસે આવેલા સુમેળ-1 બિલ્ડિંગમાં આગ, ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી 4 લોકોને બચાવાયા](https://gujaratnewsdesk.com/ahmedabad-fire/): સારંગપુર વિસ્તારમાં ન્યૂ ક્લોથ માર્કેટ પાસે આવેલા સુમેળ-1 બિલ્ડિંગમાં આગ, ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી 4 લોકોને બચાવાયા શહેરના સારંગપુર વિસ્તારમાં ન્યૂ ક્લોથ માર્કેટ પાછળ આવેલ સુમેળ-1 સી બ્લોકની ત્રીજી માળે આવેલા ડક્ટ લાઇનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને સાંજે આશરે 18:00 વાગ્યે કોલ મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ આગને કાબૂમાં લેવા માટે પાંચકુવા ફાયર સ્ટેશનની ફાયર ફાઇટર ટીમ સાથે મણિનગર, જામાલપુર અને શાહપુર ફાયર સ્ટેશનોમાંથી એક-એક ગજરાજ વાહન મોકલવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે STO ,DO, DYCFO અને ADDCFOની ઉપસ્થિતિમાં રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ટીમની... - [આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરશ્રી સાથે બેઠક યોજી.](https://gujaratnewsdesk.com/oil_cm-meeting/): આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરશ્રી સાથે બેઠક યોજી. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPG જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી. સમગ્ર રાજ્યમાં હાલ LPG, PNG અને પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. રાજ્યના અમુક સ્થળોએ અફવાઓના કારણે વેચાણમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઇંધણનો સમયસર પુનઃ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. દરેક જિલ્લામાં આવશ્યક ઈંધણનો પુરવઠો અવિરતપણે જળવાઈ રહે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વહીવટીતંત્રને સતત દેખરેખ રાખવા અને પૂરતું સંકલન સાધવા કલેક્ટરશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી. રાજ્યના નાગરિકોને નમ્ર અપીલ છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને... - [પેટ્રોલ-ડિઝલ મામલે કોઇ પણ અફવા ન સાંભળવા મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ](https://gujaratnewsdesk.com/bhupendr-patel_apeal/) - [ભાજપ સરકાર વિકાસના નામે આદિવાસી સમાજની જમીન ઝૂંટવે છે : રાહુલ ગાંધી](https://gujaratnewsdesk.com/rahul-gandhi_vadodara/): ભાજપ સરકાર વિકાસના નામે આદિવાસી સમાજની જમીન ઝૂંટવે છે : રાહુલ ગાંધી BJP અને RSS ઇચ્છે છે કે, આદિવાસી સમાજ “વનવાસી બને”, હક ન માંગે : રાહુલ ગાંધી મોદીજીનો કંટ્રોલ ટ્રમ્પના હાથમાં, સમગ્ર દેશના ડેટા, કૃષિ ક્ષેત્ર અમેરિકાને આપી દીધું : રાહુલ ગાંધી વિકાસના નામે આદિવાસી સમાજના ઘરો પર બુલડોઝર ફેરવી નાખ્યા, દિવસેને દિવસે આદિવાસી સમાજના હક્કો છીનવાઈ રહ્યા છે : રાહુલ ગાંધી હું ગુજરાતના આદિવાસી સમાજ અને સામાન્ય લોકોનો અવાજ બુલંદ કરવા હંમેશા ખડે પગે ઉભો છું : રાહુલ ગાંધી ભાજપના શાસનના ત્રણ દાયકામાં સૌથી વધુ અન્યાય આદિવાસી સમાજને થયો : અમિત ચાવડા ભાજપ સરકારમાં 20 વર્ષ પછી પણ આદિવાસી સમાજને જળ, જંગલ અને જમીનના 50 ટકા અધિકાર... - [ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ - 2026 ](https://gujaratnewsdesk.com/women-football/): ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026  ની  હિંમતનગર ખાતે રમાઇ રહેલી મેચમાં  છ રાજ્ય ની 6 ટીમો ભાગ લઇ  છે.. આ લીગ માં ભાગ લઈ રહેલ છે. ગઇકાલે   રમાયેલી મેચ મા  કહાની એફસી એ  એઆરએ એફસી ને 3-0 થી જ્યારે અન્ય એક મેચમાં  એસએજી એફએ  (આરટી)  એ કહાની ને 2-0 થી પરાજય આપ્યો હતો.. આ લીગ માં ચેમ્પિયન  ટીમ ને ઇંડિયન વુમન્સ લીગ માં ગુજરાત સ્ટેટ તરફથી પ્રતિનિધિત્વ કરવા મળશે. - [આજથી ગુજરાતમાં ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ](https://gujaratnewsdesk.com/msp-gujarat/): આજથી ગુજરાતમાં ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલ તા. ૨૩ માર્ચથી રાજ્યભરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીદી માટેનું તમામ આગોતરું આયોજન પૂર્ણ કરી લેવાયું છે, તેમ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ખેડૂતોની સુવિધા માટે પૂરતા પ્રમાણમાં ખરીદ કેન્દ્રો કાર્યરત કરાયા છે. ખેડૂતોએ કરાવેલી નોંધણી, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને લઈને ચણાની ખરીદી માટે ૧૬૫ તથા રાયડાની ખરીદી માટે ૬૦ ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. ચણા અને રાયડાના... - [મયુર ડાયકેમ પર આઇટીના દરોડાનો ત્રીજાે દિવસ, કરોડોની ટેક્સ ચોરીના મહત્વના પુરાવા મળ્યા](https://gujaratnewsdesk.com/it-raid-mayur-diacam/): મયુર ડાયકેમ પર આઇટીના દરોડાનો ત્રીજાે દિવસ, કરોડોની ટેક્સ ચોરીના મહત્વના પુરાવા મળ્યા અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી જાણીતી કેમિકલ કંપની ‘મયુર ડાયકેમ’ પર આવકવેરા વિભાગની તવાઈ રવિવારે સતત ત્રીજા દિવસે પણ જારી રહી છે. શુક્રવાર સવારથી શરૂ થયેલું આ સર્ચ ઓપરેશન હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. તપાસ દરમિયાન આઈટી વિભાગને ટેક્સ ચોરીના પાકા પુરાવા અને કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોની વિગતો હાથ લાગી છે. વટવા જીઆઈડીસીમાં આવેલી કંપનીની ઓફિસ અને ફેક્ટરી પર ૧૦૦થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે આઈટીની તપાસ ચાલી રહી છે. આ દરોડા અંતર્ગત કંપનીના માલિક મયુર પટેલ, તેમના ભાગીદારો અને સ્વજનોના અમદાવાદ તેમજ વડોદરાના પાદરા સ્થિત નિવાસસ્થાનો... - [અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ભાંડાફોડ,૨.૪૮ કરોડની નકલી નોટો,એઆઇ,ચીન કનેક્શન આવ્યું બહાર](https://gujaratnewsdesk.com/ahmedabad-duplicate-notes-scam/): અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ભાંડાફોડ,૨.૪૮ કરોડની નકલી નોટો,એઆઇ,ચીન કનેક્શન આવ્યું બહાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી અને સુરતમાંથી ૨.૪૮ કરોડના નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં આંતરરાષ્ટ્રીય કાવતરાની ઝલક જાેવા મળી છે. મુખ્ય આરોપી યોગગુરુ પ્રદીપ અને તેની ગેંગે ચીની એજન્ટોની મદદથી હાઈ-સિક્યુરિટી પેપર મંગાવ્યું હતું અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પેઈડ વર્ઝનની મદદથી ૫૦૦ રૂપિયાની આબેહૂબ નકલી નોટો છાપી હતી.સેન્ટ્રલ એજન્સીઓએ પણ આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ધામા નાખ્યા છે. સ્ટેટ અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરા, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની યુનિટ્સે સંયુક્ત તપાસ શરૂ કરી છે. આરોપીઓની કડક પૂછપરછ ચાલુ છે. તપાસમાં ખુલાસો થયો છે... - [અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી : 48 કલાકમાં  સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે. નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે.](https://gujaratnewsdesk.com/us_iran-conflict/): અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી : 48 કલાકમાં  સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે. નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે. New Jerseyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ 22 March 2026 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જો ઈરાન 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે અને કોઈપણ ધમકી વગર ખુલ્લું નહીં કરે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ  પર હુમલો કરીને તેને નેસ્તનાબૂદ કરી દેશે. ટ્રમ્પે કહ્યું  કે તેઓ સૌથી મોટા પાવર પ્લાન્ટથી આ હુમલાની શરૂઆત કરશે, અને ઇરાન તેને  આખરી ચેતવણી તરીકે માને. અત્યાર સુધી અમેરિકા ઈરાનના ઉર્જા ક્ષેત્રો પર સીધા હુમલા કરવાનું ટાળતું... - [ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીઃ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ,  શુભેચ્છાઓ પાઠવી ](https://gujaratnewsdesk.com/eid-mubarak/): ઈદ-ઉલ-ફિત્રનીરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ,  શુભેચ્છાઓ પાઠવીને ભાઈચારો અને સમૃદ્ધિની કામના કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, સમાજમાં ભાઈચારો, સંવાદિતા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર આત્મસંયમ, સેવા, પરોપકાર અને વંચિતો પ્રત્યે કરુણાની પ્રેરણા આપે છે.” રાષ્ટ્રપતિએ લોકોને આ પ્રસંગે સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા હાકલ કરી. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પોતાના સંદેશમાં કહ્યું, “ઈદ મુબારક! આ પવિત્ર તહેવાર આશા, સંવાદિતા અને કરુણાને... - [સમાચાર એજન્સી યુએનઆઈનું મુખ્યાલય પોલીસે બળજબરીપૂર્વક સીલ કર્યુ](https://gujaratnewsdesk.com/uni-office-sealded/): સમાચાર એજન્સી યુએનઆઈનું મુખ્યાલય સીલ શુક્રવારે મોડી સાંજે સમાચાર એજન્સી યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા (યુએનઆઈ) ના પરિસરને સેંકડો દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી કર્મચારીઓ, પત્રકારો અને કર્મચારીઓ દ્વારા બળજબરીથી ખાલી કરાવવામાં આવ્યું. યુએનઆઈ છેલ્લા ઘણા દાયકાઓથી સંસદ માર્ગની બાજુમાં 09 રફી માર્ગ પર સ્થિત પરિસરમાં કાર્યરત હતું. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ફાળવણી રદ કરવા સામે પેન્ડિંગ અરજી પર, દિલ્હી હાઇકોર્ટે આજે સાંજે ચુકાદો આપ્યાના થોડા કલાકો પછી, કેટલાક સરકારી અધિકારીઓ, લગભગ 300 દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી કર્મચારીઓ અને કેટલાક વકીલો સાથે, પૂર્વ સૂચના વિના પરિસરમાં પ્રવેશ્યા અને પત્રકારો અને ત્યાં કામ કરતા અન્ય કર્મચારીઓ પર તાત્કાલિક ન્યૂઝરૂમ ખાલી કરવા અને પરિસર... - [વાવાઝોડાથી જોડિયાના સંચાણા બંદરે  50થી 60 માછીમારી બોટને નુકસાન પહોંચતાં તારાજી ](https://gujaratnewsdesk.com/jodiya-boat-demaged/): વાવાઝોડાથી જોડિયાના સંચાણા બંદરે  50થી 60 માછીમારી બોટને નુકસાન પહોંચતાં તારાજી જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના સંચાણાના દરિયાકિનારે આવેલા વાવાઝોડાને કારણે માછીમારોની હાલત કફોડી બની છે. આ વાવાઝોડામાં અંદાજે 50 થી 60 જેટલી માછીમારી બોટોને ભારે નુકસાન થયું છે, જેના કારણે માછીમારોની આજીવિકા પર ગંભીર અસર પડી છે. તાલુકા પંચાયતના માજી સભ્ય કસમ કકલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બપોરના 3:30 થી 4:00 વાગ્યાના અરસામાં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે બોટોને મોટું નુકસાન થયું છે. કેટલીક બોટો તો સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને બિનઉપયોગી બની ગઈ છે. કકલે વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી ફિશરીઝ વિભાગના કોઈ પણ અધિકારીએ સ્થળ પર આવીને નુકસાનીનું... - [ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ..પોલીસ સુરક્ષા હેઠળ પેપર ચકાસણી પણ શરૂ કરવામાં આવી](https://gujaratnewsdesk.com/paper-checking/): ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ..પોલીસ સુરક્ષા હેઠળ પેપર ચકાસણી પણ શરૂ કરવામાં આવી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. કોઈપણ વિવાદ વગર પરીક્ષા પૂર્ણ થતા ગુજરાત બોર્ડે, વિદ્યાર્થીઓએ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જો હવે પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થાય તે માટેના પ્રયાસ પણ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 45 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જ્યાં પોલીસ સુરક્ષા હેઠળ પેપર ચકાસણી પણ શરૂ કરવામાં આવી છે. પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થાય તે માટે વધારે સ્ટાફ રાખીને પેપર ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી... - [રાજ્યભરમાં ચેટીચાંદની ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી](https://gujaratnewsdesk.com/chetichand-celebration/):   આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે રાજ્યભરના શહેરો અને નગરોમાં ચેટીચાંદની ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી..ભગવાન ઝૂલેલાલની વિવિધ માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રાઓ યોજાઇ હતી. સંગીતના તાલે સિંધીસમાજે નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી..યુવાનો અને મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને શોભાયાત્રામાં ઉમટ્યાં હતા. સમાજના અગ્રીણીઓ ,રાજકીય આગેવાનોને આ શોભાયાત્રાને ઠેરઠેર વધાવી હતી. - [ગુજરાતમાં એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: લોકોએ ઉચાટમાં રહેવાની જરૂર નથી](https://gujaratnewsdesk.com/no-worry-about-lpg_gujarat-govt/): ગુજરાતમાં એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: લોકોએ ઉચાટમાં રહેવાની જરૂર નથી ગુજરાત સરકારના દિશાનિર્દેશનમાં રાજ્યમાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્ય સરકાર દ્વારા તે અંગે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરાઈ છે. ગેસ એન્જસીઓ તરફથી એલપીજી સિલિન્ડરની યોગ્ય આપૂર્તિ સુનિશ્વિત કરવા માટે ચોક્કસ દેખરેખ રખાઇ રહી છે, એટલું નહીં, નાગરિકોએ તેમના સિલિન્ડર માટે એજન્સીએ જઇને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નાગરિકોને તેમના ઘરે જ સરળતાથી સિલિન્ડર મળી રહે તે માટે ટેક્નોલોજીના ઉપયોગથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોને મોબાઇલના એક ક્લિકથી જ સિલિન્ડર મળી રહે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તમામ સુવિધાઓ... - [બેરોજગારીના આક્ષેપો તથ્યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્ડાથી પ્રેરિત, વાસ્તવમાં સમસ્યા આંકડાઓમાં નહીં પણ વિપક્ષની માનસિકતામાં- ડૉ. અનિલ પટેલ](https://gujaratnewsdesk.com/bjp-on-congress/): કોંગ્રેસના બેરોજગારીના આરોપો બાદ ભાજપનો પ્રત્યુત્તર બેરોજગારીના આક્ષેપો તથ્યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્ડાથી પ્રેરિત, વાસ્તવમાં સમસ્યા આંકડાઓમાં નહીં પણ વિપક્ષની માનસિકતામાં- ડૉ. અનિલ પટેલ રાજ્યમાં બેરોજગારી સંદર્ભના કોંગ્રેસના બેબુનિયાદ આક્ષેપ બાબતે ભાજપા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ આક્ષેપો બેબુનિયાદ,  તથ્યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્ડાથી પ્રેરિત છે. ગુજરાતમાં બેરોજગારીનો દર ફક્ત 1.1% છે. ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની માટીમાં જ વેપાર અને સાહસ, અહીંનું કલ્ચર માત્ર રોજગારી મેળવવાનું નથી, પણ હજારો હાથોને કામ આપવાનું છે. ગુજરાતનો યુવાન આજે સાબિત કરી રહ્યો છે કે તે ‘જોબ સીકર’ નહીં, પણ આત્મનિર્ભર ‘જોબ ગીવર’ છે. ડૉ.... - [પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા](https://gujaratnewsdesk.com/congress_gujarat/): પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે : શ્રી અમિત ચાવડા કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે : શ્રી અમિત ચાવડા ‘જનાક્રોશ યાત્રા’દરમ્યાન લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, હવે સમાજના દરેક વર્ગ અને વિસ્તારના લોકો, કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, : શ્રી અમિત ચાવડા આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને... - [અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના પહેલા જ વર્ષે દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા](https://gujaratnewsdesk.com/adani-colombo-port/): અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના પહેલા જ વર્ષે દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) સંચાલિતશ્રીલંકાના કોલંબો બંદરે તેના કાર્યારંભના પ્રથમ વર્ષમાં દસ લાખ કન્ટેનર હેન્ડલ કરવા સાથેતેના વિસ્તરતા વૈશ્વિક પદચિહ્નને રેખાંકિત કરી છે. આમ હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR)ના વૈશ્વિક વેપાર પ્રવાહમાં વધતા મહત્વ અને બ્લ્યુ ઇકોનોમીમાં તેની ઉભરતી ભૂમિકા બંનેને ઉજાગર કરી છે. શ્રીલંકામાં કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT)ના નિર્માણની એપ્રિલ૨૦૨૫માંશરુઆતકર્યાના પ્રથમ વર્ષમાં એક મિલિયન TEUs (વીસ-ફૂટ સમકક્ષ એકમો)ના આંકને વટાવ્યો છે. કોલંબો બંદર પર નોંધાયેલ આ સિદ્ધિ સૌથી ઝડપી રેમ્પ-અપ સાથે ટર્મિનલના ઉદ્ઘાટન વર્ષમાં આટલા વિરાટ મુકામે પહોંચવા માટે વૈશ્વિક સુવિધાઓના પસંદગીના જૂથમાં તેનું... - [અમદાવાદમાં એસ જી હાઇવે મરકબા ખાતે સ્ટેલર સ્કોડા શો રૂમનું ઉદઘાટન કરાયું](https://gujaratnewsdesk.com/scoda-new-showroom/):   સ્ટેલરસ્કોડા દ્વારા અમદાવાદના મકરબા, એસ.જી. હાઇવે ખાતે આવેલ સ્ટેલર સ્કોડા શો રૂમમાં નવી સ્કોડા કુશાક ફેસલિફ્ટ (Skoda Kushaq Facelift) મોડેલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેલરસ્કોડા નામે નેજિંગડિરેક્ટર શ્રી અભિમન્યુ ત્રિપાઠી, બિઝનેસહેડ શ્રી સમય નારમદેઓ અને સ્કોડાના કીએકાઉન્ટમેનેજર શ્રી અનુપ ગુપ્તા દ્વારા વાહનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્ટેલરસ્કોડાના શોરૂમ હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, ભરૂચ અને આણંદ શહેરોમાં કાર્યરત છે અને ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડી રહ્યાછે. નવી સ્કોડા કુશાક ફેસલિફ્ટ મોડેલમાં અનેક આધુનિક અને પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી છે. જેમાં પેનોરામિક સનરૂફ, રિયર સીટ મસાજર, ફ્રન્ટમાં કનેક્ટેડ એલઇડીડી આરએલ, નેક્ટેડટેલ લેમ્પ અને ઉદ્યોગમાં પ્રથમ... - [વિશ્વ પર મંડરાતું ભૂખમરાનું સંકટ: સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી. સંઘર્ષને કારણે દુનિયાના વધુ 4.5 કરોડ લોકો કટોકટીમાં ધકેલાશે.](https://gujaratnewsdesk.com/starvation_un/): New Jerseyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો વિશેષ અહેવાલ વિશ્વ પર મંડરાતું ભૂખમરાનું સંકટ: સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી. સંઘર્ષને કારણે દુનિયાના વધુ 4.5 કરોડ લોકો કટોકટીમાં ધકેલાશે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ માર્ચ 2026નો  એક ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ મુજબ, મધ્ય પૂર્વ અને તેની આસપાસના વિસ્તારોમાં વધી રહેલા સશસ્ત્ર સંઘર્ષો અને અસ્થિરતાને કારણે વિશ્વના વધુ 4.5 કરોડ લોકો તીવ્ર ભૂખમરાનો શિકાર બની શકે છે. જો યુદ્ધ અને હિંસા લાંબો સમય ચાલશે, તો આ આંકડો માનવ ઇતિહાસની સૌથી મોટી કટોકટીમાં ફેરવાઈ શકે છે. દુનિયાના અલગ-અલગ ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ઝઘડાઓને કારણે સામાન્ય લોકો માટે બે ટંકનું... - [ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ  શંકર ચૌધરી](https://gujaratnewsdesk.com/gujarat-assembly-health-camp/): ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ  શંકર ચૌધરી બિમાર પડ્યા પછી નહીં, પરંતુ રોગના આગોતરા નિદાન માટે હેલ્થ ચેકઅપ જરૂરી: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જનપ્રતિનિધિઓ અને પત્રકારોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે:- આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા ****** રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ... - [મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાજ્યમાં સમાન નાગરીક સંહિતાનો ડ્રાફ્ટ અહેવાલ સોંપવામા આવ્યો](https://gujaratnewsdesk.com/cm_ucc-report/): મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાજ્યમાં સમાન નાગરીક સંહિતાનો ડ્રાફ્ટ અહેવાલ સોંપવામા આવ્યો   સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો ​ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને મંગળવારે ગાંધીનગરમાં સોંપ્યો હતો. આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને... - [i-Hub ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન](https://gujaratnewsdesk.com/ihub_usha-parv/): i-Hub ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન ઉદગમ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર 30થી વધુ મહિલાઓનું સન્માન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટે મંગળવાર સાંજે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર 30થી વધુ મહિલાઓને સન્માનિત કરી. 17મા ઉદગમ મહિલા સિદ્ધિ એવોર્ડ સમારોહ સાથે i-Hub ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું. KCG ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 250થી વધુ ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, નીતિનિર્માતાઓ અને માનનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા. તેમણે 16 કેટેગરીમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને સામાજિક ક્ષેત્રે પ્રભાવ સર્જનાર પ્રતિભાશાળી મહિલાઓને સન્માનિત કરી. સિદ્ધિપ્રાપ્તીઓની પસંદગી કડક જ્યુરી પ્રક્રિયા અને નૉમિનેશન આધારિત પદ્ધતિ દ્વારા... - [પિકેડેમી દ્વારા વિદ્યાર્થીઓમાટે AI-સંચાલિત ગ્લોબલ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનું અનાવરણ](https://gujaratnewsdesk.com/picedamy-ai-platform/): પિકેડેમી દ્વારા વિદ્યાર્થીઓમાટે AI-સંચાલિત ગ્લોબલ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનું અનાવરણ  દેશમાં તથા વિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ તેમની પસંદગીની કોલેજ, યુનિવર્સિટી, કોર્સ વગેરેની માહિતી સરળ અને ઝડપી મેળવી શકે એ માટે પિકેડેમી દ્વારા Artificial Intelligece આધારિત સર્ચ એન્જિનનું આજે અમદાવાદના AMAમાં અનાવરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી માટે કોર્સ, કોલેજ, યુનિવર્સિટી, દેશ વગેરેની પસંદગી જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકી એક હોય છે. આ નિર્ણયને  સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલું પિકેડેમી સર્ચ એન્જિન AI વડે સજ્જ છે. પિકેડેમીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ કોર્સના નામ, કોર્સની અવધિ, પાત્રતા, પ્રવેશ પરીક્ષાઓ, ફી, સ્કોલરશિપ જેવા માપદંડના આધારે કોલેજ તથા યુનિવર્સિટી પસંદ કરી શકે છે. પરંપરાગત એજ્યુકેશન પોર્ટલોની સરખામણીમાં પિકેડેમી વિદ્યાર્થીના ઉદ્દેશ્યને તથા અપેક્ષાને સમજીન ચોક્કસ, અર્થપૂર્ણ અને નિર્ણાયક પરિણામ પુરા પાડે છે. આ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનુંબ્રેઇન “પિક્સી“છે, જેએકબુદ્ધિશાળી AI આસિસ્ટન્ટ છે. વિદ્યાર્થીઓને તે ભારતભરમાં અને અમેરિકા, યુનાઇટેડ કિંગડમ (UK), સ્પેન, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની અગ્રણી કોલેજ તથા યુનિવર્સિટી વિશે  અને તેમના કોર્સ વિશે સચોટ માર્ગદર્શન આપે છે. “અમારું વિઝન વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવાનું છે,” પિકેડેમીના સ્થાપક રાહુલ ઘાડિયાએ જણાવ્યું હતું. “આ પ્રસંગે અમે યોગેશ પટેલનો આભાર માનીએ છીએ, જે અમારા પ્રથમ રોકાણકાર અને આ વિઝનમાં સૌથી પહેલા વિશ્વાસ રાખનારાઓમાંના એક છે. શરૂઆતના તબક્કામાં તેમની નાણાકીય સહાયથી આજે અમે જે બનાવ્યું છે તે બનાવવા માટે આત્મવિશ્વાસ અને ગતિ મળી.” પિકેડેમીના સહ–સ્થાપક અને વ્યૂહાત્મક સલાહકાર હર્ષલ પુષ્કર્ણાએ ઉમેર્યું હતું કે, “અમે ફક્ત પરંપરાગત એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મ બનાવ્યું નથી. બલકે, પિકેડેમી એક એવું ઇન્ટેલીજન્ટ પ્લેટફોર્મ છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની રીતે, પોતાની સમજ વડે અને તેમના સ્ક્રીન પર રજૂ થતા ડેટાના આધારે પોતાની કારકિર્દીના અને ભવિષ્યના ઉચિત નિર્ણય લઈ શકે છે.“ ટેકનોલોજીના આધારસ્તંભ પર પ્રકાશ પાડતા, સહ–સ્થાપક અને CTO, વીરેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે, “અમારું AI આર્કિટેક્ચર વિદ્યાર્થીઓના ઉદ્દેશ્યનું અર્થઘટન કરી, ચોકસાઈપુર્વક યોગ્ય ડેટા... - [નેતૃત્વ, સ્વાસ્થ્ય અને માર્ગદર્શન વિષયે 'ગીવ ટુ ગેઇન' ચર્ચા સત્ર  યોજી અદાણી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો](https://gujaratnewsdesk.com/adani-uni-celebration/): નેતૃત્વ, સ્વાસ્થ્ય અને માર્ગદર્શન વિષયે ‘ગીવ ટુ ગેઇન‘ ચર્ચા સત્ર ,યોજી અદાણી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો શૈક્ષણિક અને વ્યાવસાયિક જીવનમાં મહિલાઓના યોગદાનના મહાત્મ્યને ચરિતાર્થ કરતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ ની ઉજવણી “ગિવ ટુ ગેઇન” ની વૈશ્વિક થીમ પર કેન્દ્રિત એક વિશિષ્ટ કાર્યક્રમના માધ્યમથી અદાણી યુનિવર્સિટીએ ઉજવણી કરી હતી. ૮ માર્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ સંવાદ, ચિંતન અને સહિયારા શિક્ષણના મનનમાં શામેલ  થયા હતા. વરિષ્ઠ સ્ત્રી રોગ વિજ્ઞાની ડૉ. નીતા ઠાકરેના નેતૃત્વમાં એક ઇન્ટરેક્ટિવ આરોગ્ય અને સુખાકારી સત્રથી ઉજવણીનો આરંભ થયો હતો, જેમણે અટકાયતી આરોગ્ય સંભાળ, સ્વાસ્થ્યની ચિંતાઓ અંગે પ્રારંભિક જાગૃતિ અને મહિલાઓની સુખાકારીને... - [દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી](https://gujaratnewsdesk.com/harsh-sanghvi_dudhrej/): દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી દુધરેજ ધામના વિકાસ માટે વધુ ૨ કરોડની ફાળવણી,  યાત્રાધામ સુવિધાઓથી થશે સજ્જ :-નાયબ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી  સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત ‘હોળી મહોત્સવ’માં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું... - [મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હોળી પર્વની ઉજવણીમાં સહભાગી થઈ હોળી દર્શન કર્યા](https://gujaratnewsdesk.com/cm_holi/): મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હોળી પર્વની ઉજવણીમાં સહભાગી થઈ હોળી દર્શન કર્યા મુખ્યમંત્રીશ્રીએ મેમનગરના માનવમંદિર ખાતે વૈદિક હોળીના દર્શન-પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. આ વર્ષે મેમનગરમાં માનવમંદિર ખાતે પર્યાવરણના જતનનો સંદેશ આપતી ‘વૈદિક હોળી’ પ્રગટાવવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પરંપરાગત હોળી પૂજન વિધિમાં  શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને પ્રગટાવવામાં આવેલી હોળીના દર્શન-પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્યમંત્રી... - [ડાંગ દરબારના ભાતીગળ લોકમેળામા ડાંગના માજી રાજવીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા રાજ્યપાલ](https://gujaratnewsdesk.com/dang-darbar_governor/): ડાંગ દરબારના ભાતીગળ લોકમેળામા ડાંગના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા રાજ્યપાલ રાજ્ય સરકાર વતી ડાંગના રાજવીશ્રીઓનું સન્માન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનવા બદલ રાજ્યપાલશ્રીએ ડાંગ જિલ્લાને અભિનંદન પાઠવ્યાં – ગ્લોબલ વોર્મિંગના વૈશ્વિક પ્રશ્ને સામૂહિક ચિંતન કરવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રી – (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨: અંગ્રેજોની આધિનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરી, હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ પ્રસંગે રાજ્યપાલશ્રીએ રામાયણનાં દંડકારણ્યનાં ડાંગનો ઉલ્લેખ કરી આ જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો... - [સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે નૂતન શિતલ ગૌશાળાના લોકાર્પણના ભવ્ય ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા](https://gujaratnewsdesk.com/bjp-vishwkarma/): સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે નૂતન શિતલ ગૌશાળાના લોકાર્પણના ભવ્ય ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્મા વર્ષોથી આ પવિત્ર સ્થાને સદાવ્રતની જ્યોત પ્રજ્વલિત છે અને અહીં આવતો કોઈપણ વ્યક્તિ ક્યારેય ભૂખ્યો કે તરસ્યો જતો નથી – જગદીશવિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે નૂતન શિતલ ગૌશાળાના લોકાર્પણના ભવ્ય ઉત્સવ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી વડવાળાદેવ તેમજ ૫.પુ જગદગુરુ શંકરાચાર્યશ્રી રામાનંદાચાર્યશ્રી, જગદગુરુશ્રી પૂ.કનીરામબાપુ, સુપ્રસિદ્ધ કથાકાર ૫.પુ મોરારીબાપુ,... - [નિરવ બક્ષી દ્વારા મનપાના બજેટમાં નશા મુક્ત કેન્દ્રો શરૂ કરવા રજૂઆત](https://gujaratnewsdesk.com/nirav-baxi-amc-budget/): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સત્ર દરમિયાન “નશા મુક્ત ગુજરાત” અભિયાનને અસરકારક રીતે અમલમાં મુકવા માટે દરેક ઝોનમાં નશા મુક્તિ કેન્દ્ર શરૂ કરવાની રજૂઆત નિરવ baxiકરવામાં આવે છે. - [અદાણી યુનિવર્સિટીમાં ‘ASPIRE 2026’નું ભવ્ય આયોજન2026](https://gujaratnewsdesk.com/adani-uni-2/): અદાણી યુનિવર્સિટીમાં ‘ASPIRE 2026’નું ભવ્ય આયોજન2026  કલા, સંસ્કૃતિ અને રમતગમતનો ત્રિવેણી સંગમ અમદાવાદ, ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬: અદાણી યુનિવર્સિટી દ્વારા તેના વાર્ષિક આંતરકોલેજ સાંસ્કૃતિક અને રમતગમત મહોત્સવ ‘ASPIRE 2026’ નું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. ચાર દિવસીય આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય, નાટક અને રમતગમત જેવી વિવિધ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ પ્રતિભાઓ ઉજાગર થઈ હતી. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સ્પર્ધાત્મક ભાવના અને સહયોગના ગુણ વિકસે અને સાથે જ એમનામાં નેતૃત્વ અને ચારિત્ર્ય નિર્માણનો ઉદ્દેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. ત્યારબાદ સ્ટુડન્ટ અફેર્સના ડીન ડો. જીજ્ઞેશ ઠાકરે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડો.) ધવલ પૂજારાએ... - [AAP ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી: વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા](https://gujaratnewsdesk.com/aap_live-dimand_assembly/): વિધાનસભા સત્રના બીજા દિવસે AAP ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી: વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા વિધાનસભામાં AAP ધારાસભ્યોના “વિધાનસભા લાઈવ કરો”ના નારા ગૂંજ્યા AAP ધારાસભ્યો ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણીએ કર્યા સૂત્રોચ્ચાર લાઈવ ન કરવું એ લોકશાહીની હત્યા: ગોપાલ ઈટાલીયા સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય છે, તો ગુજરાત વિધાનસભાનું કેમ નહીં?: ગોપાલ ઈટાલીયા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના કામ પણ લોકો યૂટ્યૂબમાં જોઈ શકે છે, તો વિધાનસભાનું લાઈવ પ્રસારણ પણ થવું જોઈએ: ગોપાલ ઈટાલીયા દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાનું લાઈવ પ્રસારણ થાય છે તો ગુજરાતનો કેમ નહીં?: ગોપાલ ઈટાલીયા શા માટે... - [](https://gujaratnewsdesk.com/gujarat_bjp_workshop/): ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ ભાજપાના રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન -૨૦૨૬‘ અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પ્રદેશ કાર્યશાળા યોજાઈ ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬‘ અન્વયે માહિતી આપતા પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ ભાજપાના રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી જેમાં... - [સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-૧૯૪૯ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર](https://gujaratnewsdesk.com/gujarat-assebly-bill-passed/): સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-૧૯૪૯ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર જમીન વ્યવહારોમાં કાયદાકીય સ્પષ્ટતા આવશે અને ગેરકાયદે જમીન તબદીલી પર અંકુશ આવશે: મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા ગેરકાયદે વેચાયેલી જમીન ૩ મહિનામાં મૂળ ખાતેદારને પરત મળશે રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ ૧૯૪૯ની કલમ-૭૫ અને ૭૫(એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આ સુધારા વિધેયકને મહત્ત્વપૂર્ણ અને રાજ્યના ખેડૂતોના હિતોનું રક્ષણ કરનારું ગણાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે આ સુધારા થકી જમીન વ્યવહારોમાં કાયદાકીય સ્પષ્ટતા આવશે અને... - [ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને 'મંથન બેઠક' યોજાઈ](https://gujaratnewsdesk.com/amit-shah_manthan-bethak/): કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીએ સહકારી સંસ્થાઓના રૂ. ૨૬૫.૩૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવાના હેતુથી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીશ્રીઓ સાથેની એક ઉચ્ચ સ્તરીય ‘મંથન બેઠક’ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ મંથન બેઠકના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણપાલ ગુર્જર અને શ્રી મુરલીધર મોહોલ, ગુજરાતના સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા તેમજ સહકાર... - [સોવરેન એઆઈ માળખાંના નિર્માણ માટે અદાણી ૧૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે](https://gujaratnewsdesk.com/adani_ai_invest/): સોવરેન એઆઈ માળખાંના નિર્માણ માટે અદાણી ૧૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે વિશ્વની સૌથી મોટી સંકલિત ઊર્જા-ગણતરી પ્રતિબદ્ધતાઓમાંનું એક આ સીધું રોકાણ  દાયકામાં વધારાની USD 150 બિલિયન ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમને પ્રેરીત કરી AIના જમાના માટે ભારતની ઊર્જા-ગણતરીની કરોડરજ્જુ સ્થાપશે અમદાવાદ, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬: ૨૦૩૫ સુધીમાં નવીનીકરણીય-ઊર્જા-સંચાલિત, હાઇપરસ્કેલ AI-તૈયાર ડેટા સેન્ટર્સ વિકસાવવા માટે ૧૦૦ અબજ ડોલરનું સીધું રોકાણ કરવાની અદાણી ગ્રુપે આજે કરેલી જાહેરાત વિશ્વની સૌથી મોટી સંકલિત ઊર્જા-કમ્પ્યુટ પ્રતિબદ્ધતાઓમાંની એક છે. ગુપ્તચર ક્રાંતિમાં ભારતને વૈશ્વિક નેતા તરીકે ઉપસાવવાનો માર્ગ મોકળો કરવા માટે અદાણીની આ પહેલ લાંબા ગાળાના સાર્વભૌમ ઊર્જા અને કમ્પ્યુટ પ્લેટફોર્મની સ્થાપના કરવાના હેતુથી કરવામાં આવી છે. ૨૦૩૫ સુધીમાં આ રોકાણ થકી... - [ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રીના મેળામાં સ્વચ્છતા ઝુંબેશ: નિયમ ભંગ કરનારા ૧૩૩ ઈસમો પાસેથી ₹૪૨,૮૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો](https://gujaratnewsdesk.com/gmc_find_cleaness-drive/): ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રીના મેળામાં સ્વચ્છતા ઝુંબેશ: નિયમ ભંગ કરનારા ૧૩૩ ઈસમો પાસેથી ₹૪૨,૮૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો ગાંધીનગર શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા તેમજ શહેરમાં કાયમી ધોરણે સ્વચ્છતા જળવાઈ રહે તેવા ઉમદા આશય સાથે મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાગરિકોની જાહેરમાં ગંદકી કરવાની તથા કચરો ફેંકવાની આદતોમાં સુધારો લાવી શકાય તે હેતુથી, તા. ૧૫/૦૨/૨૦૨૬ ના રોજ સેક્ટર-૨૨ સ્થિત પંચદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભરાયેલા મેળામાં સેનિટેશન શાખાની ટીમ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મેળામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકત્રિત થતી હોવાથી, ધોળેશ્વર મંદિર સહિતના સમગ્ર વિસ્તારમાં પ્લાસ્ટિકનો વપરાશ, ગંદકી, ઓપન યુરીનેશન તથા જાહેર વિસ્તારમાં... - ["શ્રી કમલમ" ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાશે.](https://gujaratnewsdesk.com/bjp_workshop/):       ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આવતીકાલે 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાશે.       અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યકર્તાઓના ઘડતર માટે પ્રશિક્ષણ એ ભાજપમાં નિરંતર ચાલતી પ્રક્રિયા છે.  રાષ્ટ્રીય ભાજપાની યોજના અનુસાર માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નીતિન નવીનજીના માર્ગદર્શન હેઠળ “પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-૨૦૨૬” સમગ્ર દેશમાં અમલિકૃત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓના વિચાર, કાર્યશૈલી, સંગઠન કુશળતા અને રાષ્ટ્રીય ચેતનાને વધુ બળવતર બનાવવા  ઉપરાંત આ... - [રાજ્યપાલના અભિભાષણ સમયે AAP ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ટ્રેડ ડીલનો વિરોધ કર્યો](https://gujaratnewsdesk.com/gujarat-vidhansabha_aap_tread-bill-protest/): રાજ્યપાલના અભિભાષણ સમયે AAP ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ટ્રેડ ડીલનો વિરોધ કર્યો આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ગાંધીનગરમાં બજેટ સત્રના પ્રથમ દિવસે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સત્રની શરૂઆત માનનીય રાજ્યપાલના અભિભાષણથી થઈ અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વિસાવદર મત વિસ્તારના તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ખેડૂતોના મતથી તેમને આ ગૌરવશાળી વિધાનસભામાં બેસીને પોતાની વાત રજૂ કરવાનો અવસર મળ્યો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના લોકોના હિત માટે બોલવાની તક મળવી તેમના માટે ગૌરવ અને આનંદની બાબત છે. આજે વિધાનસભામાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ધીરજલાલ ફુલાભાઈ રીબડિયા અંગે શોક... - [વિધાનસભા ગૃહના નેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી](https://gujaratnewsdesk.com/gujarat-assembly-shardhanjali/): વિધાનસભા ગૃહના નેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી 15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે તા. 16 ફેબ્રુઆરી, સોમવારે વિધાન ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વ. શ્રી મનસુખભાઇ છગનલાલ જોષી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ્વ. શ્રી મોહંમદભાઇ ગુલામમોહયુદીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વ. શ્રી ધીરજલાલ ફુલાભાઇ રીબડીયા, સ્વ. શ્રી અમરસિંહ રામસિંહ વસાવા, સ્વ. શ્રી વજુભાઇ પરમાભાઇ ડોડિયા અને સ્વ. શ્રી બાવનજીભાઇ હંસરાજભાઇ મેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજુ  થયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌ દિવંગત... - [પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી](https://gujaratnewsdesk.com/gujarat-budget-session/): પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પ સાથે સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: રાજ્યપાલ પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે ગૌરવસભર પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબોના કલ્યાણ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્યરત છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર... - [ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ](https://gujaratnewsdesk.com/torrant-cup-football/): ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025-26 રાજકોટ આજ રોજ થી સાનદાર પ્રારંભ થયેલ છે.   ગુજરાત ના 19 જીલ્લા ની ટીમો અંડર 20 ટોરેન્ટ પાવર કપ મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં ભાગ લઈ રહેલ છે. બધી ટીમો ને 6 ગ્રુપ માં વહેચવામાં આવેલ છે.  પુલ ‘X’ માં A, B, C ગ્રુપ અને પુલ ‘Y’ માં D, E, F ગ્રુપ ની ટીમો છે.  ગ્રુપ સ્ટેજ ના મેચ આજ રોજ થી ચાલુ થયેલ છે. દરેક ગ્રુપ માં પ્રથમ આવેલ ટીમો અને  સેકંડ... - [ભવાઈ લોકકળાને જીવંત રાખવા ડો રાજેશ ભોજક આધુનિક ભવાઇ ના 365 વેશ લખશે: અસાઈત ઠાકરે રચેલા ભવાઈ વેશો બાદ વેશો લખવાની પરંપરા ચાલુ રાખવાનો પ્રયાસ](https://gujaratnewsdesk.com/bhavai-art_rajesh-bhojak/): ભવાઈ લોકકળાને જીવંત રાખવા ડો રાજેશ ભોજક આધુનિક ભવાઇ ના 365 વેશ લખશે: અસાઈત ઠાકરે રચેલા ભવાઈ વેશો બાદ વેશો લખવાની પરંપરા ચાલુ રાખવાનો પ્રયાસ ભવાઈ શબ્દને પુનઃ સન્માન અપાવવા અને ભવાઈ શબ્દને અપમાનિત કરતા પરિબળોને જવાબ આપવા માટે સિનિયર પત્રકાર ડૉ રાજેશ ભોજક એક અનોખો પ્રયાસ આધુનિક ભવાઈના વેશો ની રચના દ્વારા કરી રહ્યા છે. અસાઈત ઠાકરે લખેલા 360 વેશો ને જીવંત રાખવા તેમણે બીડું ઉઠાવ્યું છે. ભવાઈ એ પ્રાચીન લોકકલા છે ,જેનું અધિપત્ય નાયક ભોજક વ્યાસ જ્ઞાતિ સમાજ આજે પણ ભોગવે છે .અસાઇત ઠાકર દ્વારા લખવામાં આવેલ વિવિધ વેશો આજે દુર્લભ અને અપ્રાપ્ય છે જેમાંથી અમુક જ વેશો... - [ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ (SC) પર અત્યાચારની કુલ ૧૩,૬૨૯ ઘટનાઓ, અનુસુચિત જનજાતિ(ST) પર થતા અત્યાચારની ૩૫૫૩ ઘટનાઓ : ડૉ.હિરેન બેન્કર](https://gujaratnewsdesk.com/congress_sc/):  ગુજરાતમાં એસસી-એસટી પર વધી રહેલા અત્યાચારની ઘટનાઓ રાજ્ય માટે કલંક સમાન: ભાજપ સરકાર માત્ર મતોની રાજનીતિ જાણે છે, પરંતુ બંધારણીય હક્કો અને સુરક્ષા આપવામાં સદંતર નાકામ: ડૉ.હિરેન બેન્કર             ગુજરાતની ભાજપ સરકારના ‘વિકાસ’ના પોકળ દાવાઓ વચ્ચે રાજ્યનો દલિત અને આદિવાસી સમાજ આજે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. લોકસભાના પટલ પર રજૂ થયેલા આંકડાઓએ સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે જ નહીં. અનુસુચિત જાતી(SC) અને અનુસુચિત જનજાતિ(ST) પરના અત્યાચારમાં થઇ રહેલા વધારા, પગલા ભરવામાં નાકામ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કેર જણાવ્યું હતું  ભાજપ સરકારની માનસિકતા દલિત-આદિવાસી વિરોધી છે. ગુજરાતમાં એસસી-એસટી પર વધી... - [સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારનો હુકમ રદ કર્યો](https://gujaratnewsdesk.com/adani_sc/): અદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેફાળવેલજમીનપરતલેવાનોઆદેશરદ સુપ્રીમકોર્ટના ઓર્ડરની કોપી પ્રાપ્ત થઈ. સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયાએ તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આદેશ દ્વારા ગુજરાત સરકારના તા. ૪ જુલાઈ ૨૦૨૪ના જમીન પરત લેવાના આદેશને તેમજ સદર બાબતેથયેલ PIL No.17/2011 રદકરેલછે. સુપ્રીમકોર્ટનો આ નિર્ણયથીસદરજમીનઅંગેનાતમામહક્કોઆજેપણઅદાણીકંપનીપાસેઅબાધિતછે. જેઅદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેનોંધપાત્રરાહતઆપેછે. માનનીય, સુપ્રીમકોર્ટેકરેલસદરહુકમઅમોકંપનીનેઆવકાર્યછે. ઓર્ડરનામહત્વપૂર્ણમુદ્દાઓનોસારાંશ:   આ જમીનપરતલેવાનોઆદેશકંપનીનેકોઈનોટિસઆપ્યાવિના, સુનાવણીઆપ્યાવિનાઅનેકારણબતાવવાનીતકઆપ્યાવિનાપસારકરવામાંઆવ્યોહતો.   અદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડેભારતનીસુપ્રીમકોર્ટમાંસ્પેશિયલલીવપિટિશનદાખલકરીહતી. સુપ્રીમકોર્ટેતા. ૧૦ જુલાઈ ૨૦૨૪ના આદેશદ્વારાહાઈકોર્ટનાઆદેશનીઅમલવારીપરસ્ટેમૂક્યોહતો.   પ્લીડિંગ્સપૂર્ણથયાબાદ, આ મામલાનીવિગતવારસુનાવણી ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજકરવામાંઆવી.   આ સુનાવણીમાંગુજરાતસરકારનાજમીનપરતલેવાનાઆદેશનેકોર્ટદ્વારારદકરવામાંઆવેલછેઅનેસદરબાબતેથયેલ PIL નેપણડિસ્પોઝકરવામાંઆવેલછે..   સુપ્રીમકોર્ટના આ ઓર્ડરથીસદરજમીનઅંગેનાતમામહક્કોઆજેપણઅદાણીકંપનીપાસેઅબાધિતછે. જેઅદાણીપોર્ટ્સએન્ડ SEZ લિમિટેડનેનોંધપાત્રરાહતઆપેછે. - [કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમાંગ રાવલની નિમણૂક](https://gujaratnewsdesk.com/coaching-federation-of-india_hemang-raval/): કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમાંગ રાવલની નિમણૂક * ગુજરાતના શિક્ષણવિદોની માંગણીઓ હવે રાષ્ટ્રીય ફલક પર મૂકાશે : હેમાંગ રાવલ * સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકાના આધારે ગુજરાતમાં આવનારા ટ્યુશન એક્ટમાં ફેડરેશનના સૂચનો અમલમાં મૂકવાનું પ્રથમ પ્રાધાન્ય રહેશે : હેમાંગ રાવલ અંબાજી ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન દ્વારા આયોજિત ભવ્ય મહાધિવેશન દરમિયાન કોચિંગ ક્ષેત્રને મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ મળ્યું છે. મહાધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ ઘટક સંઘોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI) ના ફાઉન્ડર ડિરેક્ટર શ્રી આશિષ ગંભીરે શ્રી હેમાંગ રાવલની નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ પ્રસંગે નિમણૂક સ્વીકારતા શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે,... - [19 રાજ્યોના 229 ખેલાડીઓની સાથે ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપન 2026ની પ્રથમ આવૃત્તિ સંપન્ન થઈ](https://gujaratnewsdesk.com/chiripal-squas-2026/): 19 રાજ્યોના 229 ખેલાડીઓની સાથે ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપન 2026ની પ્રથમ આવૃત્તિ સંપન્ન થઈ ટુ-સ્ટાર નેશનલ સર્કિટ ટુર્નામેન્ટ, ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપનની પ્રથમ આવૃત્તિ ખેલાડીઓ વચ્ચે ચાર દિવસના હાઈ-વોલ્ટેજ મુકાબલા બાદ રવિવારે સંપન્ન થઈ હતી. સ્ક્વૉશ રેકેટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એસઆરએફઆઈ) અને ઑલ ગુજરાત સ્ક્વૉશ રેકેટ એસોસિએશન (એજીએસઆરએ)ના સહયોગથી આયોજિત ચિરીપાલ અમદાવાદ સ્ક્વૉશ ઓપન 2026માં 19 રાજ્યોના આશરે 229 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જુનિયર અંડર-11થી લઇને મેન્સ ઓવર-45 સુધીની કુલ 11 કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી અને સ્પોર્ટ્સ ક્લબ ઑફ ગુજરાત અને એકા ક્લબ ખાતે કુલ 218 મેચો રમાઈ હતી. ફાઈનલમાં દરેક વયજૂથમાં જબરદસ્ત અને ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જુનિયર કેટેગરીમાં, નૈના આનંદે ગર્લ્સ અંડર-11 ટાઇટલ જીતી લીધું હતું, જ્યારે કાન્ધા સ્વામી બોઇઝ અંડર-11માં... - [વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા નિમિત્તે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંચાહ્નિકા તપોત્સવ યોજાયો](https://gujaratnewsdesk.com/panchavihka-tapotsav/): વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા નિમિત્તે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંચાહ્નિકા તપોત્સવ યોજાયો  જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની પરંપરાને ઉજાગર કરતી એક ગૌરવસભર ધાર્મિક ઘટના રૂપે રામનગર, સાબરમતી ખાતે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના પાર્શ્વનાથ આરાધના ભવનમાં પંચાહ્નિકા તપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તથા ૧૦૮ ફૂટના આદિનાથ દાદાના પ્રેરક, જંબૂદ્વીપ, નાગેશ્વર, માંડવગઢ અને માણીભદ્ર તીર્થોના ઉદ્ધારક તથા માર્ગદર્શક ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ના પાવન સાનિધ્યમાં આ તપોત્સવ યોજાયો હતો. કાર્યદક્ષ વિનયી પ.પૂ.આ.મ.શ્રી સૌમ્યચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.વર્ધમાનતપ આરાધક પ.પૂ.આ.મ.શ્રી વિવેકચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.પ્રવર્તક પ.પૂ. શ્રી ધૈર્યચંદ્રસાગર જી મ.સા., પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા.ની શિષ્યા, ભીષ્મ તપસ્વિની પ.પૂ.સા. શ્રી ગિરાંશુ મ.સા. શ્રીજી મ.સા.ના દિવ્ય તપોબળથી વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા પ્રસંગે પારણું શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ ટ્રસ્ટ્રી શ્રી સંજય જીવણલાલ શાહ તથા શ્રીમતી અલ્પા સંજય શાહ મહિલા વિભાગ(ઉપપ્રમુખ)ના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસર ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર)ના રોજ ઉજવાયો હતો.   અલ્પ વયથી આરંભેલી કઠોર તપશ્ચર્યાઓ, અખંડ આરાધના અને સંયમમય જીવન દ્વારા તપસ્વી શ્રીનું જીવન આજે સમાજ માટે પ્રેરણાનું જીવંત પ્રતીક બન્યું છે. આ પંચાહ્નિકા તપોત્સવ દરમિયાન  તપવદના, અનુમોદના, વિનંતિ, શ્રમણી–શ્રમણીઓના વંદન તથા પાંચ છોડના ઉદ્યાપન સહિત વિવિધ તપ આરાધના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે અનેક સાધુસાધ્વી ભગવંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ, સાધના અને આત્મશુદ્ધિના ભાવોથી પરિપૂર્ણ બન્યું હતું. તપસ્વી શ્રી દ્વારા કરાયેલ ૧૦૮ ઉપવાસ ગુણસંવનન, 7400 દીર્ઘ આયંબિલ, 18 માસક્ષમણ તથા અન્ય દુર્લભ તપશ્ચર્યાઓએ જૈન સમાજમાં તપમહિમા, સંયમ અને આધ્યાત્મિક ઉન્નતિના મૂલ્યોને તેમજ પ.પૂ.સા. શ્રી ગિરાંશુ ધારા જેમની વાકપ્રતુતા નું પ્રતીક વધુ મજબૂત બનાવ્યા છે. પ્રવચન, શિબિરો અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા અનેક શ્રાવક–શ્રાવિકાઓ ધર્મપથ પર આગળ વધ્યા છે. આ પાવન અવસરે સાબરમતી સંઘ અધ્યદ્મ શ્રી જયંતિભાઈ સંઘવી (રત્નમણી) ધર્મે ટ્રસ્ટ્રી શ્રી ધર્મેશભાઈ શાક અને શ્રી જશવંતલાલ નેમચંદ શાહ સાધુ–સાધ્વી અને જૈન ટ્રસ્ટીઓ, સંઘના સભ્યો અને મહાનુભાવો, ધર્મપ્રેમીઓ અને સંસ્થા સભ્યો હાજર રહ્યા હતા તેમજ હજારો શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા હતા.  - [રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ   ૧૪ હજારથી વધુ પક્ષીઓને ‘કરુણા અભિયાન’ થકી જીવતદાન અપાયું](https://gujaratnewsdesk.com/karuna-abhiyan/): રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ  ૧૪ હજારથી વધુ પક્ષીઓને ‘કરુણા અભિયાન’ થકી જીવતદાન અપાયું : વન મંત્રી  અર્જુન મોઢવાડિયા ……………………….. આ અભિયાન હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧.૧૮ લાખથી વધુ પક્ષીઓને જીવતદાન મળ્યું ……………………… અભિયાનની અન્ય સિદ્ધિઓ  વિવિધ સ્વરૂપે રેસ્ક્યુ કરેલા પક્ષીઓ પૈકી ૯૦ ટકાને બચાવાયા  અમદાવાદમાં સૌથી વધુ ૬,૫૦૦ જ્યારે સુરતમાં ૪,૧૦૦થી વધુ પક્ષીઓને જીવતદાન  રાજ્યમાં અંદાજે ૪૫૦ જેટલા કલેક્શન સેન્ટર, ૬૦થી વધુ કંટ્રોલરૂમ તથા ૪૮૦થી વધુ સારવાર કેન્દ્રો પર અબોલ પક્ષીઓની સારવાર અપાઈ  આ કેન્દ્રો પર કુલ ૬૫૦થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે ૮,૦૦૦ થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવારત હતા... - [વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છેઃ મુખ્યમંત્રી](https://gujaratnewsdesk.com/cm-on-budget/): કેન્દ્રીય બજેટ-2026 વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છેઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ   :: મુખ્યમંત્રી :: * કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપે છે.  * સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ, સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો સરાહનીય અભિગમ.  * લોથલ અને ધોળાવીરાનો પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થવાથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે.  * 5 લાખથી વધુ વસ્તીવાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે  * MSMEથી લઈને મોટા ઊદ્યોગ,... - [અદાણી યુનિવર્સિટી દ્વારા રોબોટિક્સ, ડ્રોન અને AI પર બે દિવસીય રાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન કરાયું,](https://gujaratnewsdesk.com/adani-uni_robotics/): અદાણી યુનિવર્સિટી દ્વારા રોબોટિક્સ, ડ્રોન અને AI પર બે દિવસીય રાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન કરાયું, જેમાં શૈક્ષણિક જગત, ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને નીતિ નિર્ધારકોએ ભાગ લીધો. અદાણી ગ્રુપ, IIT-બોમ્બે અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ સંરક્ષણ, ઉત્પાદન અને ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સમાં રહેલી તકો પર પ્રકાશ પાડ્યો. હેન્ડ્સ-ઓન વર્કશોપ, લાઇવ ડ્રોન પ્રદર્શન અને વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધાઓ દ્વારા પ્રાયોગિક શિક્ષણ અને નવીનતા પર ભાર મૂકવામાં આવ્યો. અદાણી યુનિવર્સિટી દ્વારા તેના અમદાવાદ કેમ્પસ ખાતે 30-31 જાન્યુઆરી, 2026 દરમિયાન રોબોટિક્સ, ડ્રોન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોનોમસ સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાના ટેકનિકલ સંમેલન ‘ડ્રોબોટિક્સ કોન્ક્લેવ 2026’ (Drobotics Conclave 2026) નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું... - [પ્રથમ દીક્ષાંત સમારોહમાં ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ ઉજવી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ](https://gujaratnewsdesk.com/transstadia-_convocation/): પ્રથમ દીક્ષાંત સમારોહમાં ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ ઉજવી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અમદાવાદ, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬: ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ પોતાના શૈક્ષણિક સફરમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કરતાં પ્રથમ દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કર્યું. આ પ્રસંગે સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને સન્માનિત કરવામાં આવી અને તેમના વ્યાવસાયિક જીવનની નવી યાત્રાની શુભ શરૂઆત માટે શુભકામના પાઠવવામાં આવી. દીક્ષાંત સમારોહને સંબોધતાં ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ઉદિત શેઠે જણાવ્યું હતું કે, “આજના સ્નાતકો માત્ર ડિગ્રી ધારકો નથી, પરંતુ તેઓ વિચારક, નવીનતા સર્જનારા અને જવાબદાર નાગરિક તરીકે સમાજમાં યોગદાન આપશે. ભવિષ્ય તેમનું છે, જેઓ જ્ઞાન સાથે હેતુની સ્પષ્ટતા, અનુકૂલનક્ષમતા અને પરિવર્તનનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે.” તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી અનુભવાત્મક શિક્ષણ, ઉદ્યોગ જોડાણ અને મૂલ્ય આધારિત નેતૃત્વ... - [ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું ઉદઘાટન: એફિશિએન્સી, રો મટીરીઅલ્સ અને  નવી  ટેકનોલોજી અપનાવા પર ધ્યાન](https://gujaratnewsdesk.com/indian-ceramic-asia/): ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું ઉદઘાટન: એફિશિએન્સી, રો મટીરીઅલ્સ અને  નવી  ટેકનોલોજી અપનાવા પર ધ્યાન ગાંધીનગરમાં Indian Ceramics Asia 2026 ની 20માં એડીશનનું ફોકસ રો મટીરીઅલ્સ, ઇન્નોવેટીવ મશીનરી અને સ્માર્ટ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉદઘાટન થયું હતું. આ વખતે એ સ્પષ્ટ જોવા મળ્યું કે ઉદ્યોગ હવે ઝડપી વિસ્તરણ કરતા વધુ એફિશિન્સી વધારવા, ખર્ચ કાબૂમાં લેવા અને સ્માર્ટ ટેક્નોલોજી ઇમ્પ્લિમેન્ટેશન તરફ આગળ વધી રહ્યો છે. આ 3-દિવસીય B2B એક્ઝિબિશન, જે મેસે મૂંચેન ઈન્ડિયા અને યુનિફેર એક્ઝિબિશન્સ સર્વિસ કો., લિ. દ્વારા સંયુક્ત રીતે આયોજિત છે, તેમાં 300થી વધુ લીડિંગ બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે. એક્ઝિબિટર્સમાં સીરામીક રો... - [GLS Universityમાં ચાલી રહેલી ત્રણ દિવસીય Inter-College Competition ‘Narrative’ બીજા દિવસનો રંગીન અને વિચારપ્રેરક અનુભવ](https://gujaratnewsdesk.com/gls_cultural-prog/): GLS Universityમાં ચાલી રહેલી ત્રણ દિવસીય Inter-College Competition ‘Narrative’ બીજા દિવસનો રંગીન અને વિચારપ્રેરક અનુભવ   GLS Universityમાં ચાલી રહેલી ત્રણ દિવસીય Inter-College Competition ‘Narrative’ studentsને માત્ર perform કરવાની જગ્યા નહીં પરંતુ વિચારવા, પ્રશ્ન પૂછવા અને પોતાની વાત કહેવાની એક જીવંત space આપી રહી છે. આ competitionમાં art, culture, social consciousness અને youth expression એકસાથે અનુભવી શકાય છે. President Shri Sudhir Nanavatiના માર્ગદર્શન હેઠળ અને Executive Director Ms. Chandani Kapaadiyaના leadership હેઠળ ‘Narrative’ એક એવો platform બની રહ્યો છે, જ્યાં students પોતાની ઓળખ, વિચારધારા અને સંવેદનાને freely express કરી શકે. Studentsને જીવનભર યાદ રહે એવો experiential journey આપવો આ vision બીજા દિવસની દરેક activityમાં સ્પષ્ટ જોવા મળ્યો. Competitionના બીજા દિવસે વિવિધ impactful events યોજાયા હતા. Drama section હેઠળ Nukkad Natakનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં studentsએ Water Crisis, Digital Arrest અને Corruption જેવા ગંભીર સામાજિક મુદ્દાઓને street theatreના powerful medium દ્વારા રજૂ કર્યા હતા. Dance categoryમાં Indian... - [સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના આદેશને રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ](https://gujaratnewsdesk.com/sc_adani-oreder/): સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના આદેશને રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ ગુજરાત સરકારે તા. ૧૫ જુલાઈ ૨૦૦૫ના રોજ નવીનાલ ગામમાં આવેલી ૯,૩૪,૮૨૯ હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) વિકાસ માટે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ અવેજની ચુકવણી થયા બાદ ફાળવી હતી. આ જમીનને પછીથી ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા SEZ જમીન તરીકે સૂચિત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૧માં PIL નં. ૧૭/૨૦૧૧ હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારના તા. ૨૭ જૂન ૨૦૦૫ના નોટિફિકેશનને પડકારવામાં આવ્યો હતો,  આ... - [WEF ૨૦૨૬ સંપન્ન: વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસના પ્રતીક તરીકે ગુજરાત અગ્રેસર ](https://gujaratnewsdesk.com/davos-gujarat/): WEF ૨૦૨૬ સંપન્ન: વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસના પ્રતીક તરીકે ગુજરાત અગ્રેસર દાવોસમાં ગુજરાતનો ડંકો: વિશ્વાસ, વિકાસ અને વૈશ્વિક ભાગીદારીનું નવું સરનામું દાવોસથી દુનિયા સુધી ગુંજ્યો ગુજરાતનો અવાજ: રોકાણ માટે ગુજરાત મજબૂત દાવેદાર નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ૫૮થી વધુ ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારા વૈશ્વિક રોકાણકારો સાથે ગુજરાતના અતૂટ વિશ્વાસનું જોડાણ ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના મિશનમાં ગુજરાત હવે એક મજબૂત સારથિ બનીને સમગ્ર વિશ્વને આવકારવા સજ્જ ******** સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે તા.૧૯ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વિશ્વભરના અગ્રણી ચેરપર્સન, CEO, રોકાણકારો અને બહુપક્ષીય... - [પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ" ખાતે "VB-G RAM G" જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ](https://gujaratnewsdesk.com/gujarat-bjp-g-rajgi-workshop/): ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ – ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આજરોજ પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે ભાજપાના “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સંગઠન દ્વારા નિયુક્ત અભિયાનના જિલ્લાના સંયોજક અને સહસંયોજકશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.   ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી... - [દાવોસમા અદાણી ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રમાં છ લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ](https://gujaratnewsdesk.com/adani_davos_wef/): દાવોસમા અદાણી ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રમાં છ લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ મહારાષ્ટ્રમાં અદાણી ગ્રુપના રોકાણથી રોજગાર સર્જન, શહેરી વિકાસ અને ગ્રીન એનર્જીને વેગ મળશે દાવોસ 2026: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની 56મી વાર્ષિક બેઠકમાં  અદાણી ગ્રુપે મહારાષ્ટ્રના વિકાસ માટેનો પોતાનો રોડમેપ રજૂ કર્યો છે. અદાણી જૂથે $66 બિલિયન (₹6 લાખ કરોડ)નું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકાર સાથે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર (MoU) માં રોકાણના રોડમેપને ઔપચારિક બનાવવામાં આવ્યો હતો. ગ્રુપે જણાવ્યું હતું કે આ રોકાણ ફક્ત બાંધકામ ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત નહીં હોય, પરંતુ રોજગાર, શહેરી વિકાસ અને ગ્રીન એનર્જીને પણ વેગ આપશે.   દાવોસમાં WEF બેઠક દરમિયાન... - [વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની](https://gujaratnewsdesk.com/adani_wood-machenzy/): વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની..સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. વુડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની તરીકે અદાણી સોલાર ઉભરી આવી છે. આ સિદ્ધિ સાથે વૈશ્વિક સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ની સોલાર ફોટોવોલ્ટેઇક મેન્યુફેક્ચરિંગ શાખા અદાણી સોલારને ગ્લોબલ એનર્જી એન્ડ નેચરલ રિસોર્સ કન્સલ્ટન્સી દ્વારા સર્વોચ્ચ એવો ગ્રેડ A આપવામાં આવ્યો છે. ક્રિસ્ટલાઇન સિલિકોન મોડ્યુલના 38 ઉત્પાદકોનું મૂલ્યાંકન કરનાર વુડ મેકેન્ઝી ના રિપોર્ટમાં અદાણી સોલારનું રેટિંગ ટેકનોલોજી, સપ્લાય ચેઇન, વર્ટિકલ ઇન્ટિગ્રેશન, સંશોધન અને... - [ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થવા સીએમ અને પ્રદેશ અધ્યક્ષ દિલ્હી પ્રવાસે](https://gujaratnewsdesk.com/bjp_national-president-election/): ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ૧૯ જાન્યુઆરીએ નામાંકન અને ૨૦ જાન્યુઆરીએ જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત ભાજપા અગ્રણીઓ બે દિવસના દિલ્હી પ્રવાસે ——- ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ૧૯ જાન્યુઆરીએ નામાંકન અને ૨૦ જાન્યુઆરીએ જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી સહિત ભાજપા અગ્રણીઓ બે દિવસના દિલ્હી પ્રવાસે જશે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે દિલ્હી ઉપસ્થિત રહેનાર આગેવાનોની સૂચિ નીચે મુજબ છે. રાષ્ટ્રીય અધ્યક્ષની... - [ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં 649 પદવીઓ એનાયત કરવામાં આવી](https://gujaratnewsdesk.com/dau_convocation/): ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં 649 પદવીઓ એનાયત કરવામાં આવી ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી (DAU), જે અગાઉ DA-IICT તરીકે ઓળખાતી હતી, તેણે શનિવારે તેના ગાંધીનગર કેમ્પસ ખાતે 20મો પદવીદાન સમારોહ યોજ્યો હતો, જેમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડોક્ટરલ અભ્યાસક્રમોના 649 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આઈઆઈટી મદ્રાસના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર એમિરિટસ પ્રો. ભાસ્કર રામમૂર્તિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. આ સમારોહનું અધ્યક્ષપદ બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય એમ્બેસેડર ટી. એસ. તિરુમૂર્તિએ સંભાળ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના વરિષ્ઠ નેતૃત્વમાં ડાયરેક્ટર જનરલ પ્રો. (ડૉ.) તથાગત બંધોપાધ્યાય; સ્કૂલ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટર ડૉ. જી. વેંકટેશ; સ્કૂલ ઓફ લોના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) અવિનાશ દધિચ; અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શ્રી સિદ્ધાર્થ સ્વામિનારાયણ સહિત અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો, ફેકલ્ટી સભ્યો અને સ્ટાફ હાજર રહ્યા હતા. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓમાં B.Tech (ICT), B.Tech (Mathematics & Computing), B.Tech (Honours) in ICT with minor in Computational Science અને B.Tech (EVD) ના 348 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. M.Tech (ICT), M.Tech (EC), M.Sc (IT), M.Sc (Data Science), M.Sc (Agriculture Analytics), અને M.Des (Communication Design) જેવા વિવિધ અભ્યાસક્રમોમાં કુલ 295 અનુસ્નાતક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, 6 સંશોધકોને Ph.D.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ઉજવણીની શરૂઆત 16 જાન્યુઆરીએ પ્રી-કોન્વોકેશન એવોર્ડ સેરેમની સાથે થઈ હતી, જેમાં શૈક્ષણિક અને વ્યાવસાયિક શ્રેષ્ઠતાની પ્રશંસા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ‘ફેકલ્ટી એપ્લીશિયેશન એવોર્ડ 2025’ અને ‘સ્ટુડન્ટ રિસર્ચ એક્સેલન્સ એવોર્ડ 2025’ એનાયત કરવામાં આવ્યા હતા, સાથે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ટીના અનિલ અંબાણીનો એક વિશેષ સંદેશ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ સાથે શેર કરવામાં આવ્યો હતો. તેમના સંદેશમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે તમે ટેક્નોલોજી-આધારિત નવીનતાના ક્ષેત્રમાં આગળ વધવાનું ચાલુ રાખો છો, ત્યારે માનવ-કેન્દ્રિત અભિગમ (human-centred design) તમારી આગવી ઓળખ બને તેવું રાખજો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરતી વખતે, તમારી સૌથી મોટી સંપત્તિ – તમારા સ્વાસ્થ્યને ક્યારેય નજરઅંદાજ કરશો નહીં. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તમારા દરેક પ્રયાસનો પાયો છે અને તણાવ તથા સંઘર્ષના સમયે તે તમને મજબૂતી આપે છે. તેથી, સક્રિય રહો; તમારા શરીરનું જતન કરો અને મનને પોષણ આપો. પોતાની 25 વર્ષની સફર નિમિત્તે, યુનિવર્સિટીએ એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે ‘ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમનાઈ એવોર્ડ’ (પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર) ની સ્થાપના કરી છે, જેમણે અનુકરણીય વ્યાવસાયિક શ્રેષ્ઠતા અને સાર્થક સામાજિક યોગદાનનું પ્રદર્શન કર્યું છે. ઉદ્ઘાટન પુરસ્કાર 2005 ના બી.ટેક (ICT) સ્નાતક શ્રી પવિતર સિંહને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ અને DAU સાથેના તેમના લાંબા સમયના જોડાણની માન્યતામાં એનાયત કરવામાં આવ્યો છે. પુરસ્કારનું ઔપચારિક વિતરણ અલગથી યોજાનારા એક સમર્પિત સન્માન સમારોહમાં કરવામાં આવશે. આ પદવીદાન સમારોહ DAU ની એક બહુવિધ વિષયક (multidisciplinary) સંસ્થા તરીકેની ઉત્ક્રાંતિ અને એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ, એગ્રિકલ્ચર એનાલિટિક્સ, ડિઝાઇન અને સંશોધન ક્ષેત્રોમાં પ્રતિભાને આકાર આપવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. - [પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનુ આહવાન](https://gujaratnewsdesk.com/gujarat-assembly-budget-sesson/): *** ગુજરાત રાજ્યના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદ-૧૭૪ (૧) હેઠળ પંદરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર તા. ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ મળવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની મહત્વની વિગતો માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે. સત્રનુ મુખ્ય કામકાજ * રાજ્યપાલશ્રીનું સંબોધન: સત્રના પ્રથમ દિવસે, તા. ૧૬મી ફેબ્રુઆરીએ રાજ્યપાલશ્રી ગૃહને સંબોધિત કરશે. * અંદાજપત્રની રજૂઆત: નાણામંત્રીશ્રી દ્વારા તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર (બજેટ) રજૂ કરવામાં આવશે. * વધારાના ખર્ચના પત્રકો: અંદાજપત્રની સાથે વર્ષ ૨૦૧૧-૧૨, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૮-૧૯ ના વધારાના ખર્ચના પત્રકો તેમજ... - [રિલાયન્સનો નફો વધ્યો](https://gujaratnewsdesk.com/relience-results/): ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના એકીકૃત પરિણામો ના.વ.2026ના નવ મહિનાનો એકીકૃત EBITDA રૂ.૧,૫૯,૩૨૩ રહ્યો, જે વાર્ષિક ધોરણે (Y-o-Y) ૧૮.૩% નો વધારો દર્શાવે છે PAT (કરવેરા પછીનો નફો) રૂ.૭૫,૧૬૫ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૨૮.૧% નો વધારો દર્શાવે છે ના.વ.2026ના ત્રીજા ક્વાર્ટરનો EBITDA રૂ.૫૦,૯૩૨ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૬.૧% નો વધારો દર્શાવે છે O2C (ઓઈલ ટુ કેમિકલ્સ): EBITDA રૂ.  ૧૬,૫૦૭ કરોડ થયો (૧૪.૬% નો વધારો), માર્જિનમાં ૬૦ bps નો સુધારો થયો અને Jio-bp ના વોલ્યુમમાં ૨૪% નો વધારો થયો છે જિયો પ્લેટફોર્મ્સ: EBITDA વાર્ષિક ધોરણે ૧૬.૪% વધીને રૂ.૧૯,૩૦૩ કરોડ થયો, જેમાં માર્જિનમાં ૧૭૦ bps નો વધારો થયો છે... - [ઇન્ડિયન ઓઇલ અને મારુતિ સુઝુકીએ ફ્યુઅલ સ્ટેશનો પર વાહન સેવા નેટવર્કના વિસ્તરણ માટે એમઓયુ કર્યા](https://gujaratnewsdesk.com/ioc_maruti-suzuki-mou/): ઇન્ડિયન ઓઇલ અને મારુતિ સુઝુકીએ ફ્યુઅલ સ્ટેશનો પર વાહન સેવા નેટવર્કના વિસ્તરણ માટે એમઓયુ કર્યા   ભારતની અગ્રણી ઉર્જા કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને દેશની અગ્રણી પેસેન્જર વાહન ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL) એ ગ્રાહકોની સુવિધા વધારવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, દેશભરમાં પસંદગીના ઇન્ડિયન ઓઇલ ફ્યુઅલ સ્ટેશનો પર મારુતિ સુઝુકીની સેવા સુવિધાઓ સ્થાપિત કરવામાં આવશે.   આ સહયોગથી ઇન્ડિયનઓઇલના વિશાળ રાષ્ટ્રવ્યાપી નેટવર્કનો ઉપયોગ વિવિધ મારુતિ સુઝુકી સેવા સુવિધાઓ સ્થાપિત કરવા માટે થશે. આ એકીકરણ ગ્રાહકોને તેમની મારુતિ સુઝુકી કાર માટે સુનિશ્ચિત સમયાંતરે જાળવણી અને નાના સમારકામની સુવિધા આપશે જ્યાં તેઓ... - [વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી](https://gujaratnewsdesk.com/pm_german-chancellor-gandhi-ashram-visit/): વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રધ્ધાંજલિ આપતા વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રી જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાતથી પ્રભાવિત થયા ____ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ  મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રીએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના... ## Pages - [વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી](https://gujaratnewsdesk.com/world-lion-day/): બરડા વન્યજીવ અભ્યારણ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેંદ્ર યાદવની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૧૮૦ કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું* બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.૭૫ કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો હાથ ધરાશે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ:ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે ૧૪૩ વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે.* સિંહના વિચરણનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં ૩ જિલ્લાથી વધીને ૧૧ જિલ્લા સુધી વિસ્તર્યો છે રાજ્યની ૨૪ જેટલી ઇકો ટુરીઝમ સાઇટ માટે... - [Home](https://gujaratnewsdesk.com/): [vc_row][vc_column][vc_empty_space height=”20px”][penci_container el_width=”penci-container-1170″ container_layout=”11″][penci_column width=”1/1″ order=”1″][penci_news_ticker title=”હાલમાં ટ્રેન્ડિંગ” icon_fontawesome=”” auto_time=”4000″ speed=”400″ post_standard_title_length=”15″ block_title_fonts=”font_family:Work%20Sans%3A100%2C200%2C300%2Cregular%2C500%2C600%2C700%2C800%2C900|font_style:600%20medium%3A600%3Anormal” block_title_font_size=”12px” bg_title_color=”#111111″][penci_block_37 build_query=”post_type:post|size:3″ text_align=”left” block_title_align=”style-title-left” post_standard_title_length=”30″ padding_content_lr=”20px” padding_top_title=”20px” padding_bottom_meta=”20px” padding_top_desc=”px” post_title_font_size=”20px” dis_bg_block=”true” block_id=”penci_block_37-1532686159101″ post_title_color=”#ffffff” bg_content_color=”#111111″ css=”.vc_custom_1532748089625{margin-right: -20px !important;margin-bottom: -20px !important;margin-left: -20px !important;}” post_title_hover_color=”#999999″][/penci_block_37][/penci_column][/penci_container][/vc_column][/vc_row][vc_row][vc_column][penci_container el_width=”penci-container-1170″][penci_column width=”11″][penci_block_6 build_query=”post_type:post|size:9|categories:8″ title=”મારું શહેર” block_title_url=”https://gujaratnewsdesk.com/category/my-city/” image_type=”square” block_title_align=”style-title-left” post_standard_title_length=”20″ post_title_fonts=”font_family:Roboto%3A100%2C100italic%2C300%2C300italic%2Cregular%2Citalic%2C500%2C500italic%2C700%2C700italic%2C900%2C900italic|font_style:700%20bold%20regular%3A700%3Anormal” post_title_font_size=”16px” block_title_off_uppercase=”true” block_id=”penci_block_6-1532684951525″][/penci_block_6][/penci_column][/penci_container][penci_container el_width=”penci-container-1170″ container_layout=”23_13″][penci_column width=”2/3″ order=”1″][vc_empty_space height=”20px”][penci_block_28 build_query=”post_type:post|size:6|categories:7″ title=”રાષ્ટ્રીય” block_title_url=”https://gujaratnewsdesk.com/category/national/” block_title_align=”style-title-left” post_excrept_length=”20″ big_post_excrept_length=”10″ post_big_title_length=”30″ post_standard_title_length=”20″ show_readmore=”yes” style_pag=”load_more” limit_loadmore=”4″ post_title_font_size=”20px” readmore_fonts=”font_family:Work%20Sans%3A100%2C200%2C300%2Cregular%2C500%2C600%2C700%2C800%2C900|font_style:400%20regular%3A400%3Anormal” block_title_off_uppercase=”true” block_id=”penci_block_28-1532687077093″][/penci_block_28][penci_block_18 build_query=”post_type:post|size:6|categories:3″ title=”ગુજરાત” block_title_url=”https://gujaratnewsdesk.com/category/gujarat/” block_title_align=”style-title-left” post_standard_title_length=”20″ style_pag=”next_prev” post_title_font_size=”18px” ajax_filter_type=”category_ids_filter” block_title_off_uppercase=”true” block_id=”penci_block_18-1751533393666″][/penci_block_18][/penci_column][penci_column width=”1/3″ order=”2″][vc_empty_space height=”20px”][penci_block_6 title=”નવીનતમ સમાચાર” image_type=”square” block_title_align=”style-title-left” post_standard_title_length=”20″ post_title_font_size=”13px” post_meta_font_size=”10px” block_title_off_uppercase=”true” hide_comment=”true” block_id=”penci_block_6-1751533560359″][/penci_block_6][vc_empty_space height=”20px”][penci_weather location=”ahmedabad,gujarat” block_title_align=”style-title-left”][vc_empty_space height=”20px”][penci_block_6 build_query=”post_type:post|size:5|categories:10″ title=”ક્રાઇમ” block_title_url=”https://gujaratnewsdesk.com/category/crime/” image_type=”square”... [comment]: # (Generated by Hostinger Tools Plugin)